ઉષાકાન્ત મહેતા

આધુનિક સિનેકલા : સિદ્ધાંતો અને વલણો

આધુનિક સિનેકલા : સિદ્ધાંતો અને વલણો : ચલચિત્ર, બોલપટ કે સિનેકૃતિ મુખ્યત્વે વીસમી સદીની પેદાશ છે. પ્રારંભિક ચલચિત્રો મૂગાં સમાચારદર્શન કે ટૂંકાં પ્રહસનો જેવાં હતાં. તેમાં વ્યાપારી દૃષ્ટિ અને કલાનો પ્રભાવ ફ્રાંસ, અમેરિકા અને ઇંગ્લૅંડમાં ઊપસ્યો. 1901માં ફ્રાંસમાં ઝેક્કાનું ચલચિત્ર ‘હિસ્ટોઇર દ અન ક્રાઇમ’, 1903માં અમેરિકામાં પૉર્ટરનું ચલચિત્ર ‘ગ્રેટ ટ્રેન…

વધુ વાંચો >

આન

આન [હિંદી ચલચિત્ર (1952)] : આ સિનેકૃતિ ટૅકનિકલ કારણોસર ઐતિહાસિક મહત્વ ધરાવે છે, અને એક સીમાચિહનરૂપ લેખાય છે. ‘ઔરત’ અને ‘અંદાઝ’ જેવાં ઉત્તમ કથા-ચલચિત્રોનું નિર્માણ અને દિગ્દર્શન કરનાર સર્જક મહેબૂબખાન દ્વારા આ કૃતિનું નિર્માણ થયું હતું. ભારત ખાતે ત્યારે શ્વેત અને શ્યામ ફિલ્મોનો જમાનો હતો. રંગીન ફિલ્મોનું નિર્માણ તે સમયે…

વધુ વાંચો >

આફ્રિકન ચલચિત્ર

આફ્રિકન ચલચિત્ર : આફ્રિકામાં ચાલતી ચલચિત્રનિર્માણની પ્રવૃત્તિ. નાણાંનો અભાવ, અપૂરતાં સાધનો, યોગ્ય તાલીમનો અભાવ, અપૂરતી ટૅકિનકલ જાણકારી અને વિતરણવ્યવસ્થાનો અભાવ વગેરે કારણો આફ્રિકન ચલચિત્રોનો વિકાસ રૂંધતાં રહ્યાં છે. આફ્રિકન ચલચિત્રોનો ઇતિહાસ પણ વિશ્વના બીજા ઘણા દેશો જેટલો જ જૂનો છે. છેક 1899માં ત્યાં ચિત્રનિર્માણ શરૂ થયું હતું. 1908માં પ્રથમ છબીઘર…

વધુ વાંચો >

આલમઆરા (1931)

આલમઆરા (1931) : ભારતનું સર્વપ્રથમ બોલપટ. તેના નિર્માણ-દિગ્દર્શનનું શ્રેય એક પારસી ગુજરાતી સજ્જન અરદેશર ઈરાનીને ફાળે જાય છે. મુંબઈની ઇમ્પીરિયલ ફિલ્મ કું.ના એક ભાગીદાર અરદેશર ઈરાની ઈ. સ. 1930માં એક્સેલસિયર સિનેમાગૃહમાં થયેલ ‘શો બોટ’ નામની 40 % બોલતી વિદેશી ફિલ્મથી અત્યંત પ્રભાવિત થઈને બોલપટ ઉતારવા પ્રેરાયા. તેનાર સિંગલ સાઉન્ડ સિસ્ટમ…

વધુ વાંચો >

ઇન્ડિયન ફિલ્મ

ઇન્ડિયન ફિલ્મ (1963) : ભારતીય સિનેમાના ઇતિહાસને વ્યવસ્થિત અને આધારભૂત રીતે રજૂ કરતું અને આંતરરાષ્ટ્રીય વાચકવર્ગને લક્ષમાં રાખીને લખાયેલું આ વિષયનું કદાચ સર્વપ્રથમ અંગ્રેજી પુસ્તક. (લેખકો : એરિક બાર્નો અને ભારતીય સિને પત્રકાર-વિવેચક કૃષ્ણાસ્વામી, પ્રકાશક : કોલંબિયા યુનિવર્સિટી પ્રેસ, ન્યૂયૉર્ક અને લંડન, બીજી આવૃત્તિ 1980.) કૃષ્ણાસ્વામી 1960-61માં કોલંબિયા યુનિવર્સિટીમાં સ્નાતકોત્તર…

વધુ વાંચો >

ઇન્ડિયન સિનેમેટોગ્રાફ કમિટી

ઇન્ડિયન સિનેમેટોગ્રાફ કમિટી (1927-28) : બ્રિટિશ શાસન સમયમાં ભારતમાં ચલચિત્ર-નિયંત્રણ(censorship)નાં સિદ્ધાંતો અને પદ્ધતિઓ નિર્ધારિત કરવા તથા તેના વ્યવસ્થાતંત્રની તપાસ કરવા, ચિત્રપટનિર્માણ-ઉદ્યોગ અને ચલચિત્ર-પ્રદર્શન-વ્યવસ્થાનું સર્વેક્ષણ કરવા અને બ્રિટિશ સામ્રાજ્યમાં બનતાં ચિત્રપટો અને ખાસ કરીને ભારતીય ચિત્રપટોના નિર્માણ અને પ્રોત્સાહન આપવાની દિશામાં જરૂરી પગલાં સૂચવવા નિમાયેલી કમિટી. કેન્દ્ર-સરકારના ગૃહ(રાજકીય)ખાતાના ઠરાવ દ્વારા ઑક્ટોબર,…

વધુ વાંચો >

ઇમ્પીરિયલ ફિલ્મ કંપની

ઇમ્પીરિયલ ફિલ્મ કંપની : સવાક ભારતીય કથાચિત્ર તથા સવાક રંગીન કથાચિત્રનું નિર્માણ કરનાર સર્વપ્રથમ ભારતીય ફિલ્મકંપની. સ્થાપના : 1925. સ્થાપકો : અરદેશર ઈરાની, અબ્દુલઅલી યૂસુફઅલી અને મહમદઅલી રંગવાલા. 1917માં દાદાસાહેબ ફાળકેના ‘લંકાદહન’ની અભૂતપૂર્વ સફળતા અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેજીનાં બજારોને કારણે થયેલ વિશેષ કમાણીને લઈને ગુજરાતી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ચલચિત્ર-નિર્માણક્ષેત્રે…

વધુ વાંચો >

ઇવાન ધ ટેરિબલ

ઇવાન ધ ટેરિબલ (1944-1946) : વિશ્વ સિનેમાના ઇતિહાસમાં પ્રશિષ્ટ (classical) કલાકૃતિ તરીકે સ્થાન પામેલ રશિયન સિનેદિગ્દર્શક સેરેજી આઇઝેન્સ્ટાઇનની બે ભાગમાં વહેંચણી પામેલી એક દીર્ઘ સિનેકૃતિ. નિર્માતા : યુ. એસ. એસ. આર., ભાષા : રશિયન. ભાગ પ્રથમ-1944, ભાગ બીજો-1946. પ્રત્યેક ભાગની અવધિ 1½ કલાક. પટકથાલેખન અને દિગ્દર્શન એસ. એમ. આઇઝેન્સ્ટાઇન. નિર્માણ :…

વધુ વાંચો >

ઇશારા, બાબુરાવ

ઇશારા, બાબુરાવ (જ. ઉના, હિમાચલપ્રદેશ) : ખ્યાતનામ ભારતીય સિનેદિગ્દર્શક. મૂળ નામ રોશનલાલ શર્મા. 1971-’72ના વર્ષમાં ‘ચેતના’ નામની સિનેકૃતિ દ્વારા સિનેદિગ્દર્શનક્ષેત્રે પ્રવેશ્યા અને પ્રસિદ્ધિ પામ્યા. ‘ચેતના’ ભદ્ર સમાજના સુખી પુરુષોને શયનસુખ આપતી એક રૂપજીવિનીની કથા છે. આ વ્યવસાય દરમિયાન તેના જીવનમાં સામાન્ય આર્થિક સ્થિતિનો એક આદર્શવાદી યુવાન પ્રવેશતાં તેના જીવનમાં પલટો…

વધુ વાંચો >

ઈરાની, અરુણા

ઈરાની, અરુણા (જ. 3 મે 1952, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી. જૂની ગુજરાતી રંગભૂમિ સાથે વર્ષોથી સંકળાયેલ જાણીતા ઈરાની પરિવારના સભ્ય તેમજ લક્ષ્મીકાન્ત નાટક સમાજ અને દેશી નાટક સમાજના એક સમયના સંચાલક ફરેદુન ઈરાનીનાં પુત્રી. અભિનયની કારકિર્દી જૂની ગુજરાતી રંગભૂમિથી બાળપણથી જ આરંભેલી. 1960ના દાયકામાં હિંદી ચલચિત્રોમાં…

વધુ વાંચો >