ઔષધશાસ્ત્ર

ઔષધો

ઔષધો : મનુષ્યો કે પ્રાણીઓમાં રોગના નિદાન અને તેના ઉપચાર માટે વપરાતા કે રોગનિરોધી (prophylactic) ગુણો ધરાવતા પદાર્થો. ઔષધિની વ્યુત્પત્તિ ‘ओषं रूजं धयति इति औषधि:’ કરવામાં આવી છે. ઔષધોનો ઉપયોગ રોગ દ્વારા થતાં શારીરિક કે માનસિક દુ:ખ, વેદના, દર્દ અથવા તકલીફ ઓછી કે દૂર કરવા માટે થાય છે. ઐતિહાસિક :…

વધુ વાંચો >

ઔષધો અને ઔષધોનાં કાર્યો

ઔષધો અને ઔષધોનાં કાર્યો (drugs and drug actions) દવાઓ અને તેમની અસરની વિચારણા. સજીવોના રોગોની સારવારમાં, રોગો થતા અટકાવવામાં તથા રોગોના નિદાનમાં વપરાતાં રસાયણોને ઔષધ (drug) અથવા દવા (medicine) કહે છે. ઔષધની સાથે તેની અસર વધારનાર કે રંગ અને સુગંધ ઉમેરનાર પદાર્થો ભેળવીને બનાવાતા દ્રવ્યને દવા કહે છે. મૃત્યુ કે…

વધુ વાંચો >

ઔષધોનું પરીક્ષણ અને પૃથક્કરણ

ઔષધોનું પરીક્ષણ અને પૃથક્કરણ ઔષધને મૂળ રૂપમાં કે અન્ય રૂપમાં માનક (standard) ઠેરવવા માટે ફાર્માકોપિયામાં નિયત કરેલા કેટલાક માપદંડ (parameters) લાગુ પાડીને ફાર્માકોપિયા પ્રમાણે તે ઔષધ માનક છે કે નહિ તે નક્કી કરી શકાય છે. માનક ન હોય તે ઔષધ વાપરી શકાય નહિ. ઔષધનિયંત્રણતંત્ર આ બાબતમાં ઘણું કડક હોય છે.…

વધુ વાંચો >

કડવાં ઔષધો

કડવાં ઔષધો : સ્વાદે કડવાં વનસ્પતિજ ઔષધદ્રવ્યો. ઘણા પ્રાચીન સમયથી વિશ્વના વિવિધ ભાગોમાં આ પ્રકારનાં ઔષધો કટુબલ્ય (bitter tonic), જ્વરહર અને જઠરના રસોને ઉત્તેજિત કરી ભૂખ વધારનાર તરીકે વપરાય છે. આમાંનાં ઘણાં જે તે દેશના ફાર્માકોપિયામાં અધિકૃત હોય છે. કડવાં ઔષધોમાં મુખ્યત્વે કડવા પદાર્થો હોય છે, જે રાસાયણિક રીતે ગ્લાયકોસાઇડ…

વધુ વાંચો >

કાર્બનિક ઔષધ-રસાયણ (Organic Pharmaceutical Chemistry)

કાર્બનિક ઔષધ-રસાયણ (Organic Pharmaceutical Chemistry) : ઔષધીય ગુણો ધરાવતા તથા ઔષધોના ઉપયોગમાં મદદકર્તા કાર્બનિક પદાર્થોનું રસાયણ. કાર્બનિક પદાર્થોના પદ્ધતિસર અભ્યાસ ઉપરાંત ઔષધ તરીકે પદાર્થોની પરખ, આમાપન (assay), તેમાં રહેલી વિષાળુ અશુદ્ધિઓની પરખ વગેરે બાબતના અભ્યાસ ઉપર ફાર્માકોપિયા અનુસાર વધુ ભાર મુકાય છે. વળી કાર્બનિક સંશ્લેષણનો અતિ ઝડપી વિકાસ થતાં જરૂરી…

વધુ વાંચો >

કાર્લસન, ઍરવિડ

કાર્લસન, ઍરવિડ (જ. 25 જાન્યુઆરી 1923, ઉપ્સલા, સ્વીડન) : 2000ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ઔષધગુણવિજ્ઞાની (pharmacologist). તેમણે 1951માં યુનિવર્સિટી ઑવ્ લૂન્ડ, સ્વીડનમાંથી આયુર્વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી, જ્યાં જુદાં જુદાં પદસ્થાનો પર તેમણે શૈક્ષણિક કાર્ય કર્યું. 1959માં તે ગૂટેનબર્ગ યુનિવર્સિટીમાં ઔષધગુણવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. મનુષ્યના મગજમાં 100 અબજ કરતાં વધારે ચેતાકોષો હોય…

વધુ વાંચો >

કીલેટક

કીલેટક (chelating agent) : સીસા અને પારા જેવી ભારે ધાતુઓની ઝેરી અસર અટકાવવા તેમની સાથે રાસાયણિક રીતે સંયોજાઈને બિનઝેરી બનતાં અને પેશાબમાં સહેલાઈથી નીકળી શકે એવાં રસાયણો. સીસા અને પારા જેવી ભારે ધાતુઓના પરમાણુઓ શરીરમાં એકઠા થઈ ઝેરી અસર પેદા કરે છે. આવી ભારે ધાતુઓને શરીરમાંથી બહાર લઈ જવા માટે…

વધુ વાંચો >

કુંવારપાઠું

કુંવારપાઠું : એકદળી વર્ગમાં આવેલા લીલીયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aloe barbadensis Mill. syn Aloe vera (સં. कुमारी; ગુ. કુંવાર; અં. Trucaloe, Barbados) છે. તે 30થી 40 સેમી. ઊંચા થાય છે. તેની શાખાઓ વિરોહ રૂપે, ભૂગર્ભીય પ્રકાંડ; મૂલરૂક; માંસલ; તલસ્થાને પહોળાં આછાં લીલાં કંટકીય, કિનારીવાળાં સાદાં પર્ણો, ઑગસ્ટથી…

વધુ વાંચો >

કૂકડવેલ (કુકરપાડાની વેલ)

કૂકડવેલ (કુકરપાડાની વેલ) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa echinata Roxb. (સં. દેવદાલી; હિં. સોનૈયા, બંદાલ, બિદાલી; બં. દેયતાડા; મ. દેવડાંગરી, કાંટેઇન્દ્રાવણ; ક. દેવદાળી, દેવડંગર; તે. ડાતરગંડી; અં. બ્રિસ્ટલીલ્યુફા) છે. તે પાતળી, અલ્પ પ્રમાણમાં રોમિલ અને ખાંચવાળું પ્રકાંડ ધરાવતી સૂત્રારોહી વનસ્પતિ છે. તે ઉત્તર…

વધુ વાંચો >

કૂંવાડિયો

કૂંવાડિયો : દ્વિદળી વર્ગના સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia tora Linn. (સં. ચક્રમર્દ; હિં. પવાડ, બં. એડાંચી, ચાકુંદા; મ. તરોટા, ટાકળા; ક. ટકરીકે; તે. ટાંટ્યમુ, તગિરિસ; તા. તગેરે, વિંદુ; મલ. તકર; અં. ઓવલલીવ્ડ કેશ્યા) છે. તે નાનો, 30 સેમી.થી 100 સેમી. ઊંચો, શાકીય, એકવર્ષાયુ, અપતૃણ તરીકે ઊગી…

વધુ વાંચો >