કિશોર પંડ્યા

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્વો-સંયોજનોનો ફકત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અકાર્બનિક જીવરસાયણ

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >

અકાર્બનિક રસાયણ

અકાર્બનિક રસાયણ (Inorganic Chemistry)  હાઇડ્રોકાર્બનો અને તેમનાં વ્યુત્પન્નો સિવાયના પદાર્થોના અભ્યાસને આવરી લેતી રસાયણશાસ્ત્રની અગત્યની શાખા. તેમાં પરમાણુ-સંરચના, સ્ફટિકવિદ્યા, રાસાયણિક આબંધન (bonding), સવર્ગ સંયોજનો, ઍસિડ-બેઝ પ્રક્રિયાઓ, સિરેમિક્સ તેમજ વીજરસાયણની કેટલીક ઉપશાખાઓનો સમાવેશ થાય છે. કાર્બનિક સંયોજનોની માફક, અકાર્બનિક સંયોજનોને અને સ્ફટિકોને ચોક્કસ સંરચના હોય છે. કાર્બધાત્વિક (organometallic) સંયોજનોનો અભ્યાસ 1952…

વધુ વાંચો >

અનિશ્ચિતતા સિદ્ધાંત

અનિશ્ચિતતા સિદ્ધાંત (uncertainty principle) : પરમાણ્વિક કક્ષામાં કોઈ વિશિષ્ટ ઇલેક્ટ્રૉનનું ચોક્કસ સ્થાન, વેગમાન કે અન્ય પ્રાચલો નક્કી થઈ શકે નહીં. આથી દ્રવ્યની મૂળભૂત પ્રકૃતિનું તટસ્થપણે માપન શક્ય નથી. પરમાણુના ઇલેક્ટ્રૉન સતત ગતિશીલ હોવાને લીધે આમ બને છે. આથી ઇલેક્ટ્રૉનના સંભવિત વિસ્તાર માટે કક્ષક સિદ્ધાંતનો ઉદભવ થયો. કક્ષક સિદ્ધાંતની યથાર્થતા ઈ.…

વધુ વાંચો >

અનુયુરેનિયમ તત્વો

અનુયુરેનિયમ તત્વો (transuranium અથવા transuranic elements) : યુરેનિયમ (92U) કરતાં વધુ પરમાણુક્રમાંક (93 અને તેથી વધુ) ધરાવતાં રાસાયણિક તત્વો. કુદરતમાં ઠીક ઠીક જથ્થામાં પ્રાપ્ત થતું ભારેમાં ભારે તત્વ યુરેનિયમ છે જેનો પરમાણુક્રમાંક 92 છે. 1940માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલી ખાતે મેકમિલન અને એબલસને દર્શાવ્યું કે જ્યારે યુરેનિયમ ઉપર ન્યૂટ્રૉનનો મારો…

વધુ વાંચો >

ઇશિગુરો, કાઝ્ઓ (Ishiguro, Kazuo)

ઇશિગુરો, કાઝ્ઓ (Ishiguro, Kazuo) (જ. 8 નવેમ્બર, 1954 નાગાસાકી, જાપાન) : 2017ના વર્ષનો સાહિત્ય વિભાગનો નોબેલ પુરસ્કાર મેળવનાર બ્રિટિશ નવલકથાકાર, પટકથા અને ટૂંકી વાર્તાઓના લેખક. તેમના પિતા શિઝુઓ ઇશિઇગુરો અને માતા શિઝુકો. તેમના પિતાને નૅશનલ ઓશેનોગ્રાફી સેન્ટરમાં સંશોધન માટે નિમંત્રણ મળ્યું. આથી તેઓ પાંચ વર્ષના હતા ત્યારે તેમના કુટુંબે જાપાન…

વધુ વાંચો >

ડાઉના, જેનિફર (Doudna, Jennifer)

ડાઉના, જેનિફર (Doudna, Jennifer) (જ. 19 ફેબ્રુઆરી 1964, વૉશિંગ્ટન ડી. સી., યુ.એસ.એ.) : રસાયણવિજ્ઞાનના 2020ના નોબેલ પુરસ્કારનાં સહભાગી અને અમેરિકાના જૈવરસાયણવિદ. તેઓ જનીન નિયંત્રણ અંગેનું પાયાનું કાર્ય કરનાર તરીકે જાણીતાં છે. યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાં રસાયણશાસ્ત્ર વિભાગ તથા મૉલેક્યુલર અને સેલ બાયૉલૉજી વિભાગમાં લી કા શિંગ ચાન્સેલર ચૅર પ્રોફેસર તરીકે…

વધુ વાંચો >

ડિલન, બૉબ – (Bob Dylan)

ડિલન, બૉબ – (Bob Dylan) (જ. 24 મે 1941, દુલૂઠ, મિનેસોટા, યુ.એસ.) : 2016નો સાહિત્ય વિભાગનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકાના ગીતકાર, ગાયક, કલાકાર અને લેખક. તેમણે અમેરિકાના લોકસંગીત ઉપરાંત ઈસાઈ અને પૉપ સંગીતમાં સારી નામના મેળવી છે. તેમનાં દાદા-દાદી યુક્રેનથી અમેરિકા આવ્યાં હતાં. તેમના પૂર્વજો તુર્કીના યહૂદી હતા. તેમનાં નાના-નાની…

વધુ વાંચો >

દીલેદ્દા, ગ્રાઝિયા (Diledda, Grazia)

દીલેદ્દા, ગ્રાઝિયા (Diledda, Grazia) (જ. 27 સપ્ટેમ્બર 1871, ન્યૂરો, ઇટાલી અ. 15 ઑગસ્ટ 1936, રોમ, ઇટાલી) : 1926નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનારાં સારડિયન ભાષામાં ગ્રેત્ઝિયા તરીકે જાણીતાં ઇટાલીનાં લેખિકા. તેમનાં સાહિત્યમાં તેમનાં વતનના ટાપુ સારડિયાના જીવન અંગેની સાર્વત્રિક સમસ્યાઓ ઊંડાણપૂર્વક અને સહાનુભૂતિથી પારદર્શક રીતે ઝિલાઈ છે. ઇટાલીમાં સાહિત્યનું પ્રથમ…

વધુ વાંચો >

પગવોશ કૉન્ફરન્સીઝ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ

પગવોશ કૉન્ફરન્સીઝ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ (Pugwash Conferences on Science and World Affairs) : 1995માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સંસ્થા. 1955માં રસેલ-આઇન્સ્ટાઇન દ્વારા પરમાણુ-નિ:શસ્ત્રીકરણ અંગે જાહેરનામું બહાર આવ્યા પછી 1957માં બર્ટ્રાન્ડ રસેલ અને જૉસેફ રોટબ્લાટ દ્વારા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પરમાણુ-નિ:શસ્ત્રીકરણ અંગે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાને તેના સ્થાપક- સભ્ય જૉસેફ રોટબ્લાટ…

વધુ વાંચો >