ઊડિયા સાહિત્ય
સતપતી અર્જુન
સતપતી અર્જુન (જ. 1 જાન્યુઆરી 1937, સોપુર, જિ. બોલંગિર, ઓરિસા) : હિંદી અને ઊડિયા લેખક. શિક્ષા સમિતિ, પુરીમાંથી સંસ્કૃતમાં ‘આચાર્ય’. 1965માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., 1977માં સંબલપુર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ સુશીલવતી ગવર્નમેન્ટ વિમેન્સ કૉલેજ, રૂરકેલામાં રીડર રહ્યા. તેઓ ભારતીય હિંદી પરિષદ; ભાષા સંગમ, અલ્લાહાબાદ સાથે સંકળાયેલા રહ્યા…
વધુ વાંચો >સત્પથી, નંદિની (શ્રીમતી)
સત્પથી, નંદિની (શ્રીમતી) (જ. 9 જૂન 1931, વિશ્વનાથપુર, જિ. ખુર્દા, ઓરિસા; અ. 2005) : ઊડિયા લેખિકા અને અનુવાદક અને પ્રખર રાજકારણી. તેમણે ઊડિયામાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1958માં તેઓ ઓરિસા મહિલા રાહત આયોગનાં સેક્રેટરી; માસિક ‘ધરિત્રી’ અને ‘કલના’નાં સંપાદિકા; 1962-67 તથા 1968-72 દરમિયાન રાજ્યસભાનાં સભ્ય; 1966-68 દરમિયાન માહિતી અને પ્રકાશન…
વધુ વાંચો >સત્પથી, બિજૉયકુમાર
સત્પથી, બિજૉયકુમાર (જ. 19 ઑક્ટોબર 1952, સુલિયા, જિ. જજપુર, ઓરિસા) : ઊડિયા વિવેચક અને નાટકકાર. તેમણે ઊડિયામાં ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે રેવનશા કૉલેજ, કટકમાં રીડર તરીકે કામગીરી કરી. 1993થી 1997 સુધી તેઓ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં ઊડિયા સલાહકાર બૉર્ડના સભ્ય રહ્યા; ‘રૂપકાર’ થિયેટર ઑર્ગેનાઇઝેશનના સ્થાપક; ગોકર્ણિકા સાહિત્ય…
વધુ વાંચો >સપ્તમ ઋતુ (1977)
સપ્તમ ઋતુ (1977) : નામાંકિત ઊડિયા કવિ રમાકાંત રથ (જ. 1934) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. રથનો આ ચોથો કાવ્યસંગ્રહ છે. તેઓ ઓરિસાના નવ્ય કવિતાના આંદોલનના અગ્રણી કવિ છે. તેમની સર્વાંગીણ કાવ્યસિદ્ધિથી આ નવ્ય કાવ્યપ્રવાહને દિશા અને નક્કરતા સાંપડે છે; બીજા કોઈ ઊડિયા…
વધુ વાંચો >સબુજ સાહિત્ય
સબુજ સાહિત્ય : વીસમી સદીમાં કટકની રેવેન્સા કૉલેજના તરુણ ધીમાન વિદ્યાર્થી અન્નદાશંકરની નેતાગીરીમાં બીજા ચાર સહપાઠી યુવાન સાહિત્યકારોએ ભેગા મળીને રચેલા સબુજદળ નામના સાહિત્યિક વર્તુળનું સાહિત્ય. સબુજ યુગનો આવિર્ભાવ પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછીની ઘટના છે. ઈ. સ. 1921માં સત્યવાદી દળના કવિ કરતાં ઉંમરમાં નાના તરુણ કવિઓ-લેખકોનો અભ્યુદય થયો. આ સાહિત્યિક…
વધુ વાંચો >સમુદ્ર-સ્નાન (1970)
સમુદ્ર–સ્નાન (1970) : ઊડિયા કવિ ગુરુપ્રસાદ મોહંતી(જ. 1924) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આધુનિક ઊડિયા કવિતામાં તે મહત્ત્વનું ઉમેરણ લેખાય છે. આ કાવ્યસંગ્રહમાં 19 કાવ્યો છે, તેમાંથી પ્રથમ 10 પ્રણયને લગતાં છે. આ કાવ્યોમાં ગૂંથાયેલી પ્રણયભાવના ભાવો અને વિચારોની ગ્રંથિ તરીકે લેખાઈ છે;…
વધુ વાંચો >સરિસૃપ (1969)
સરિસૃપ (1969) : ઊડિયા કવિ વિનોદચંદ્ર નાયક(જ. 1917)-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1976ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પહેલાં તથા આ પછી પણ તેમણે અનેક કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. ઓરિસાના પીઢ કવિઓમાં તેમની ગણના થાય છે. તેઓ અગાઉની રોમૅન્ટિક કવિતા તથા ત્રીસી અને ચાલીસીની ‘ગ્રીન’ કવિતા તેમજ નવ્ય…
વધુ વાંચો >સામન્તરાય નટવર
સામન્તરાય, નટવર (જ. 1918, દેલંગે, જિ. પુરી, ઓરિસા) : ઊડિયા વિવેચક અને સંશોધક. કૃષિકારના નીચલા મધ્યમ વર્ગના પરિવારમાં તેમનો જન્મ. કપરી નાણાભીડને કારણે ઉચ્ચ અભ્યાસ માટે અને નોકરી માટે તેમને ઠેર ઠેર ભટકવું પડેલું. આખરે તેમણે ખાનગી રીતે બી.એ. અને બી.એડ.ની ડિગ્રીઓ મેળવી. શાળાના શિક્ષકની નોકરી દરમિયાન તેમણે ઊડિયામાં એમ.એ.ની…
વધુ વાંચો >સામલ કુલમણિ
સામલ, કુલમણિ (જ. 3 ડિસેમ્બર 1929, કટક, ઓરિસા) : ઊડિયાના વિજ્ઞાન-લેખક. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ ઊડિયામાં ‘વિજ્ઞાન દિગંત’ નામના દ્વિમાસિકના સંપાદક રહ્યા. 1968-75 ઉત્કલ યુનિવર્સિટીમાં તેઓ પદાર્થવિજ્ઞાનના રીડર હતા. તે પછી 1975-89 સુધી સમ્બલપુરની બુરલા એન્જિનિયરિંગ કૉલેજમાં પદાર્થવિજ્ઞાનના પ્રાધ્યાપક હતા. 1969-93 સુધી તેઓ ‘વિજ્ઞાન પ્રભા’ના…
વધુ વાંચો >સામલ નંદકિશોર
સામલ, નંદકિશોર (જ. 12 જૂન 1925, કુસુપુર, મહંગા, જિ. કટક, ઓરિસા) : ઊડિયા નાટ્યકાર અને બાલસાહિત્યના લેખક. બી.એ., બી.એડ.ની પદવી મેળવ્યા બાદ શિક્ષક તરીકે કાર્યરત રહી તેઓ સેવાનિવૃત્ત થયા. લેખનકાર્યમાં પણ લાગ્યા. તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ઉલ્લેખનીય છે : ‘મર્ત્ય મેન્ડેબલ દેહાવહી’ (1993) રેડિયોનાટક છે; ‘પલ્લી…
વધુ વાંચો >