એરચ મા. બલસારા

ઇલેકટ્રોન પ્રકાશિકી

ઇલેકટ્રોન પ્રકાશિકી (electron optics) : પ્રકાશ-કિરણોની માફક ઇલેકટ્રોન કિરણપુંજના અભ્યાસ અંગેની ભૌતિક વિજ્ઞાનની એક શાખા. ઇલેકટ્રોન પ્રકાશિકીના સિદ્ધાંતોનો ઉપયોગ, ટેલિવિઝનની નળીઓ, કૅથોડ-રે નળીઓ, ઇલેકટ્રોન માઇક્રોસ્કોપની ડિઝાઇન, સ્ફટિકની ઉપ-સૂક્ષ્મ સંરચના (submicroscopic structure) અને મુક્ત અણુઓના અભ્યાસ જેવાં ક્ષેત્રોમાં કરવામાં આવે છે. ઇલેકટ્રોન પ્રકાશિકીને બે વિભાગમાં વહેંચી શકાય : (1) ભૌમિતિક ઇલેકટ્રોન…

વધુ વાંચો >

ઇલેકટ્રોન માઇક્રોસ્કોપ

ઇલેકટ્રોન માઇક્રોસ્કોપ : પ્રવેગિત ઇલેકટ્રોન કિરણપુંજની અત્યંત નાની પ્રભાવી તરંગલંબાઈ વડે, વસ્તુની સૂક્ષ્મ વિગતોનું વિભેદન (resolution) દર્શાવતું પ્રતિબિંબ ઉત્પન્ન કરતું સાધન. તેના વડે 0.1 nm (1 nm = 1 નૅનોમીટર = 10–9 મીટર) જેટલા ક્રમની વિભિન્નતા (seperation) જોઈ શકાય છે. 2nm જેટલું વિભેદન તો સામાન્ય હોય છે. માનક (standard) પ્રકાશીય…

વધુ વાંચો >

ઇલેકટ્રોન વિવર્તન

ઇલેક્ટ્રૉન વિવર્તન (electron diffraction) : સ્ફટિકની અંદર બહુ પાસે પાસે આવેલા પરમાણુ સમતલો વડે થતું વિવર્તન (દ) બ્રૉગ્લી નામના ફ્રેન્ચ વિજ્ઞાનીએ 1924માં વિચાર્યું કે કુદરત બે મૂળભૂત રાશિઓની બનેલી છે : (1) દ્રવ્ય (કણ) અને (2) વિકિરણ. આ બંને રાશિઓને અનુલક્ષીને કુદરત સંમિતિ (symmetry) ધરાવતી હોવી જોઈએ. માટે જો વિકિરણને…

વધુ વાંચો >

ઈથર (ભૌતિકશાસ્ત્ર)

ઈથર (ભૌતિકશાસ્ત્ર) : ઓગણીસમી સદીમાં વિદ્યુતચુંબકીય તરંગો(ર્દશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, ઍક્સ વગેરે કિરણો)નાં પ્રસરણ (propagation) માટે પરિકલ્પિત સમગ્ર પૃથ્વી ઉપર – અવકાશ તેમજ દ્રવ્યમાં – પ્રસરેલું સર્વવ્યાપી માધ્યમ. ધ્વનિતરંગોનું પ્રસરણ હવા જેવા સ્થિતિસ્થાપક માધ્યમ દ્વારા થાય છે તો તરંગગતિનું પ્રસરણ અવકાશમાં એટલે કે કોઈ માધ્યમ વગર થાય તે હકીકત સમજી શકાય…

વધુ વાંચો >

ઉત્ક્રમણીયતા (reversibility)

ઉત્ક્રમણીયતા (reversibility) : કોઈ પણ પ્રકારની સ્પષ્ટ (net), અસર ઉત્પન્ન કર્યા સિવાય, ઉત્ક્રમણ દ્વારા, તંત્રને તેની પ્રારંભિક સ્થિતિમાં પુન: સ્થાપિત કરવાનો, ઉષ્માગતિશાસ્ત્ર(thermody-namics)ની અમુક પ્રક્રિયાઓનો ગુણધર્મ. યાંત્રિક તંત્ર(mechanical system)માં ઉત્ક્રમણીય પ્રક્રમનું એક વિશિષ્ટ ઉદાહરણ, ઢળતા ટેબલ ઉપર બનાવવામાં આવેલ એક ઘર્ષણરહિત (frictionless) ખાંચ(groove)માં ગબડી રહેલા દડાનું છે. ટેબલનો ઢાળ બીજી દિશામાં…

વધુ વાંચો >

ઊર્જા

ઊર્જા વિભાવના : કોઈ પ્રણાલીની કાર્ય કરવાની શક્તિનું પ્રમાણ દર્શાવતો ગુણધર્મ. ભૌતિક વિશ્વને સમજવા માટેની ઊર્જાની વિભાવના ઘણી અગત્યની છે. મૂળ ગ્રીક ભાષાના ‘એનર્જિયા’ (energia) શબ્દ ઉપરથી ઊર્જા શબ્દ યોજાયેલો છે. (en = અંદર અને ergon = કાર્ય). ઊર્જા કાં તો કોઈ ભૌતિક સ્થિર પદાર્થ સાથે (દા. ત., સ્પ્રિંગનું ગૂંચળું)…

વધુ વાંચો >

ઊંચાઈમાપક

ઊંચાઈમાપક (altimeter) : સમુદ્રની સપાટી કે ભૂમિતલને સંદર્ભ-સપાટી ગણીને, કોઈ સ્થળની ઊંચાઈ માપવા માટેનું સાધન. આ માપ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને તેને અનુસરીને થતા વાતાવરણના દબાણના ફેરફાર ઉપર આધારિત હોય છે. ઊંચાઈમાપક ઊંચાઈ માપવાના એકમ ફૂટ કે મીટરમાં અંકિત કરેલું હોય છે, જ્યારે નિર્દ્રવ વાયુદાબમાપક (aneroid barometer) દબાણ માપવાના એકમ…

વધુ વાંચો >

ઍક્ટિનૉમિટર

ઍક્ટિનૉમિટર (actinometer) : સૂર્યમાંથી કે કૃત્રિમ પ્રકાશસ્રોતમાંથી આવી રહેલાં વિદ્યુતચુંબકીય વિકિરણની રાસાયણિક ફેરફાર પેદા કરવાની શક્તિ માપવા માટેનું એક સાધન. આવી શક્તિને પ્રકાશરસોત્ક્રિય ગુણધર્મ (actinic property) કહે છે. પ્રકાશરસોત્ક્રિય વિકિરણની મર્યાદા અલ્ટ્રાવાયોલેટથી ઇન્ફ્રારેડ સુધીની છે. ઍક્ટિનૉમિટરનો મુખ્ય ઉપયોગ ફોટોગ્રાફીમાં પ્રકાશની તીવ્રતા માપવા માટે કરવામાં આવે છે. તેથી તેને લાઇટમિટર કે…

વધુ વાંચો >

એક્સ-રે સ્પેક્ટ્રૉસ્કોપી

એક્સ-રે સ્પેક્ટ્રૉસ્કોપી : સ્ફટિકના સમતલના પરમાણુઓ વડે એક્સ-કિરણોનું વિવર્તન (diffraction) થતાં, સ્ફટિકની આંતરરચના વિશે માહિતી આપતું શાસ્ત્ર. તેની મદદથી સ્ફટિક પદાર્થો, પ્રવાહીઓ, અસ્ફટિકમય પદાર્થો તથા મોટા પરમાણુઓની પરમાણુરચના તેમજ સ્થિતિ વિશે પણ જાણકારી પ્રાપ્ત થાય છે. સ્ફટિકનું બંધારણ એક લાખ ભાગમાં એક ભાગ જેટલી ચોકસાઈ સુધી આંતરઆણ્વીય પરિમાણમાં જાણી શકાય…

વધુ વાંચો >

એક્સાઇટોન

એક્સાઇટોન (exciton) : એક ઘટક તરીકે સ્ફટિકમાં ગતિ કરવા માટે મુક્ત એવું, ઇલેક્ટ્રૉન અને હોલનું સંયોજન. (hole = સંયોજકતા પટ્ટમાં ઇલેક્ટ્રૉનના અભાવવાળી (સ્થિતિ). ઇલેક્ટ્રૉન તેમજ ધનહોલ ઉપર એકસરખો અને વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર હોવાથી, એક્સાઇટોન ઉપર એકંદરે કોઈ વિદ્યુતભાર નથી. આ હકીકત એક્સાઇટોનના અભિજ્ઞાન(detection)ને મુશ્કેલ બનાવે છે; પરંતુ પરોક્ષ રીતે તેનું…

વધુ વાંચો >