ઔષધશાસ્ત્ર
ગ્લાયકોસાઇડ ઔષધો
ગ્લાયકોસાઇડ ઔષધો : વનસ્પતિમાં વિસ્તૃત પ્રમાણમાં મળી આવતાં ઔષધીય ગુણધર્મો ધરાવતાં શર્કરા અને એગ્લાયકોનયુક્ત કાર્બોહાઇડ્રેટ સંયોજનોનો (એસેટલ) એક વર્ગ. તે રંગહીન કે રંગીન (પીળા, લાલ, નારંગી), સ્ફટિકમય કે અસ્ફટિકમય, પાણી કે આલ્કોહૉલમાં દ્રાવ્ય, ક્લૉરોફૉર્મ અને બેન્ઝિન જેવાં દ્રાવકોમાં અદ્રાવ્ય પ્રકાશક્રિયાશીલ (optically active) ઘન પદાર્થો છે. તેમનું વર્ગીકરણ ઍગ્લાયકોનની રાસાયણિક પ્રકૃતિ…
વધુ વાંચો >જાત્યાદિ તેલ
જાત્યાદિ તેલ : આયુર્વેદમાં ચામડી ઉપર થતા વ્રણ, સ્ફોટ, ફોડલી, વાઢિયા વગેરે ઉપર બહાર લગાડવા માટે વપરાતું પ્રવાહી ઔષધ. ચમેલીનાં પાંદડાં, લીમડાનાં પાંદડાં, પરવળનાં પાંદડાં, કરંજનાં પાંદડાં, મીણ, જેઠીમધ, ઉપલેટ, હળદર, દારુહળદર, કડુ, મજીઠ, પદ્મકાષ્ઠ, લોધર, હરડે, નીલકમળ, મોરથૂથું, સારિવા અને કરંજબીજનો કલ્ક બનાવી કલ્કથી ચારગણું તલનું તેલ તથા તેલથી…
વધુ વાંચો >જાયફળ (જાવંત્રી)
જાયફળ (જાવંત્રી) : ઘરગથ્થુ તેજાનો અને ઔષધદ્રવ્ય. લૅ. Myristica fragrans Houtt. ફળના બહારના આવરણને જાવંત્રી અને અંદરના બીજને જાયફળ કહે છે. કાયમ લીલું રહેતું આ ઝાડ ઘેરા લીલા રંગનાં પાન ધરાવે છે અને લગભગ 13થી 16 મી. ઊંચું ઘટાદાર હોય છે. તે મોલુકાસ નામના ટાપુમાં જંગલી અવસ્થામાં મળી આવે છે.…
વધુ વાંચો >જીવાણુજન્ય રોગોનાં ઔષધો
જીવાણુજન્ય રોગોનાં ઔષધો વ્યાખ્યા : સૂક્ષ્મ જીવાણુ અથવા બૅક્ટેરિયા, ફૂગ તથા વિષાણુ (virus) વગેરેથી થતા રોગો જીવાણુજન્ય રોગો કહેવાય છે; તેમાં કૉલેરા, ટાઇફૉઇડ, ન્યુમોનિયા, મૅનિન્જાઇટિસ, ઝાડા, દરાજ, ખરજવું, હર્પિસ, અછબડા, એઇડ્ઝ (AIDS) વગેરે ઘણા રોગોની ગણના થાય છે. જે તે રોગોના જીવાણુ શરીરમાં પ્રવેશ કરી વિભાજન/વિકાસ દ્વારા વૃદ્ધિ પામે છે.…
વધુ વાંચો >જીવાણુરહિત રોગોનાં ઔષધો
જીવાણુરહિત રોગોનાં ઔષધો કોઈ જીવાણુને લીધે નહિ; પરંતુ અન્ય કારણોથી થતા રોગો. આ કારણોમાં શરીરનાં ચયાપચય(metabolism)માં ફેરફાર, જન્મજાત ખામી હોવી અગર પાછળથી ખામી ઉદભવવી, આનુવંશિક યા જનીનની ખામી, વાતાવરણની અસરથી ઉદભવતી ખામી વગેરે ગણાવી શકાય. માનવીમાં સામાન્ય ઍમિનોઍસિડ(દા. ત., ફિનાઇલ એલેનિન)માં વિઘટન માટે જરૂરી એવા ઉત્સેચકની ખામી ફિનાઇલ કીટોન્યુરિયા (PKU)…
વધુ વાંચો >જેનર, એડવર્ડ
જેનર, એડવર્ડ (જ. 17 મે 1749, બર્કલી, ગ્લાસ્ટરશાયર; અ. 26 જાન્યુઆરી 1823, બર્કલી) : બળિયાની રસીના શોધક. જન્મ ઇંગ્લૅન્ડના ગામડામાં એક પાદરીને ત્યાં થયો. 5 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું. પાદરી મોટા ભાઈએ જેનરને ઉછેર્યા. નાનપણથી જ કુદરત તરફ પ્રેમ હતો, જે તેમના મૃત્યુ સુધી કાયમ રહ્યો. તેમણે પાઠશાળા(grammar school)માં…
વધુ વાંચો >જેન્ટામાઇસિન
જેન્ટામાઇસિન : માઇક્રોમૉનોસ્પોરા પર્યુરિયા અને એમ. એન્કનોસ્પોરામાંથી મેળવાતું વ્યાપક પ્રભાવ ધરાવતું પ્રતિજૈવિક ઔષધ-સંકુલ. તે ઍમિનોગ્લાયકોસાઇડ છે અને મુખ્યત્વે 3 પદાર્થોનું, જેન્ટામાઇસિન, C1, C1A અને C2નું મિશ્રણ છે; તેમાં જેન્ટામાઇસિન C1 60 % જેટલું હોય છે. તે નીચેના જીવાણુઓની પ્રજાતિ(species)ના પ્રતિકાર માટે વપરાય છે : એન્ટેરોબૅક્ટર, ઍશરિકિયા, ક્લેબસિયેલા, પ્રૉટિયસ અને સેરેટિયા.…
વધુ વાંચો >ટ્રાયટર્પિનૉઇડ ઔષધો
ટ્રાયટર્પિનૉઇડ ઔષધો : ત્રણ ટર્પિન એકમો હોય એટલે કે 30 કાર્બન પરમાણુવાળી રચના હોય એવાં ઔષધો. તે વનસ્પતિમાંથી વધુ મળે છે. વનસ્પતિમાં ટ્રાયટર્પિન મુખ્યત્વે સૅપોનિન, ગ્લાયકોસાઇડ રૂપમાં હોય છે. સૅપોનિન ધરાવતી આવી વનસ્પતિ માનવી પુરાણકાળથી સાબુની માફક વાપરતો આવ્યો છે. કારણ કે તે પાણી સાથે સાબુની માફક ફીણ ઉત્પન્ન કરે…
વધુ વાંચો >ડિજિટાલિસ
ડિજિટાલિસ : હૃદયની ઘટેલી કાર્યક્ષમતાને વધારવા વપરાતું એક મહત્વનું ઔષધ છે અને હૃદય શરીરમાં બધે લોહી ધકેલવાનું મુખ્ય કાર્ય કરે છે. તેમાં જ્યારે નિષ્ફળતા ઉદભવે ત્યારે તેને હૃદયકાર્ય-નિષ્ફળતા અથવા હૃદઅપર્યાપ્તતા (cardiac failure) કહે છે. હૃદયનાં સંકોચનોનું બળ વધારીને ડિજિટાલિસ લોહી ધકેલવાનું હૃદયનું કાર્ય વધારે છે. હૃદયનાં સંકોચનોનું બળ વધારતાં ઔષધોને…
વધુ વાંચો >નિયોમાઇસિન
નિયોમાઇસિન : 1949માં વેક્સમેન અને લિયોવેલિયર (Lechevalier) દ્વારા સ્ટ્રોપ્ટોમાયસિસ ફ્રેડિયેમાંથી મેળવવામાં આવેલ પ્રતિજૈવિક (antibiotic). તે પાણી અને મિથેનૉલમાં દ્રાવ્ય, પણ મોટાભાગનાં કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. આ પ્રતિજૈવિક સંકીર્ણ ત્રણ એમિનોગ્લાઇકોસાઇડનું મિશ્રણ છે, જે બધા પ્રતિસંક્રામક (antiinfective) પદાર્થો તરીકે વર્તે છે. કેટલાક વ્યુત્પન્નો (derivatives) ફૂગનાશક (fungicidal) ગુણ પણ ધરાવે છે. A…
વધુ વાંચો >