અનિશ્ચિતતા સિદ્ધાંત (uncertainty principle) : પરમાણ્વિક કક્ષામાં કોઈ વિશિષ્ટ ઇલેક્ટ્રૉનનું ચોક્કસ સ્થાન, વેગમાન કે અન્ય પ્રાચલો નક્કી થઈ શકે નહીં. આથી દ્રવ્યની મૂળભૂત પ્રકૃતિનું તટસ્થપણે માપન શક્ય નથી. પરમાણુના ઇલેક્ટ્રૉન સતત ગતિશીલ હોવાને લીધે આમ બને છે. આથી ઇલેક્ટ્રૉનના સંભવિત વિસ્તાર માટે કક્ષક સિદ્ધાંતનો ઉદભવ થયો. કક્ષક સિદ્ધાંતની યથાર્થતા ઈ. સ. 1930માં દી બ્રોગ્લિ, ફર્મી અને શ્રોડિંજર નામના ભૌતિક વિજ્ઞાનીઓએ પુરવાર કરી. કણનું સ્થાન અને વેગમાન સાથે માપી શકાતું નથી. આને માટે હાઇઝનબર્ગે મર્યાદાઓ દર્શાવી. તે અનુસાર બેમાંથી એકનું માપન અતિચોકસાઈપૂર્વક કરીએ ત્યારે બીજાના મૂલ્યમાં મોટો ફેરફાર જોવા મળે છે.

કિશોર પંડ્યા