ઊડિયા સાહિત્ય
સામલ વૈષ્ણવચરણ
સામલ, વૈષ્ણવચરણ (જ. 27 ફેબ્રુઆરી 1939, ચાહિગન, જિ. કેન્દ્રપરા, ઓરિસા) : ઊડિયા લેખક. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ., ડી.લિટ.ની પદવી મેળવી. તેઓ ઉત્કલ યુનિવર્સિટીમાં ઊડિયાના રીડર રહેલા. તેમણે આશરે 45 ગ્રંથો આપ્યા છે. ‘ઓડિયા ગલ્પ : ગતિ ઓ પ્રકૃતિ’ (1974, 91); ‘ક્ષુદ્ ગલ્પ : શ્રષ્ટા માનસ’ (1978); દૃષ્ટિ ઓ દિગંત’ (1980);…
વધુ વાંચો >સામંતરાય વીરેન્દ્રકુમાર
સામંતરાય, વીરેન્દ્રકુમાર (જ. 11 જુલાઈ 1946, પલાસરી, જિ. ખુરદા, ઓરિસા) : ઊડિયા બાલસાહિત્ય-લેખક. તેઓ બી.એ.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપનકાર્ય કરી સેવાનિવૃત્ત થયા. 1971થી બાળકોના માસિક ‘તુકુખુસી’ના સંપાદક રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 72 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પિલાન્કા ઉત્કલમણિ’ (1976); ‘ભારતજ્યોતિ ગ્રંથમાલા’ 10 ભાગમાં (તમામ ચરિત્રો); ‘સપના રૈજા’ (1977); ‘રાજરા સ્વપ્ન’…
વધુ વાંચો >સામંત સિમ્હારા અભિમન્યુ
સામંત સિમ્હારા, અભિમન્યુ (જ. 1757, બાલિયા, જિ. કટક, ઓરિસા; અ. 1806) : પ્રખ્યાત ઊડિયા કવિ. તેમનો જન્મ ક્ષત્રિય જમીનદાર પરિવારમાં થયો હતો. તેમણે પરંપરાગત સંસ્કૃત શાળામાં અને સદાનંદ કવિસૂર્ય પાસે વૈષ્ણવ સાહિત્ય અને તત્ત્વજ્ઞાન અંગેનું વિદ્યાજ્ઞાન મેળવ્યું. 9 વર્ષની ઉંમરે તેમણે કાવ્યરચના શરૂ કર્યાનું કહેવાય છે. સુકુમાર વયે તેમણે રચેલી…
વધુ વાંચો >સાહુ કેશવચંદ્ર
સાહુ, કેશવચંદ્ર (જ. 1 જુલાઈ 1917, કુમુદ જયપુર, જિ. કટક, ઓરિસા) : ઊડિયા કવિ અને નિબંધકાર. તેમણે એમ.ડી., પીએચ.ડી. (મેડિસિન); ઉત્કલ યુનિવર્સિટીમાંથી ડી.લિટ. તેમજ ડી.પી.એચ. (લંડન); ડી.સી.એચ.એફ.આર.એસ. (લંડન); એફ.એ.એ.ડી.-(અમેરિકા)ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ ઉત્કલ સાહિત્ય સમાજના પેટ્રન; ઓરિસા મેડિકલ કાઉન્સિલના સભ્ય; ઓરિસા વિજ્ઞાન અકાદમીના પ્રમુખ રહ્યા. તેઓ કટકની એસ.સી.બી. મેડિકલ…
વધુ વાંચો >સાહુ નટવર
સાહુ, નટવર (જ. 3 એપ્રિલ 1939, બાલિચંદરપુર, જિ. જયપુર, ઓરિસા) : ઊડિયા લેખક. તેમણે બી.એસસી.; એમ.એડ્.ની પદવી મેળવી. તેઓ માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ઓરિસાના મૂલ્યાંકન-અધિકારી રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 35 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘આમાર વૈજ્ઞાનિક મેઘાનંદ સહા’ (1971) અને ‘વિવેકાનંદ’ (1978) તેમના ઉલ્લેખનીય ચરિત્ર-ગ્રંથો; ‘આઉ એકા અધ્યાયારા આરંભા’ (1976), ‘ગોતિઆ…
વધુ વાંચો >સાહુ મોહપાત્ર નીલમણિ
સાહુ, મોહપાત્ર નીલમણિ (જ. 1926, નિઆલી, જિ. કટક, ઓરિસા; અ. 25 જૂન 2016, ભુવનેશ્વર ) : અદ્યતન ઊડિયા લેખક. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘અભિસપ્ત ગંધર્વ’ (1981) બદલ 1984ના વર્ષનો પ્રતિષ્ઠિત સરલા ઍવૉર્ડ તેમજ કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે. તેમણે અત્યાર સુધીમાં 19 વાર્તાસંગ્રહો, 2 નવલકથાઓ અને 10 નિબંધસંગ્રહો…
વધુ વાંચો >સાહુ સહદેવ
સાહુ, સહદેવ (જ. 9 એપ્રિલ 1941, રેકાબી બજાર, જજપુર, ઓરિસા) : ઊડિયા અને ભારતીય અંગ્રેજી લેખક. તેમણે 1963માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાં એમ.એ.ની પદવી મેળવી. 1964માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા. 1963-64માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રાધ્યાપક; માઇમા(MIMA)ના વ્યાવસાયિક સભ્ય; 1964માં વિશ્વભારતીમાં રાજ્યવહીવટના પ્રાધ્યાપક; અંગ્રેજી અઠવાડિક ‘સ્ટૅમ્પ્સ ઍન્ડ સ્ટૅમ્પ્સ’ના સંપાદક તથા…
વધુ વાંચો >સૂર્ય ઓ અંધાર
સૂર્ય ઓ અંધાર : કવિ રાધામોહન ગડનાયકરચિત કાવ્યસંગ્રહ. 1995ની સાલનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત કરનાર આ કાવ્યસંગ્રહમાં કવિએ જુદા જુદા સમયમાં રચેલી ચોવીસ કાવ્ય-રચનાઓ છે. કવિ રાધામોહન ગડનાયકે દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવેલી એટલે જ એમની કવિતામાં દેશપ્રેમ જોવા મળે છે. દેશ સ્વતંત્ર થયા પછી દેશસેવાના નામે જે નાટક…
વધુ વાંચો >સેનાપતિ ગોપીનાથ
સેનાપતિ, ગોપીનાથ (જ. 24 નવેમ્બર 1915, બનપુર, ઓરિસા) : ઊડિયા કવિ. આયુર્વેદિક ચિકિત્સાકાર્ય સાથે તેમણે સામાજિક સેવા કરી. તેમણે સત્યાગ્રહ ચળવળમાં ભાગ લીધો. ગોદાવરીશ કૉલેજમાં વ્યવસ્થાપક મંડળના સભ્ય; મોહપાત્ર સાહિત્યચક્ર; બનપુરના સેક્રેટરી; ઓરિસા રાજ્ય પાલગાયક પરિષદના સલાહકાર. તેમણે 13 ગ્રંથો આપ્યા છે. ‘પ્રમાદ વારા’ (1981); ‘શાલિયા નૈરા ધેવ’ (1982) અને…
વધુ વાંચો >સેનાપતિ ફકીરમોહન
સેનાપતિ, ફકીરમોહન (જ. 1843; અ. 1918) : ઊડિયા સાહિત્યમાં અર્વાચીન યુગના એક સ્થાપક, ઉત્તમ નવલકથાકાર અને વાર્તાકાર. બાળપણથી જ અનાથ બનતાં દાદીએ તેમનો ઉછેર કર્યો અને તેમની ભારે માંદગીમાંથી ઊગરે તો તેને ફકીર બનાવવાની માનતા માની. બીમારીમાંથી ઊગર્યા બાદ કેટલોક વખત તહેવારોમાં ઘેર ઘેર ફરી ભીખ માગી. તેના પરથી તેમનું…
વધુ વાંચો >