કાયદાશાસ્ત્ર

દારૂબંધી

દારૂબંધી : ભારતમાં કાયદા દ્વારા દારૂના સેવન પર મુકાતો પ્રતિબંધ. નશાખોરી કોઈ પણ સમાજમાં સદગુણ ગણાતો નથી. દારૂનું વધારે પડતું સેવન અનેક અનિષ્ટોને જન્મ આપે છે. તેનાથી મનુષ્યની શારીરિક અને માનસિક શક્તિઓ ક્ષીણ થાય છે. તે રોગોમાં સપડાય છે. દારૂની ટેવ પડી જવાથી તે સંતોષવા આર્થિક રીતે નુકસાન વેઠીને પણ…

વધુ વાંચો >

દાસ, એસ. આર.

દાસ, એસ. આર. (સુધીરરંજન) (જ. 1 ઑક્ટોબર 1894; અ. 18 સપ્ટેમ્બર 1977) : સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. તેમનું શિક્ષણ શાંતિનિકેતન ખાતે સંપન્ન થયું (1905–11) હતું. ઉચ્ચશિક્ષણ બંગબાસી કૉલેજ, કૉલકાતા તથા યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં મેળવ્યું હતું. ત્યાંથી તેમણે કાયદાના સ્નાતકની (એલએલ.બી) ઉપાધિ હાંસલ કરી (1918). તથા બૅરિસ્ટર થઈને 1919માં કૉલકાતામાં વકીલાત…

વધુ વાંચો >

દાસ, ચિત્તરંજન (દેશબંધુ)

દાસ, ચિત્તરંજન (દેશબંધુ) (જ. 5 નવેમ્બર 1870, કૉલકાતા, બંગાળ; અ. 16 જૂન 1925, દાર્જિલિંગ) : ‘દેશબંધુ’ તરીકે જાણીતા બંગાળના પીઢ રાષ્ટ્રીય નેતા. તેમનો અભ્યાસ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં પૂરો કરીને (1890) આઇ.સી.એસ.ની પરીક્ષા માટે ઇંગ્લૅન્ડ ગયા. પરંતુ તેમાં સફળતા ન મળતાં ઇનર ટેમ્પલમાંથી કાયદાની પરીક્ષા પાસ કરીને બૅરિસ્ટર થયા (1894). તેમના…

વધુ વાંચો >

દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ (સર)

દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ (સર) (જ. 17 ફેબ્રુઆરી 1886, વડોદરા; અ. 3 ઑગસ્ટ 1968, મુંબઈ) : ગુજરાત યુનિવર્સિટીના આદ્ય કુલપતિ અને સૌરાષ્ટ્ર તથા મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ. તેમણે મુંબઈની ઔદ્યોગિક અદાલતના પ્રથમ અધ્યક્ષ, ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ, ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના આદ્ય ઉપાધ્યક્ષ – એમ અનેક હોદ્દા શોભાવ્યા હતા. અમદાવાદના વડનગરા…

વધુ વાંચો >

દીવાન, બિપિનચન્દ્ર જીવણલાલ

દીવાન, બિપિનચન્દ્ર જીવણલાલ (જ. 20 ઑગસ્ટ 1919, અમદાવાદ;  અ. 12 માર્ચ 2012, અમદાવાદ) : વિખ્યાત ન્યાયવિદ તથા ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. રાષ્ટ્રવાદી ર્દષ્ટિકોણથી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરનાર શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની જીવણલાલ હરિપ્રસાદ દીવાનના પુત્ર. 1935માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1939માં ગ્રૅજ્યુએટ, 1941માં એલએલ.બી. અને 1942માં એમ.એ.…

વધુ વાંચો >

દીવાની કાર્યવહી

દીવાની કાર્યવહી : નાગરિકોના પરસ્પર ચાલતા વ્યવહાર દરમિયાન થનાર અયોગ્ય કૃત્યોને અનુલક્ષીને કરવામાં આવતી કાયદાકીય કાર્યવહી. સમાજે ઘડેલા નિયમોના ભંગ માટે સજા જ કરવામાં આવે છે એવું નથી. કેટલીક વાર નુકસાન પામનાર વ્યક્તિને વળતર રૂપે  પૈસા ભરપાઈ કરી આપવામાં આવે છે. અમુક નિયમો વ્યક્તિઓના પરસ્પર ચાલતા વ્યવહારોને નિયંત્રિત કરવા માટે…

વધુ વાંચો >

દેશદ્રોહ

દેશદ્રોહ : પોતાના દેશની અખંડિતતા તથા સાર્વભૌમિકતાને આંચ આવે તેવું નાગરિકનું ગુનાઇત વર્તન અથવા વ્યવહાર. પોતાના દેશ પ્રત્યે વફાદારી રાખવી, એ દરેક નાગરિકની ફરજ છે. આ ફરજનું યોગ્ય પાલન થાય, તે માટે રાજ્યે પોતાના કાયદાઓમાં જોગવાઈ કરેલી હોય છે. તે અનુસાર દેશદ્રોહ એ ફોજદારી ગુનો બને છે. દેશદ્રોહ અંગેના ગુનામાં…

વધુ વાંચો >

દેશમુખ, ચિંતામણ દ્વારકાનાથ

દેશમુખ, ચિંતામણ દ્વારકાનાથ (જ. 14 જાન્યુઆરી 1896, નાતા, કોલાબા જિ., મહારાષ્ટ્ર; અ. 2 ઑક્ટોબર 1982, હૈદરાબાદ) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા સનદી અધિકારી, બૅંકિંગ અને નાણાક્ષેત્રના નિષ્ણાત, ભારતીય રિઝર્વ બૅંકના પ્રથમ ભારતીય ગવર્નર તથા ભારતના ભૂતપૂર્વ નાણાપ્રધાન. પિતા મહાડ તાલુકાનાં ગામોમાં વકીલાત કરતા હતા. માતાનું નામ ભાગીરથી. પ્રાથમિક શિક્ષણ મહાડ તાલુકાની…

વધુ વાંચો >

દેસાઈ, કે. ટી.

દેસાઈ, કે. ટી. (જ. 24 મે 1901; અ. 30 જાન્યુઆરી 1977) : ગુજરાતની વડી અદાલતના દ્વિતીય મુખ્ય ન્યાયમૂર્તિ. આખું નામ કાન્તિલાલ ઠાકોરદાસ દેસાઈ. 1927માં ઍડવોકેટ બન્યા. 1930માં મુંબઈ વડી અદાલતની ઓરિજિનલ સાઇડ (O.S.) પર ઍડવોકેટ તરીકે નોંધાયા. ટૂંકસમયમાં સમર્થ ધારાશાસ્ત્રી તરીકે નામના પ્રાપ્ત કરી. 1957માં મુંબઈની વડી અદાલતમાં ન્યાયાધીશ નિમાયા.…

વધુ વાંચો >

દેસાઈ, ધીરુભાઈ અંબેલાલ

દેસાઈ, ધીરુભાઈ અંબેલાલ (જ. 9 મે 192૦, સૂરત) : પ્રખર ધારાશાસ્ત્રી તથા ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. પિતા જૂના મુંબઈ રાજ્યના મહેસૂલ ખાતાના અમલદાર. પ્રાથમિક શિક્ષણ દિહેણ અને સૂરત ખાતે. સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી 1942માં ગ્રૅજ્યુએટ તથા સાર્વજનિક લૉ કૉલેજમાંથી 1944માં એલએલ.બી. થયા. ત્યારપછી સાર્વજનિક લૉ કૉલેજમાં કાયદાના પ્રાધ્યાપક તરીકે માનાર્હ…

વધુ વાંચો >