ઉષા ટાકળકર

ઉલ્કા (1934)

ઉલ્કા (1934) : વિખ્યાત મરાઠી લેખક વિ. સ. ખાંડેકરે આત્મકથનાત્મક શૈલીમાં લખેલી સામાજિક નવલકથા. તેના કેન્દ્રસ્થાને છે તેની નાયિકા ઉલ્કા. તે પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા એક આદર્શવાદી શિક્ષકની બુદ્ધિમાન પુત્રી છે. તે સાહિત્યરસિક, કવિતાની ચાહક અને કંઈક અંશે સ્વપ્નોમાં જીવતી, સાત્વિક મનોવૃત્તિ તથા સ્વતંત્ર વિચાર ધરાવતી યુવતી છે. ઉલ્કાને પ્રેમમાં બે…

વધુ વાંચો >

ઉષ:કાલ (1895-1897)

ઉષ:કાલ (1895-1897) : મરાઠી નવલકથાકાર હરિનારાયણ આપ્ટેની પ્રથમ ઐતિહાસિક નવલકથા. તે 1895થી 1897 દરમિયાન ‘કરમણૂક’ સામયિક ધારાવાહિક રૂપે પ્રગટ થયેલી. તેમાં મરાઠાશાહીના ઉદયકાળનું રોમહર્ષક ચિત્ર છે. દસ વર્ષથી સામાજિક વાર્તાઓ અને નવલકથાઓ લખનાર હરિભાઉ 1895માં ઐતિહાસિક નવલકથા તરફ વળે છે. 1890થી ન્યા. મૂ. રાનડે, ન્યા. મૂ. તેલંગ અને ઇતિહાસાચાર્ય રાજવાડે…

વધુ વાંચો >

એકનાથ (1532-1599)

એકનાથ (1532-1599) : મહારાષ્ટ્રના સંત, લોકકવિ તથા વારકરિ સંપ્રદાયના આચાર્ય અને આધારસ્તંભ. જન્મ પૈઠણ (હાલ મરાઠાવાડામાં) ખાતે. પિતાનું નામ સૂર્યનારાયણ. માતાનું નામ રુક્મિણીબાઈ. આખું કુટુંબ કૃષ્ણભક્ત, વિઠ્ઠલભક્ત હતું. એકનાથનું બીજું નામ ‘એકા જનાર્દન’, ‘જેમાં ‘એકા’ નામ તેમનું તખલ્લુસ છે. બાળપણમાં જ એકનાથે માતાપિતાની છત્રછાયા ગુમાવી. વૃદ્ધ દાદા-દાદીએ ઉછેરેલા. દાદા ચક્રપાણિ…

વધુ વાંચો >

કર્વે ઇરાવતી દિનકર

કર્વે, ઇરાવતી દિનકર (જ. 15 ડિસેમ્બર 1905, બ્રહ્મદેશ; અ. 11 ઑગસ્ટ 1970, પુણે) : સુવિખ્યાત માનવશાસ્ત્રજ્ઞ, સમાજશાસ્ત્રજ્ઞ તથા લેખિકા. પિતા બ્રહ્મદેશમાં ઇજનેરના પદ પર સરકારી નોકરીમાં હતા. 1920માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1926માં પુણે ખાતેની ફર્ગ્યુસન કૉલેજમાંથી દર્શનશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી સુપ્રસિદ્ધ સમાજશાસ્ત્રી…

વધુ વાંચો >

કાણેકર, અનંત આત્મારામ

કાણેકર, અનંત આત્મારામ (જ. 2 ડિસેમ્બર 1905, મુંબઈ; અ. 4 મે 1980, મુંબઈ) : મરાઠીના કવિ, લઘુનિબંધકાર, નાટ્યકાર અને પત્રકાર. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1925માં બી.એ. થયા. 1930માં કાયદાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. તે પછી 3થી 4 વર્ષ સુધી મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરી. 1941માં મુંબઈની ખાલસા કૉલેજમાં મરાઠીના પ્રાધ્યાપક તરીકે…

વધુ વાંચો >

કાનેટકર, વસંત શંકર

કાનેટકર, વસંત શંકર (જ. 20 માર્ચ 1922, રહિમતપુર, જિ. સતારા; અ. 30 જાન્યુઆરી 2001, નાસિક) : વિખ્યાત મરાઠી નાટ્યકાર તથા વાર્તા અને નવલકથાના લેખક. ‘રવિકિરણ મંડળ’ના ત્રણ પ્રમુખ કવિઓમાંના એક કવિ ગિરીશના પુત્ર. શિક્ષણ સાંગલી તથા પુણે ખાતે. અંગ્રેજી મુખ્ય વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી નાસિકની એચ.પી.ટી. કૉલેજમાં…

વધુ વાંચો >

કિર્લોસ્કર બળવંત પાંડુરંગ (અણ્ણાસાહેબ)

કિર્લોસ્કર, બળવંત પાંડુરંગ (અણ્ણાસાહેબ) (જ. 31 માર્ચ 1843, મુર્લહોસુર, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 2 નવેમ્બર 1888) : મરાઠીના પ્રથમ શ્રેષ્ઠ સંગીત-નાટકકાર અને સંગીત-રંગભૂમિના શિલ્પી, ઉત્કૃષ્ટ રંગમંચઅભિનેતા, સંગીતજ્ઞ અને કવિ. મૂળ વતન રત્નાગિરિ જિલ્લાનું કિર્લોસી ગામ. તેથી અટક કિર્લોસ્કર. બાર વર્ષ સુધી કાનડી અને મરાઠી બંને ભાષાનું અધ્યયન ઘરમાં જ કર્યું.…

વધુ વાંચો >

કીર ધનંજય

કીર, ધનંજય (જ. 23 એપ્રિલ 1913, રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 12 મે 1984) : વિખ્યાત મરાઠી લેખક, સમાજસુધારક અને ઇતિહાસવિદ. આખું નામ ધનંજય વિઠ્ઠલ કીર. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યાં પછી પિતાના વ્યવસાય સુથારીકામની તાલીમ લીધી. પરંતુ અંગ્રેજી શિક્ષણ પ્રત્યે વિશેષ આકર્ષણ હોવાથી 1935માં રત્નાગિરિ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થયા પછી મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ…

વધુ વાંચો >

કેતકર શ્રીધર વ્યંકટેશ

કેતકર, શ્રીધર વ્યંકટેશ (જ. 2 ફેબ્રુઆરી 1884, રાયપુર, મધ્યપ્રદેશ; અ. 10 એપ્રિલ 1937, પુણે) : પ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ્, જ્ઞાનકોશકાર, અર્થશાસ્ત્રજ્ઞ, ઇતિહાસકાર અને મરાઠી નવલકથાકાર. મૂળ વતન કોંકણના દાભોળ નજીક અંજનવેલ. તેમના જન્મ પૂર્વે કેતકર કુટુંબ વિદર્ભના અમરાવતી ગામે સ્થળાંતર કરી ગયેલું. તેમના દાદા જૂના ગ્રંથોની નકલો કરીને ગામેગામ વેચતા. તેમના પિતા…

વધુ વાંચો >

કેળકર – નરસિંહ ચિંતામણ

કેળકર, નરસિંહ ચિંતામણ (અનામિક, આત્માનંદ) (જ. 24 ઑગસ્ટ 1872, મોડનિંબ, જિલ્લો સોલાપુર; અ. 14 ઑક્ટોબર 1947, પુણે) : મરાઠી સાહિત્યકાર તથા અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી. પિતા મહારાષ્ટ્રના દેશી રાજ્ય મિરજમાં અમલદાર. શરૂઆતનું શિક્ષણ મિરજ ખાતે. તે દરમિયાન જાણીતા ઇતિહાસસંશોધક વાસુદેવશાસ્ત્રી ખરે જેવા શિક્ષક તેમને મળ્યા. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર, પુણે તથા મુંબઈ…

વધુ વાંચો >