કિશોર પંડ્યા

સિમ્બોર્સ્કા, વિસ્લાવા (Szymborska, Wislawa)

સિમ્બોર્સ્કા, વિસ્લાવા (Szymborska, Wislawa) (જ. 2 જુલાઈ 1923, પ્રોવેન્ટ, પોઝનાન, ક્યોર્નિક, પોલૅન્ડ; અ. 1 ફેબ્રુઆરી 2012, ક્રેકયોવ, પોલૅન્ડ) : આખું નામ મારિયા વિસ્લાવા અન્ના સિમ્બૉર્સ્કા. 1996નો નોબેલ પુરસ્કાર મેળવનાર પોલિશ ભાષાનાં કવયિત્રી, નિબંધકાર અને અનુવાદક. વિસ્લાવા સિમ્બોર્સ્કા તેમના પિતા વિન્સેન્ટી ઉમરાવ બ્લાદિસ્લાવને ત્યાં કારભારી હતા. ઉમરાવના અવસાન પછી 1924માં તેઓ…

વધુ વાંચો >

મોદિયાનો, પૅટ્રિક (Modiano, Patrick)

મોદિયાનો, પૅટ્રિક (Modiano, Patrick) (જ. 30 જુલાઈ 1945, બોલોગ્ને, બિલાંકોટે, ફ્રાંસ) : 2014નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રાંસના નવલકથાકાર. તેઓ પૅટ્રિક મોદિયાનો તરીકે વધારે જાણીતા છે. તેમનાં સાહિત્યિક લખાણોના 30 કરતાં પણ વધારે ભાષામાં અનુવાદ થયા છે. નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયા પછી તેમની નવલકથાઓના અંગ્રેજીમાં અનુવાદ થયા હતા. પૅટ્રિક મોદિયાનો…

વધુ વાંચો >

દીલેદ્દા, ગ્રાઝિયા (Diledda, Grazia)

દીલેદ્દા, ગ્રાઝિયા (Diledda, Grazia) (જ. 27 સપ્ટેમ્બર 1871, ન્યૂરો, ઇટાલી અ. 15 ઑગસ્ટ 1936, રોમ, ઇટાલી) : 1926નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનારાં સારડિયન ભાષામાં ગ્રેત્ઝિયા તરીકે જાણીતાં ઇટાલીનાં લેખિકા. તેમનાં સાહિત્યમાં તેમનાં વતનના ટાપુ સારડિયાના જીવન અંગેની સાર્વત્રિક સમસ્યાઓ ઊંડાણપૂર્વક અને સહાનુભૂતિથી પારદર્શક રીતે ઝિલાઈ છે. ઇટાલીમાં સાહિત્યનું પ્રથમ…

વધુ વાંચો >

ડિલન, બૉબ – (Bob Dylan)

ડિલન, બૉબ – (Bob Dylan) (જ. 24 મે 1941, દુલૂઠ, મિનેસોટા, યુ.એસ.) : 2016નો સાહિત્ય વિભાગનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકાના ગીતકાર, ગાયક, કલાકાર અને લેખક. તેમણે અમેરિકાના લોકસંગીત ઉપરાંત ઈસાઈ અને પૉપ સંગીતમાં સારી નામના મેળવી છે. તેમનાં દાદા-દાદી યુક્રેનથી અમેરિકા આવ્યાં હતાં. તેમના પૂર્વજો તુર્કીના યહૂદી હતા. તેમનાં નાના-નાની…

વધુ વાંચો >

ડાઉના, જેનિફર (Doudna, Jennifer)

ડાઉના, જેનિફર (Doudna, Jennifer) (જ. 19 ફેબ્રુઆરી 1964, વૉશિંગ્ટન ડી. સી., યુ.એસ.એ.) : રસાયણવિજ્ઞાનના 2020ના નોબેલ પુરસ્કારનાં સહભાગી અને અમેરિકાના જૈવરસાયણવિદ. તેઓ જનીન નિયંત્રણ અંગેનું પાયાનું કાર્ય કરનાર તરીકે જાણીતાં છે. યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાં રસાયણશાસ્ત્ર વિભાગ તથા મૉલેક્યુલર અને સેલ બાયૉલૉજી વિભાગમાં લી કા શિંગ ચાન્સેલર ચૅર પ્રોફેસર તરીકે…

વધુ વાંચો >

શારપોનટીર, ઇમાન્યૂએલ્લે (Charpentier, Emmanuelle)

શારપોનટીર, ઇમાન્યૂએલ્લે (Charpentier, Emmanuelle) (જ. 11 ડિસેમ્બર 1968 જુવીસી-સૂર-ઑર્ગે, ફ્રાંસ) : ફ્રાંસના પ્રાધ્યાપક અને રસાયણશાસ્ત્રનો 2020નો નોબેલ પુરસ્કાર અમેરિકાના જેનિફર ડાઉના સાથે મેળવનાર તથા સૂક્ષ્મજીવશાસ્ત્ર, જનીનવિદ્યા અને જૈવરસાયણમાં સંશોધન કરનાર. તેઓ 2015થી બર્લિનમાં આવેલી મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ફેક્શન બાયૉલૉજીમાં નિયામક તરીકે સેવા આપે છે. 2019માં તેમણે મેક્સ પ્લાંક એકમની…

વધુ વાંચો >

વિશ્વ આહાર કાર્યક્રમ

વિશ્વ આહાર કાર્યક્રમ (World Food Programme) : (The World Food Programme – WFP) વિશ્વ આહાર કાર્યક્રમ ચલાવતી સંસ્થા. (સ્થાપના : 19 ડિસેમ્બર, 1961) શાંતિ માટેનો 2020નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ વિશ્વમાં જ્યાં જરૂર હોય ત્યાં આહાર અને સહાય આપવાનું કાર્ય કરતી સંસ્થા. વિશ્વમાં માનવતાને લક્ષ્યમાં રાખીને…

વધુ વાંચો >

મુન્રો ઍલિસ (Munro Alice)

મુન્રો ઍલિસ (Munro, Alice) (જ. 10 જુલાઈ 1931 વિંગ્ધામ, ઑન્ટેરિયો, કૅનેડા) : કૅનેડામાં રહીને અંગ્રેજીમાં ટૂંકી વાર્તાઓ આપનારાં લેખિકા, જેમને 10 ઑક્ટોબર, 2013 સાહિત્ય વિભાગમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. તેમની ગણના ટૂંકી વાર્તાના સત્વશીલ સર્જક તરીકે કરવામાં આવી છે. તેમના કેટલાક વાર્તા-સંગ્રહો આ મુજબ છે : ‘ડાન્સ ઑવ્ ધ…

વધુ વાંચો >