કૃષિવિદ્યા

સિંચાઈ-યોજનાઓ (Irrigation projects)

સિંચાઈ-યોજનાઓ (Irrigation projects) ભૂપૃષ્ઠ જળ (surface water) માટે નદી પર આડો બંધ બાંધી, પાણીનો જથ્થો સંગ્રહી, નહેરો દ્વારા પાણીને ખેતરો તેમજ શહેરો કે ગ્રામવિસ્તાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. તેવી જ રીતે જરૂરિયાતવાળા સ્થળે ભૂગર્ભ-જળને ખેંચી પહોંચાડવાની વ્યવસ્થા. ભારતમાં સિંચાઈનો ઇતિહાસ પુરાણો છે. ઈ. સ.ની બીજી સદીમાં દક્ષિણમાં કાવેરી નદી પર મોટો…

વધુ વાંચો >

સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ કોઇમ્બતુર

સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ, કોઇમ્બતુર : શેરડી સંવર્ધન સંસ્થા. તેની સ્થાપના ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (Indian Council of Agricultural Research – ICAR), ન્યૂ દિલ્હી દ્વારા 1952માં કોઇમ્બતુરમાં થઈ હતી. આ સંસ્થામાં કૃષિવિજ્ઞાન-વિભાગ, પેશીસંવર્ધન વિભાગ, કૃષિ-વનસ્પતિશાસ્ત્ર-વિભાગ, કૃષિ-આંકડાશાસ્ત્ર-વિભાગ, વનસ્પતિદેહધર્મવિદ્યા-વિભાગ, કૃમિ-વિભાગ, કૃષિજમીન-રસાયણ-વિભાગ જેવા જુદા જુદા વિભાગો કામગીરી કરી રહ્યા છે. ભારતીય કૃષિ-અનુસંધાન પરિષદ દ્વારા…

વધુ વાંચો >

સૂકી ખેતી

સૂકી ખેતી : સૂકા વિસ્તારમાં કરવામાં આવતી ખેતી. ભારત દેશના કુલ ક્ષેત્રફળમાંથી 3.17 લાખ ચોકિમી.નો વિસ્તાર સૂકો છે; જે લગભગ 12 % જેટલો થાય છે. સારણી 1માં વિવિધ રાજ્યોમાં સૂકા વિસ્તારનું ક્ષેત્રફળ અને તેની ટકાવારી આપવામાં આવ્યાં છે. સારણી 1 : વિવિધ રાજ્યોમાં સૂકા વિસ્તારનું ક્ષેત્રફળ અને તેની ટકાવારી ક્રમ…

વધુ વાંચો >

સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CAZRI) જોધપુર

સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CAZRI), જોધપુર : ભારતના શુષ્ક પ્રદેશોમાં ભૂમિ-ઉપયોજન, કૃષિપ્રબંધ અને પશુપાલન સાથે સંકળાયેલી સંસ્થા. તેની સ્થાપના ICAR(Indian Council of Agricultural Research)ના નેજા હેઠળ 1959માં થઈ. ભારતના કુલ ભૌગોલિક વિસ્તાર પૈકી 12 % જેટલો વિસ્તાર શુષ્ક છે; જેમાં 3.17 કરોડ હેક્ટર ભૂમિ ગરમ રણપ્રદેશ અને 0.7 કરોડ…

વધુ વાંચો >

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ : જળસંસાધન મંત્રાલય, ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર ઑથોરિટી, નવી દિલ્હીના આશ્રયે 1954માં સ્થપાયેલ તથા 1970માં બંધારણીય રીતે પૂર્ણપણે કાર્યરત થયેલ રાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થા ભૂગર્ભજળભંડારોનાં સર્વેક્ષણ, અન્વેષણ, સિંચાઈ-વ્યવસ્થા, વિતરણ, ઔદ્યોગિક તેમજ ગૃહવપરાશ, જરૂરી જળનિયંત્રણ, જળવિકાસ જેવી જવાબદારીઓ નિભાવે છે. સંશોધનથી મેળવાતી ભૂગર્ભજળની આધારસામગ્રી દ્વારા રાજ્યો…

વધુ વાંચો >

સેન્ટ્રલ જ્યૂટ ઍન્ડ એલાઇડ ફાઇબર ટૅક્નૉલૉજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા

સેન્ટ્રલ જ્યૂટ ઍન્ડ એલાઇડ ફાઇબર ટૅક્નૉલૉજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતા : શણ અને સંબંધિત રેસાઓની ટૅક્નૉલૉજીના સંશોધન સાથે સંકળાયેલી અખિલ ભારતીય સંસ્થા. આ સંસ્થાની 1-10-1967ના રોજ ICAR (Indian Council of Agricultural Research) દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ મેસ્ટા, રેમી, કેતકી, શણ અને અળસી(flax)ની સ્થાનિક જાતોનું સંવર્ધન કરી…

વધુ વાંચો >

સેન્ટ્રલ ટૉબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાજમુન્દ્રી

સેન્ટ્રલ ટૉબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાજમુન્દ્રી : તમાકુના સંશોધનક્ષેત્રે કામ કરતી એશિયામાંની સૌથી મોટી સંસ્થા. તમાકુ પકવતા ટોચના 10 દેશોમાં ભારત દાયકાઓથી દ્વિતીય ક્રમે છે અને દશ વર્ષે એક હજાર કરોડનું હૂંડિયામણ આપે છે. આશરે વીસ લાખ લોકો તમાકુ અને સિગારેટના ઉત્પાદન-ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. બીડી-ઉદ્યોગ ગામડાના સાઠ લાખ લોકોને, મોટે…

વધુ વાંચો >

સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CDRI) લખનૌ

સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CDRI), લખનૌ : ભારતમાં ઔષધક્ષેત્રે પાયારૂપ તેમજ પ્રયુક્ત સંશોધન અને વિકાસ માટેની અગ્રણી સંસ્થા. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) (ન્યૂ દિલ્હી)ના નેજા હેઠળ સ્થપાયેલી વિવિધ પ્રયોગશાળાઓ પૈકીની આ એક છે. તેના પ્રારંભિક આયોજનનું માન બ્રિટિશ વૈજ્ઞાનિક ઍડવર્ડ મેલાન્બીને ફાળે જાય છે (નવેમ્બર 1950-જુલાઈ 1951).…

વધુ વાંચો >

સેન્ટ્રલ પૉટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિમલા

સેન્ટ્રલ પૉટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિમલા : ભારતમાં આવેલી બટાટાની પાકસુધારણા સાથે સંકળાયેલી સંસ્થા. આ સંસ્થાની સ્થાપના પહેલાં પટણામાં કરવામાં આવી હતી, પરંતુ 1956માં આ સંસ્થાનું સિમલામાં સ્થાનાંતર કરવામાં આવ્યું હતું; કારણ કે પટણાનું પર્યાવરણ બટાટાના સંવર્ધન માટે પ્રતિકૂળ હતું. પટણામાં મોલોનો ઉપદ્રવ; ટૂંકો દિવસ અને ટૂંકો શિયાળો અનુકૂળ નહોતો. વળી,…

વધુ વાંચો >

સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રૉપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કાસરગોડ (કેરળ)

સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રૉપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કાસરગોડ (કેરળ) : નાળિયેરી, સોપારી અને કોકો જેવા પાકોની સુધારણા માટેની ભારતીય સંસ્થા. આ સંસ્થાની સ્થાપના ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી દ્વારા 1970માં કાસરગોડ, કેરળ ખાતે કરવામાં આવી હતી. સેન્ટ્રલ કોકોનટ રિસર્ચ સ્ટેશન, કાસરગોડ; સેન્ટ્રલ કોકોનટ રિસર્ચ સ્ટેશન, કાયાનગુલામ અને સેન્ટ્રલ ઍરિકાનટ રિસર્ચ, વિટ્ટલ…

વધુ વાંચો >