કાયદાશાસ્ત્ર
સભરવાલ યોગેશ કુમાર
સભરવાલ, યોગેશ કુમાર (જ. 14 જાન્યુઆરી 1942) : ભારતના 36મા સર્વોચ્ચ ન્યાયાધીશ. 1લી નવેમ્બર 2005થી 14 જાન્યુઆરી 2007 સુધી તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ ન્યાયાધીશના હોદ્દા પર રહ્યા. આ કાર્યકાળ દરમિયાન બંધારણીય બાબતોને સ્પર્શતા કેટલાક નોંધપાત્ર ચુકાદા તેમણે આપ્યા છે. ઑક્ટોબર, 2005માં બિહારના રાજ્યપાલ બુટાસિંઘની ભલામણના આધારે રાષ્ટ્રપ્રમુખે બિહાર વિધાનસભાનું…
વધુ વાંચો >સમન્યાય (Equity)
સમન્યાય (Equity) : ઇંગ્લૅન્ડમાં ક્રમશ: વિકાસ પામેલા ન્યાયના સિદ્ધાંતો. પુરાણા ઇંગ્લિશ કાયદા (કૉમન લૉ) પ્રમાણે એની ત્રણ અપૂર્ણતાઓ હતી : 1. ઇંગ્લિશ કૉમન લૉ (common law) : (1) કૉમન લૉમાં રિટનો નમૂનો ન મળે તો વાદીનું કારણ સાચું હોવા છતાં તે અદાલતમાં જઈ કામ ચલાવી શકતો નહિ. (2) કૉમન લૉ…
વધુ વાંચો >સમન્સ
સમન્સ : અદાલતમાં ચોક્કસ દિવસે અને સમયે હાજર રહેવાનો કે કોઈ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવાનો આદેશાત્મક પત્ર. આવો પત્ર દીવાની કેસોમાં કોઈ દાવાનો જવાબ આપવા માટે અથવા સાહેદ તરીકે જુબાની આપવા માટે મોકલવામાં આવે છે, અને તે દાવાના એક પક્ષકારના સૂચનથી મોકલાય છે. દાવાનો જવાબ આપવા માટે હાજર થવાનો…
વધુ વાંચો >સમાધાન
સમાધાન (composition, compromise, conciliation, settlement) : ઉકેલ ન મળતા કોયડાનો ઉકેલ આવે, ઉપસ્થિત થયેલી કોઈ શંકાનું નિવારણ થાય, અથવા કોઈ તકરાર કે ઔદ્યોગિક ઝઘડો કે મતભેદ અરસપરસની સ્વૈચ્છિક સમજૂતીથી પતી જાય તેવી કાયદાકીય ભૂમિકા. આ માટે અંગ્રેજી ભાષામાં ‘કૉમ્પોઝિશન’, ‘કૉમ્પ્રોમાઇઝ’, ‘કન્સિલિયેશન’ અને ‘સેટલમેન્ટ’ આ શબ્દો વારંવાર વપરાય છે. (1) પ્રૉવિન્શિયલ…
વધુ વાંચો >સમાનતા (equality) (કાયદાશાસ્ત્ર)
સમાનતા (equality) (કાયદાશાસ્ત્ર) : વ્યક્તિઓ કે સંસ્થાઓ સાથેના વર્તન અને વ્યવહારમાં ભેદભાવનો અભાવ હોવો તે સ્થિતિની હાજરી. તેમાં કાયદા સમક્ષ સમાનતા અભિપ્રેત છે. ભારતના બંધારણના અનુચ્છેદ 14 પ્રમાણે દરેક નાગરિકને મળતો સમાનતાનો અધિકાર. આર્ટિકલ 14 અને 16નો પાઠ આ સંબંધમાં નીચે પ્રમાણે છે : અનુચ્છેદ 14 : કાયદા સમક્ષ સમાનતા…
વધુ વાંચો >સમુદ્ર-સીમા ધારો (Sea, Law of the)
સમુદ્ર–સીમા ધારો (Sea, Law of the) : સમુદ્ર-સીમા પરના આધિપત્ય માટેનો કાયદો. 1983ના ડિસેમ્બરની દસમી તારીખે દુનિયાના 117 દેશો જમૈકા ખાતે ‘સમુદ્રના કાયદા’ અંગેની સંધિમાં જોડાયા. આ કાયદા આંતરરાષ્ટ્રીય જળવિસ્તારની સીમા, જળમાર્ગ અને સમુદ્રની સંપત્તિના સંદર્ભમાં ઘડાયા. આ સંધિમાં અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ઇટાલી તથા બીજા ઘણા ઔદ્યોગિક અને વિકસિત…
વધુ વાંચો >સવલતી હૂંડી
સવલતી હૂંડી : જુઓ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ.
વધુ વાંચો >સાલ્વે, હરીશ
સાલ્વે, હરીશ (જ. 22 જૂન 1955, ધુલે, મહારાષ્ટ્ર) : ભારતના પ્રતિષ્ઠિત વરિષ્ઠ વકીલ. તેઓ બંધારણીય કાયદા, વાણિજ્યિક કાયદા, કરવેરા, મધ્યસ્થી અને આંતરરાષ્ટ્રીય મુકદ્દમામાં કુશળતા માટે પ્રખ્યાત વરિષ્ઠ વકીલ છે. તેમણે અનેક સીમાચિહ્નરૂપ કેસોમાં ભારત સરકાર, કૉર્પોરેશનો અને અનેક જાણીતી વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમની વક્તૃત્વ કલા અને કાનૂની કુશળતાએ તેમને…
વધુ વાંચો >સાવરકરનો પ્રત્યાર્પણનો કેસ
સાવરકરનો પ્રત્યાર્પણનો કેસ : પ્રત્યાર્પણના પ્રશ્ર્ને ચાલેલો સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર(1883-1966)નો કેસ. તેની હકીકત આ પ્રમાણે છે : સાવરકર ભારતના નાગરિક હતા અને તે રૂએ બ્રિટિશ પ્રજાજન પણ હતા. રાજદ્રોહ અને ખૂનમાં મદદગારી કરવાના ગુના માટે કામ ચલાવવા તેમને પી. ઍન્ડ ઓ. કંપનીની ‘મોરિયા’ સ્ટીમરમાં ભારત લાવવામાં આવતા હતા. 25મી…
વધુ વાંચો >સાવેંદ્રા લામાસ કાર્લોસ
સાવેંદ્રા, લામાસ કાર્લોસ (જ. 1 નવેમ્બર 1878, બ્યુએનૉસ આઇરિસ, આર્જેન્ટિના; અ. 5 મે 1959, બ્યુએનૉસ આઇરિસ) : આર્જેન્ટિનાના કાયદાશાસ્ત્રી અને 1936ના વિશ્વશાંતિના નોબેલ પારિતોષિકના વિજેતા. બોલિવિયા અને પરાગ્વે વચ્ચે 1932-35ના ગાળામાં ખેલાયેલ સશસ્ત્ર સંઘર્ષનો અંત લાવવામાં તેમની ભૂમિકા શકવર્તી નીવડી હતી. આ યુદ્ધ ‘ચાકો યુદ્ધ’ તરીકે ઇતિહાસમાં નોંધાયેલું છે. કાયદાશાસ્ત્રનો…
વધુ વાંચો >