ઉષા ટાકળકર

કેળકર – નરસિંહ ચિંતામણ

કેળકર, નરસિંહ ચિંતામણ (અનામિક, આત્માનંદ) (જ. 24 ઑગસ્ટ 1872, મોડનિંબ, જિલ્લો સોલાપુર; અ. 14 ઑક્ટોબર 1947, પુણે) : મરાઠી સાહિત્યકાર તથા અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી. પિતા મહારાષ્ટ્રના દેશી રાજ્ય મિરજમાં અમલદાર. શરૂઆતનું શિક્ષણ મિરજ ખાતે. તે દરમિયાન જાણીતા ઇતિહાસસંશોધક વાસુદેવશાસ્ત્રી ખરે જેવા શિક્ષક તેમને મળ્યા. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર, પુણે તથા મુંબઈ…

વધુ વાંચો >

કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ

કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ (જ. 29 જૂન 1871, બુલઢાણા; અ. 1 જૂન 1934, પુણે) : વિખ્યાત મરાઠી લેખક. તે નાટકકાર, વિવેચક અને હાસ્યકાર હતા. મૂળ વતન રત્નાગિરિ જિલ્લાનું નેવરે ગામ. પિતા કૃષ્ણરાવ. શરૂઆતનું શિક્ષણ અકોલા ખાતે, જ્યાં તેમણે કિર્લોસ્કર નાટક મંડળીનાં નાટકો જોયાં હતાં. 1888માં મૅટ્રિક પાસ થયા. ઉચ્ચ શિક્ષણ પુણે…

વધુ વાંચો >

વિંદા કરંદીકર

વિંદા કરંદીકર (જ. 23 ઑગસ્ટ 1918, ઢાલવાલ, જિ. સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર; અ. 14 માર્ચ 2010, મુંબઈ) : વિખ્યાત મરાઠી કવિ, લઘુનિબંધકાર, વિવેચક તથા સમર્થ ભાષાંતરકાર. આખું નામ ગોવિંદ વિઠ્ઠલ કરંદીકર. ‘વિંદા’ એ તેમનું તખલ્લુસ છે. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુરની રાજારામ કૉલેજમાં. અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ વિશ્વવિદ્યાલયની બી.એ. (1939) તથા એમ.એ.(1946)ની પદવી…

વધુ વાંચો >