ઔષધશાસ્ત્ર

નૂતન વનસ્પતિજ ઔષધો

નૂતન વનસ્પતિજ ઔષધો છેલ્લા બે શતક દરમિયાન વનસ્પતિમાં રહેલા સક્રિય ઘટકોની માહિતી પ્રાપ્ત થવાને કારણે મેળવાયેલાં ઔષધો. આદિ માનવ વનસ્પતિની પેદાશોનો ઉપયોગ આહાર માટે કરતો. તેમાંથી જે વનસ્પતિની ઝેરી કે અવળી અસર થતી તેનો ઉપયોગ તે આહાર માટે ન કરતાં ઔષધ તરીકે કરતો થયો; દા. ત., એરંડાનાં બીજ રેચક અસર…

વધુ વાંચો >

પીડાશામકો (analgesics)

પીડાશામકો (analgesics) : દુખાવો ઘટાડતી દવાઓ. દુખાવો મટાડતી દવાઓ અસરકારક, ઓછી જોખમી અને ઝડપથી કાર્ય કરતી હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેમને વાપરવા માટે ત્રિસોપાની પદ્ધતિ (3 step method) દર્શાવી છે. પ્રથમ પગલારૂપે ઍસ્પિરિન, એસિટાઍમિનોફેન (પેરેસિટેમોલ) અથવા બિનસ્ટિરોઇડી પીડાશામક  પ્રતિશોથકારી ઔષધો (nonsteroidal analgesic antiinflammatory drugs, NSAIDs) વપરાય છે. જો પીડા…

વધુ વાંચો >

પેન્ટાઝોસીન

પેન્ટાઝોસીન : અફીણજૂથની ઓછી વ્યસનાસક્તિ કરતી, અસરકારક, દુખાવો ઘટાડતી અને સુયોજિત વૈજ્ઞાનિક પ્રયાસોથી સંશ્લેષિત (synthesized) કરાયેલી દવા. તે બેન્ઝોમૉર્ફીન નામના રસાયણમાંથી મેળવાયેલું ઉપોપાર્જિત દ્રવ્ય (derivative) છે. તેનું રાસાયણિક બંધારણ નીચે મુજબ છે : મૉર્ફીનના અણુમાંના 17મા સ્થાનના નાઇટ્રોજન પર એક મોટું અવેજી ઘટક (substituent) છે, જે તેની સમધર્મી-વિષમધર્મી ક્રિયા માટે…

વધુ વાંચો >

પેરાસિટેમૉલ (એસિટિલઍમિનોફિનોલ)

પેરાસિટેમૉલ (એસિટિલઍમિનોફિનોલ) : દુખાવો અને તાવ ઘટાડતું ઔષધ. તે કોલસીડામર(coal-tar)જૂથના પીડાશામક (analgesic) ઔષધ તરીકે પણ ઓળખાય છે. તેનું શાસ્ત્રીય નામ એન-એસિટિલ-4-ઍમિનોફિનોલ છે. તેનો સૌપ્રથમ ઉપયોગ 1893માં ફોન મેરિંગે કર્યો હતો. તે અગાઉ વપરાતી એસિટાનિલિડ અને ફિનેસેટિન નામની દવાઓનું સક્રિય ચયાપચયી શેષદ્રવ્ય છે તેવું જાણમાં આવ્યા પછી 1949થી તે વ્યાપક વપરાશમાં…

વધુ વાંચો >

પેરાસેલ્સસ

પેરાસેલ્સસ (જ. નવેમ્બર 1493, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 24 સપ્ટેમ્બર 1541, સાલ્ઝબર્ગ) : સ્વિસ કીમિયાગર (alchemist) તથા દાક્તર, ઔષધવિજ્ઞાનના સ્થાપક. પિતા ઝુરિક નજીક વૈદું કરતા, જેમણે વૈદક અંગેનું પ્રાથમિક જ્ઞાન આપેલું. સ્ટ્રાસબર્ગમાં સ્થાયી થયા તે અગાઉ ખૂબ મુસાફરી કરેલી. આ મુસાફરી દરમિયાન તેમણે કેટલીક વગદાર વ્યક્તિઓની સારવાર કરી, તેમને સાજા કરેલા. પરિણામે…

વધુ વાંચો >

પેશીસંવર્ધન-ઔષધો (tissue culture drugs)

પેશીસંવર્ધન–ઔષધો (tissue culture drugs) : ઉચ્ચ કોટિનાં પ્રાણીઓ(higher animals)ની કે વનસ્પતિની પેશી (tissue), તેના ટુકડા અથવા અલગ કરેલા કોષોના કૃત્રિમ સંવર્ધન  પેશીસંવર્ધન દ્વારા મેળવવામાં આવતાં ઔષધો. હાલ વનસ્પતિઓમાંથી મળતી ઔષધિઓનો પૂરતો જથ્થો મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે; કારણ કે માનવી આડેધડ વનસ્પતિનો નાશ કરે છે અને તેને પૂરતા પ્રમાણમાં ઉગાડતો…

વધુ વાંચો >

પ્રાકૃતિક અને સાંશ્લેષિક ઔષધો

પ્રાકૃતિક અને સાંશ્લેષિક ઔષધો વનસ્પતિ કે સમુદ્ર જેવા કુદરતી સ્રોતોમાંથી મળી આવતા (પ્રાકૃતિક) તથા પ્રયોગશાળામાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંશ્લેષણ કરીને મેળવાતાં (સાંશ્લેષિક) ઔષધો. પ્રાકૃતિક ઔષધો મુખ્યત્વે વનસ્પતિમાંથી – નાના છોડ (herb), થોડાક મોટા છોડ (shrub), વૃક્ષ કે વેલમાંથી મળે છે. સાંશ્લેષિક ઔષધો એ રાસાયણિક સંયોજનો છે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા…

વધુ વાંચો >

પ્રાકૃતિક ઔષધોનું મૂલ્યાંકન

પ્રાકૃતિક ઔષધોનું મૂલ્યાંકન ઔષધિનાં અભિજ્ઞાન, શુદ્ધતા અને ગુણવત્તાનું નિર્ધારણ. શુદ્ધતા એ પદાર્થની અનુપસ્થિતિ અને ગુણવત્તા એ ઔષધિની સક્રિયતા તથા એના અંત:સ્થ ગુણો નક્કી કરે છે. ઔષધિનું મૂલ્યાંકન ત્રણ હેતુસર જરૂરી છે : (1) ઔષધિમાં જીવરાસાયણિક પરિવર્તન; (2) સંચયન દરમિયાન ઔષધિમાં અવનતિ (deterioration); (3) પ્રતિસ્થાપન અને અપમિશ્રણ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (World…

વધુ વાંચો >

પ્રાકૃતિક ઔષધોનું વર્ગીકરણ

પ્રાકૃતિક ઔષધોનું વર્ગીકરણ કુદરતમાં મળી આવતી વનસ્પતિનાં વિવિધ અંગોમાંથી પ્રાપ્ત થતાં ઔષધોનું વર્ગીકરણ. ભારત તેની પલટાતી આબોહવા તથા વાનસ્પતિક વિવિધતા માટે જાણીતો છે. ઔષધીય તત્વો તથા ઉડ્ડયનશીલ તેલો ધરાવતા આવા આશરે 2,000 જેટલા છોડ અથવા વનસ્પતિ છે. ઔષધ બે રીતે મળે છે : (i) પ્રયોગશાળામાં વિવિધ રાસાયણિક પ્રક્રિયા દ્વારા મળતાં…

વધુ વાંચો >

પ્રાકૃતિક સત્વરૂપ અને સંશ્લેષિત ઔષધો

પ્રાકૃતિક સત્વરૂપ અને સંશ્લેષિત ઔષધો : કુદરતમાંથી મેળવવામાં આવતાં ક્રિયાશીલ સત્વો તથા તેમાંથી રાસાયણિક સંશ્લેષણ દ્વારા મેળવાતાં ઔષધો. પ્રાકૃતિક વનસ્પતિવૃક્ષો, છોડનાં મૂળ, પર્ણો અને અન્ય ભાગોમાં રહેલાં ક્રિયાશીલ તત્વો કે સત્વોને સામાન્ય રીતે અર્ક રૂપે મેળવવામાં આવે છે. આવા અર્ક કાં તો સીધા ઔષધ તરીકે વપરાય છે અથવા તેમને માવજત…

વધુ વાંચો >