એરચ મા. બલસારા
ઍડિંગ્ટન, આર્થર સ્ટેનલી (સર)
ઍડિંગ્ટન, આર્થર સ્ટેનલી (સર) (જ. 28 ડિસેમ્બર 1882, કૅન્ડલ, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1944, કેમ્બ્રિજ) : આધુનિક સમયના મહાન અંગ્રેજ ખગોળવેત્તા. ખ્રિસ્તી ધર્મના એક પેટા ‘ક્વેકર’ સંપ્રદાયી માબાપને ત્યાં તેમણે જન્મ લીધો હતો. પિતા સ્થાનિક શાળાના મુખ્ય શિક્ષક હતા; કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કરીને 1904માં ગણિતના વિષયના ‘ફેલો’ તરીકે નિમાયા…
વધુ વાંચો >ઍનિમૉમિટર
ઍનિમૉમિટર (anemometer) : પવનની ઝડપ માપવા માટેનું સાધન. રૉબિન્સન અથવા વાડકા આકારના ઍનિમૉમિટર(Cup animometer)માં ચાર ગોળાર્ધ વાડકાઓને, તેમની અંતર્ગોળ સપાટીઓ પરિભ્રમણ(rotation)ની દિશામાં જ હોય તે રીતે, એકબીજાને લંબ આવેલી ચાર ભુજાઓ ઉપર જકડેલા હોય છે. આખું તંત્ર પવનની ઝડપને લગભગ અનુપાતિક (proportional) દરે પ્રચક્રણ (spin) કરતું હોય છે. અદ્યતન વાડકા…
વધુ વાંચો >ઍમિટર
ઍમિટર : વિદ્યુતપ્રવાહ માપવા માટેનું સાધન. વિદ્યુતપ્રવાહના માપનો માનક (unit) ઍમ્પિયર હોવાથી આ સાધનને ઍમિટર કે ઍમ્પિયરમિટર પણ કહે છે. વિદ્યુતપ્રવાહ બે પ્રકારના હોય છે : (i) એક જ દિશામાં વહેતો દિષ્ટ પ્રવાહ direct current – d.c.), (ii) દિશા બદલીને ઊલટ-સૂલટ વહેતો પ્રત્યાવર્તી પ્રવાહ (alternating current – a.c.). તેથી ઍમિટરના…
વધુ વાંચો >ઍમ્પિયરનો નિયમ
ઍમ્પિયરનો નિયમ (Ampere’s Law) : વિદ્યુતપ્રવાહનો લંબાઈનો અલ્પાંશ (element), તેની નજીકના કોઈ બિંદુ આગળ, ચુંબકીય પ્રેરણ (magnetic induction) કે ફલક્સ ઘનત્વ B માટે કેટલું પ્રદાન કરે છે તે દર્શાવતો, વિદ્યુતચુંબકત્વ(electro-magnetism)નો નિયમ. આ નિયમ કેટલીક વાર લાપ્લાસના નિયમ તરીકે પણ ઓળખાય છે. આન્દ્રે-મારી ઍમ્પિયર નામના ફ્રેંચ વિજ્ઞાનીએ 1820થી 1825 દરમિયાન કરેલા…
વધુ વાંચો >ઍરી, જ્યૉર્જ બિડલ (સર)
ઍરી, જ્યૉર્જ બિડલ (સર) (જ. 27 જુલાઈ 1801, ઍલનવીક, નૉર્ધમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 2 જાન્યુઆરી 1892, ગ્રિનિચ, લંડન) : વિવિધ વિષયોમાં પ્રવીણતા ધરાવનાર અંગ્રેજ વિજ્ઞાની; અને સાતમો ક્રમાંક ધરાવતા રાજ-ખગોળશાસ્ત્રી (Royal Astronomer) (1835થી 1881). 46 વર્ષ જેટલા લાંબા સમય સુધી આ સ્થાન શોભાવી, નવાં ઉપકરણો વસાવીને, રાજ્યની ગ્રિનિચની વેધશાળાના આધુનિકીકરણ માટે…
વધુ વાંચો >ઍસ્ટ્રૉલૅબ
ઍસ્ટ્રૉલૅબ : ઈ. પૂ. ત્રીજી સદીમાં ખગોળીય પદાર્થોનાં સ્થાન તેમજ ઊંચાઈ નક્કી કરવા માટે ગ્રીસમાં ઉપયોગમાં લેવાયેલું વિશ્વનું પ્રાચીન ઉપકરણ. ગ્રીક ભાષામાં astro = તારો અને labio = શોધક ઉપરથી આ ઉપકરણને ઍસ્ટ્રૉલૅબ (તારાશોધક – star finder) એવું નામ આપવામાં આવ્યું. તેનું કાર્ય ખગોળીય પદાર્થની ઊંચાઈ ઉપરથી સમય તેમજ નિરીક્ષકનું…
વધુ વાંચો >ઑઝુ અસર
ઑઝુ અસર (Auger effect) : ફ્રેન્ચ વિજ્ઞાની પિયેર વિક્તર ઑઝુએ શોધેલી પરમાણુ ભૌતિકવિદ્યા(automic physics)ની એક સ્વત: પ્રવર્તિત (spontaneous) પ્રક્રિયા. પરમાણુને ન્યૂક્લિયસ અને તેની ફરતે એકકેન્દ્રીય (concentric) ઇલેક્ટ્રૉન કવચો (shells) આવેલાં હોય છે. અંત:સ્થ ‘K’ કવચમાંનાં ઇલેક્ટ્રૉનને, ઇલેક્ટ્રૉનના પ્રચંડ વર્ષણ અથવા ન્યૂક્લિયસના શોષણ દ્વારા કે અન્ય રીતે દૂર કરવામાં આવે, ત્યારે…
વધુ વાંચો >ઑપ્ટિકલ પમ્પિંગ
ઑપ્ટિકલ પમ્પિંગ : પ્રકાશ ઊર્જા વડે પરમાણુનું એક ઊર્જાસ્તરમાંથી બીજામાં સ્થાપન. પ્રકાશીય વિકિરણ (ર્દશ્ય વર્ણપટ કે તેની નજીકની પ્રકાશીય તરંગલંબાઈ) વડે, અણુ કે પરમાણુમાં જુદી જુદી ઊર્જા ધરાવતી, અમુક ક્વૉન્ટમ સ્થિતિના ઉષ્મીય સમતોલન(thermal equilibrium)માં પ્રબળ વિચલન ઉત્પન્ન કરવાની પ્રક્રિયા. ઉષ્મીય સમતોલનના T K (કેલ્વિન) તાપમાને E2 અને E1 ઊર્જાના ક્વૉન્ટમ…
વધુ વાંચો >ઑલ્બર્સનો વિરોધાભાસ
ઑલ્બર્સનો વિરોધાભાસ (Olbers’ paradox) : રાત્રે આકાશ તેજસ્વી ન દેખાતાં અંધકારમય કેમ દેખાય છે, તે અંગે બ્રહ્માંડ-વિજ્ઞાન(cosmos)નો એક વિરોધાભાસી કોયડો. બ્રહ્માંડ અસીમ હોય અને તેમાં પ્રકાશિત તારાઓ એકસરખા અંતરે આવેલા હોય તો પ્રત્યેક ર્દષ્ટિરેખા(line of sight)નો અંત છેવટે તો તારાની સપાટીએ આવે. એટલે કે કોઈ પણ દિશામાં નજર કરીએ કે…
વધુ વાંચો >કલા(phase)-ભૌતિકી
કલા(phase)-ભૌતિકી : સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion – SHM) કરતા કણ કે દોલક(oscillator)નું કોઈ પણ ક્ષણે, તેના ગતિપથ પર સ્થાન જાણવા માટે ઉપયોગમાં લેવાતી ભૌતિક રાશિ (physical quantity). આવી ગતિની ભૌમિતિક રજૂઆત કરતાં તેને કોઈ નિયમિત વર્તુળમય ગતિની, વર્તુળના વ્યાસ ઉપરની પ્રક્ષિપ્ત ગતિ (projected motion) તરીકે વર્ણવી શકાય. તેથી…
વધુ વાંચો >