ઔષધશાસ્ત્ર

ઔષધ-અભિજ્ઞાન

ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…

વધુ વાંચો >

ઔષધકોશ

ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…

વધુ વાંચો >

ઔષધનિયંત્રણતંત્ર

ઔષધનિયંત્રણતંત્ર : ખોરાક અને ઔષધની ગુણવત્તા તથા ભેળસેળ ઉપર દેખરેખ રાખવા રાજ્ય સરકારે સ્થાપેલ તંત્ર. રાજ્યમાં બનતાં તથા વેચાતાં ઔષધોની ગુણવત્તા ઉપર નિયંત્રણ રાખવાનું તેમજ જાહેર જનતાને શુદ્ધ ખોરાક મળે તે માટે ખોરાકના નમૂના લઈ તેની તપાસ કરવાનું કાર્ય ખોરાક અને ઔષધનિયમન તંત્ર સંભાળે છે. આરોગ્યજાળવણીનું આ કાર્ય રાજ્ય સરકારના…

વધુ વાંચો >

ઔષધનિર્માણ ઉદ્યોગ

ઔષધનિર્માણ ઉદ્યોગ ભારતમાં ઔષધનિર્માણ ઉદ્યોગ : ભારતમાં સરકારી આંકડા મુજબ હાલ 20,000 કરતાં વધુ કંપનીઓ ઔષધનિર્માણક્ષેત્રે સક્રિય છે. જોકે ઔષધનિર્માણ-ઉદ્યોગના સંઘમાં 8,000 જેટલી કંપનીઓ સભ્યપદ ધરાવે છે. ભારત સરકારે 24 રાજ્યોમાં જે કંપનીઓને ઔષધનિર્માણ માટે લાઇસન્સ આપેલાં છે. તેમાં 12,526 કંપનીઓ દવાઓ બનાવે છે; 4,354 કંપનીઓ ફૉર્મ્યુલેશન્સ બનાવે છે અને…

વધુ વાંચો >

ઔષધનિર્માણ – ભૌતિક ક્રિયાઓ

ઔષધનિર્માણ, ભૌતિક ક્રિયાઓ ઔષધનાં વિવિધ પ્રરૂપો તૈયાર કરવામાં તથા કુદરતમાં મળતાં ઔષધીય દ્રવ્યોમાંથી સક્રિય ઘટકો શુદ્ધ રૂપમાં અલગ કરવા માટેની ક્રિયાવિધિ. આ ક્રિયાઓને રાસાયણિક ઇજનેરીમાં એકમ પ્રચાલનો(unit-operations)ના વર્ગમાં મૂકવામાં આવે છે. આ ક્રિયાઓ મુખ્યત્વે ભૌતિક ફેરફારો કરતી ક્રિયાઓ છે. ઘન તથા પ્રવાહીઓનું તથા ઊર્જાનું સ્થાનાન્તર, બાષ્પીભવન, સ્ફટિકીકરણ, શુષ્કન, ચાળણ, ગાળણ…

વધુ વાંચો >

ઔષધનિર્માણશાસ્ત્ર

ઔષધનિર્માણશાસ્ત્ર (pharmaceutics) : દર્દીને આપવા માટે કોઈ પણ ઔષધનું સુયોગ્ય પ્રરૂપ(form)માં રૂપાંતર કરવાની વિદ્યા. આ માટે ભૈષજિકી શબ્દપ્રયોગ પણ વપરાય છે. ઔષધોનું આધુનિક સમયમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું જરૂરી બનતાં આ શાખાની આગવી ટેક્નૉલૉજી ફાર્મસ્યૂટિકલ ટેક્નૉલૉજી તરીકે વિકસી છે. ઔષધો અંગેનું જ્ઞાન ઘણું પ્રાચીન છે. ભારતમાં જ્ઞાનની આગવી શાખા તરીકે…

વધુ વાંચો >

ઔષધરસાયણશાસ્ત્ર

ઔષધરસાયણશાસ્ત્ર (pharmaceutical chemistry) : ઔષધીય ગુણધર્મો ધરાવતા પદાર્થોનું રસાયણશાસ્ત્ર. ઔષધશાસ્ત્રની આ શાખામાં ઔષધ તરીકે માન્ય થયેલા પદાર્થના સંશ્લેષણની રીતો, શુદ્ધીકરણની રીતો અને અન્ય ગુણધર્મોનો અભ્યાસ તથા તેમાં રહેલી અશુદ્ધિઓની મર્યાદા નક્કી કરવાની રીતો, તેનું આમાપન (assay) વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ઔષધરસાયણશાસ્ત્રમાં સામાન્ય રસાયણશાસ્ત્રની વિવિધ શાખાઓ(અકાર્બનિક રસાયણ, કાર્બનિક રસાયણ,…

વધુ વાંચો >

ઔષધશાસ્ત્ર

ઔષધશાસ્ત્ર (pharmacy) : ઔષધોની શોધ, વિકાસ અને તેમના સરળ યોગ (formulation) રૂપે ઉત્પાદન અને વિતરણ સાથે સંકળાયેલ આરોગ્યલક્ષી વ્યવસાય. મનુષ્ય તથા પ્રાણીઓને થતા રોગના નિદાન કે ઉપચાર માટે, રોગને હળવો કરવા કે થતો અટકાવવા માટે, રોગથી થતી વિકૃત શારીરિક અવસ્થા તથા રોગનાં ચિહનો દૂર કરવા માટે અને જૈવિક કાર્યના પુન:…

વધુ વાંચો >

ઔષધશાસ્ત્ર – ઉપચારકેન્દ્રીય

ઔષધશાસ્ત્ર, ઉપચારકેન્દ્રીય (clinical pharmacy) : ઔષધશાસ્ત્રી(pharmacist)ની નિર્ણાયક શક્તિ, કુશળતા અને ઔષધશાસ્ત્ર તથા જીવઔષધવિજ્ઞાનની જાણકારીનો ઉપયોગ કરી ઔષધની અસરકારકતા, સલામતી, કિંમત અને રોગને અનુરૂપ ઔષધની ચોકસાઈ જેવાં અનેક પાસાંઓને સ્પર્શતી ઔષધશાસ્ત્રની એક શાખા. ઉપચારકેન્દ્રીય ઔષધશાસ્ત્રને ચિકિત્સાલય-ઔષધશાસ્ત્ર(hospital pharmacy)માં પણ આવરી લેવામાં આવે છે. ચિકિત્સાલય-ઔષધશાસ્ત્ર વિસ્તૃત રીતે ચિકિત્સાલયમાં ઔષધનાં વ્યવસ્થા અને વિતરણને સાંકળે…

વધુ વાંચો >

ઔષધશાસ્ત્ર-શિક્ષણ (ભારતમાં)

ઔષધશાસ્ત્ર-શિક્ષણ (ભારતમાં) : ઔષધશાસ્ત્ર(pharmacy)ની વિવિધ શાખાઓમાં પારંગત નિષ્ણાતો તૈયાર કરવાનું વિશિષ્ટ શિક્ષણ. ભારતમાં પદ્ધતિસરના ફાર્મસી-શિક્ષણની શરૂઆત બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જુલાઈ, 1932થી બી.એસસી. ડિગ્રીમાં ફાર્મસ્યૂટિકલ કેમિસ્ટ્રીને એક વિષય તરીકે રાખવાની મંજૂરીથી થઈ ગણાય. આમાં પ્રેરણા પંડિત મદનમોહન માલવિયાની, સલાહસૂચનો કર્નલ આર. એન. ચોપરા, રાજશેખર બોઝ, સર પી. સી. રે અને સર…

વધુ વાંચો >