ઉષાકાન્ત મહેતા
કિરાડ, અરવિંદકુમાર
કિરાડ, અરવિંદકુમાર (જ. 27 જૂન 1950) : ગુજરાતી ફિલ્મોનો મહારાષ્ટ્રિયન અભિનેતા. પુણેની ફરગ્યુસન કૉલેજમાં ઇન્ટર સુધી અભ્યાસ કરી અભિનય તરફ વળ્યા. ગુજરાતી ફિલ્મોમાં આવતાં પહેલાં પાંચ હિન્દી ફિલ્મોમાં અભિનય કરેલો. ‘બાઝાર બંધ કરો’, ‘તૂફાન ઔર બીજલી’, ‘અપને આપ’, ‘અખંડ સૌભાગ્યવતી’ અને ‘સુલગતે અરમાન’. ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારની મનોરંજન કરમુક્તિની નીતિથી…
વધુ વાંચો >કિસાનકન્યા
કિસાનકન્યા (1937) : ભારત ખાતે સ્વતંત્ર રૂપે ફિલ્માંકન, નિર્માણ તથા સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલી દેશની સર્વપ્રથમ રંગીન સિનેકૃતિ. સર્વપ્રથમ બોલપટ ‘આલમઆરા’ના નિર્માણના યશ ઉપરાંત ભારતની સર્વપ્રથમ રંગીન સિનેકૃતિના નિર્માણનો યશ પારસી ગુજરાતી પ્રતિભા અરદેશર ઈરાની અને તેમની ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીને ફાળે જાય છે. ઈરાનીની નજર હંમેશ અમેરિકન ચલચિત્ર…
વધુ વાંચો >કિસ્સા કુર્સી કા
કિસ્સા કુર્સી કા (1975-76) : આઝાદી પછીના ભારતના લોકશાસનતંત્ર પર તીક્ષ્ણ કટાક્ષ કરતી તથા દેશમાં લદાયેલ કટોકટીની પરિસ્થિતિ દરમિયાન રાજકીય કારણોસર ભોગ બનેલી આંશિક રીતે રમૂજી રૂપક જેવી હિંદી સિનેકૃતિ. નિર્માતા : અમૃતલાલ નહાટા; પુનર્નિર્માણ : 1977; દિગ્દર્શક : શિવેન્દ્ર સિંહા, ભાગવત દેશપાંડે; સિનેછાયા : કે. કે. મહાજન; અભિનય :…
વધુ વાંચો >કિંગડમ ડોરોથી
કિંગડમ, ડોરોથી (જ. 27 એપ્રિલ 1896, ઑબર્ન, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 31 માર્ચ 1939, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા) : ભારતીય ચલચિત્ર-ઉદ્યોગનાં સર્વપ્રથમ વિદેશી અભિનેત્રી. 1918માં ભારત ખાતે અભિનય કરવા આવ્યાં તે પૂર્વે અમેરિકામાં સિને-અભિનયનો અનુભવ ધરાવતાં હતાં. તે ડચ ઉમરાવ ખાનદાનના નબીરા અને વ્યવસાયે સિનેમેટોગ્રાફર બારોન વાન રાવેન સાથે પરણ્યાં હતાં.…
વધુ વાંચો >કોકિલા
કોકિલા : રમણલાલ વસંતલાલ દેસાઈની તે નામની ગુજરાતી નવલકથા (પ્રથમ આવૃત્તિ, પ્રકાશનવર્ષ ડિસેમ્બર 1928) પર આધારિત હિંદી સિનેકૃતિ. નિર્માણવર્ષ : ઈ. સ. 1938-39; નિર્માણસંસ્થા : સાગર મૂવીટોન, મુંબઈ; દિગ્દર્શન : ચીમનભાઈ દેસાઈ; અભિનયવૃન્દ : મોતીલાલ, સવિતાદેવી, શોભના સમર્થ, પેસી પટેલ, માયા બૅનરજી વગેરે. રજૂઆતવર્ષ ઈ.સ. 1940-41. જગદીશ (મોતીલાલ) યુવાન, સન્નિષ્ઠ…
વધુ વાંચો >કોટક – મધુરી વજુભાઈ
કોટક, મધુરી વજુભાઈ (જ. 1 ઑક્ટોબર 1930; અ. 5 જાન્યુઆરી 2023) : સિનેપત્રકાર. ‘જી’નાં તંત્રી. ‘ચિત્રલેખા’ (સ્થાપના : 1950) તથા ‘જી’ (સ્થાપના : 1958) સામયિકોના સ્થાપક સંપાદક વજુભાઈ કોટકનાં પત્ની. પતિની હયાતીમાં આ સામયિકોનાં સંપાદન અને પ્રકાશનકાર્યમાં મર્યાદિત ફાળો આપતાં આ મહિલાએ પતિના અવસાન પછી તે અંગેની સમગ્ર જવાબદારી સંભાળી…
વધુ વાંચો >ક્વૉ વાદિ (નિર્માણવર્ષ 1951)
ક્વૉ વાદિ (નિર્માણવર્ષ 1951) : નોબેલ પુરસ્કાર વિજેતા પૉલિશ સાહિત્યકાર હેન્રિક શેનક્યેવીચ- (1846-1916)ની લોકપ્રિય નવલકથા પરથી તૈયાર થયેલ સિનેકૃતિ. રોમન સમ્રાટ નીરોનું વિલાસિતામય સત્તાશોખીન શાસન અને લઘુમતી યહૂદીઓના ખ્રિસ્તી સંપ્રદાયની સ્થાપના પછીનાં આરંભનાં કુરબાનીનાં વર્ષોના સંક્રાન્તિકાળને મૂર્ત સ્વરૂપ આપતી મહત્વની સિનેકૃતિ. આ સિનેકૃતિ ભૂતકાળમાં ત્રણ વાર સર્જાઈ ચૂકી છે. સર્વપ્રથમ…
વધુ વાંચો >ખજાનચી (ચલચિત્ર)
ખજાનચી (ચલચિત્ર) : હિંદી ફિલ્મમાં પંજાબી લોકસંગીતનો સર્વપ્રથમ ઉપયોગ ધરાવતી લોકપ્રિય અને સીમાચિહનરૂપ ફિલ્મ. નિર્માણવર્ષ : 1941. નિર્માતા : પંચોલી આર્ટ પિક્ચર, લાહોર. ભાષા : હિંદી. દિગ્દર્શન : દલસુખ એમ. પંચોલી. અભિનય : એમ ઇસ્માઇલ, રમોલા અને અન્ય. સંગીતનિર્દેશન : ગુલામ હૈદર. આ સિનેકૃતિના સર્જન પૂર્વેની સમજવાયોગ્ય ભૂમિકા કંઈક આ…
વધુ વાંચો >ગિલગૂડ, (આર્થર) જ્હૉન
ગિલગૂડ, (આર્થર) જ્હૉન (જ. 14 એપ્રિલ 1904, સાઉથ કોન્સિંટન, લંડન; અ. 21 મે 2000, વૉટન અન્ડરવૂડ, બકિંગહામશાયર, ઇંગ્લૅન્ડ) : જગપ્રસિદ્ધ અંગ્રેજ નટ અને દિગ્દર્શક. એલન ટેરી નામનાં મશહૂર અભિનેત્રીના પ્રપૌત્ર. રૉયલ એકૅડેમી ઑવ્ ડ્રામૅટિક આર્ટ અને લેડી બેન્સનની તાલીમ પછી તેમણે 1921થી ઑલ્ડવિક થિયેટરમાં કામ શરૂ કર્યું. શેક્સપિયરના ‘હેન્રી ધ…
વધુ વાંચો >ગિશ, લિલિયન
ગિશ, લિલિયન (જ. 14 ઑક્ટોબર 1899, સ્પ્રિંગફિલ્ડ, ઓહાયો; અ. 27 ફેબ્રુઆરી 1993, મેનહટ્ટન) : મૂક ચલચિત્રોના સમયગાળાની મહત્વની અમેરિકન અભિનેત્રી. તેની કારકિર્દીનો આરંભ બાળ સિને અભિનેત્રી તરીકે થયો. યુવાન ઉંમરે તેણે તે ગાળાના મેધાવી દિગ્દર્શક ડી. ડબ્લ્યૂ. ગ્રિફિથની જાણીતી સિનેકૃતિઓ ‘બર્થ ઑવ્ એ નેશન’ (1915), ‘હાર્ટ ઑવ્ ધ વર્લ્ડ’ (1918),…
વધુ વાંચો >