ઉષાકાન્ત મહેતા

એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેઝ (1956)

એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેઝ (1956) : જાણીતા ફ્રેન્ચ લેખક જુલે વર્નની પ્રખ્યાત કાલ્પનિક કથા પર રચાયેલી એટલી જ પ્રખ્યાત અંગ્રેજી ફિલ્મ. હોલીવુડમાં સર્જાયેલી આ લોકપ્રિય ફિલ્મના નિર્માતા છે માઇક ટોડ અને દિગ્દર્શક છે માઇકલ ઍન્ડરસન. એમાં અભિનય પણ સમર્થ કલાકારોએ આપ્યો છે. બ્રિટિશ અભિનેતા ડૅવિડ નિવેનની સાથે કેન્ટિન…

વધુ વાંચો >

એલીપથ્યામ્ (Red Trap)

એલીપથ્યામ્ (Red Trap) : રાષ્ટ્રીય ચલચિત્ર સ્પર્ધા(1982)માં શ્રેષ્ઠ સિનેકૃતિનો પુરસ્કાર પ્રાપ્ત કરનાર મલયાળમ ચિત્રપટ. શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણ માટેનો પણ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને દાયકાની એક મહત્વની સિનેકૃતિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર આ ચલચિત્ર 1983માં દિલ્હી ખાતે યોજાયેલ નવમા આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં પૅનોરમા વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તેના દિગ્દર્શક અદૂર…

વધુ વાંચો >

ઑન ધ વૉટર ફ્રન્ટ (1954)

ઑન ધ વૉટર ફ્રન્ટ (1954) : શોષિત ગોદી કામદારોના ભ્રષ્ટાચારી નેતા સામે એકલે હાથે બળવો પોકારનાર વીર કામદાર અને તેના સમર્થક પાદરીની કથાને વણી લેતી સિનેકૃતિ. દિગ્દર્શક : ઇલિયા કઝાન; નિર્માતા : સામ સ્પીગેલ; પટકથા : બડશુલબર્ગ; સંગીત : લિયોનાર્દ બર્નસ્ટીન; અભિનયવૃંદ : માર્લોન બ્રેન્ડો, ઇવા મારી સેન્ટ, કાર્લ માલ્ડેન,…

વધુ વાંચો >

ઑલ ક્વાયેટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (1930)

ઑલ ક્વાયેટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (1930) : સર્વપ્રથમ યુદ્ધવિરોધી બોલપટ. યુનિવર્સલ સ્ટુડિયો દ્વારા નિર્મિત અને એરિક મારીઆ રિમાર્કની યુદ્ધવિરોધી મહાન નવલકથા ઉપર આધારિત આ ફિલ્મ આજે પણ યુદ્ધવિરોધી ફિલ્મોની શ્રેણીમાં અગ્રસ્થાન ધરાવે છે. જર્મનીએ આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તે છેક 1960માં ઉઠાવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ઉપર આધારિત આ…

વધુ વાંચો >

કચ-દેવયાની (1918)

કચ-દેવયાની (1918) : ભારતના રૂપેરી પરદે ગુજરાતની પ્રાદેશિક સાંસ્કૃતિક લાક્ષણિકતા રજૂ કરતી સર્વપ્રથમ ફિલ્મ. નિર્માતા : પાટણકર ઍન્ડ ફ્રેન્ડ્ઝ કંપની. ભાષા : મૂક ફિલ્મ, સબટાઇટલ સાથે એક કરતાં વધુ ભાષાઓમાં રજૂઆત. દિગ્દર્શન : દ્વારકાદાસ ના. સંપત. અભિનય : મિસ તારા, મિસ ઉષાબાલા અને અન્ય. કથાવસ્તુ જાણીતી પૌરાણિક કથા પર આધારિત…

વધુ વાંચો >

કઝાન ઇલિયા

કઝાન, ઇલિયા (જ. 7 સપ્ટેમ્બર 1909, ઇસ્તંબુલ, તૂર્કી; અ. 28 સપ્ટેમ્બર 2003) : અમેરિકાના સુવિખ્યાત સિને-દિગ્દર્શક, કારકિર્દીના પૂર્વકાળમાં નાટ્યઅભિનેતા અને નાટ્ય-દિગ્દર્શક. પિતા જ્યૉર્જ અને માતા એથેના સાથે તેમનું બાળપણ ઇસ્તંબુલ અને બર્લિનમાં વીત્યું. 1913માં પિતાએ ન્યૂયૉર્કમાં ગાલીચા વેચવાનો ધંધો શરૂ કરતાં કુટુંબ અમેરિકામાં સ્થાયી થયું. 1929ના મહામંદીના મોજામાં પિતાનો ધંધો…

વધુ વાંચો >

કટોરાભર ખૂન (1918)

કટોરાભર ખૂન (1918) : ભારતની સર્વપ્રથમ સામાજિક સિનેકૃતિ. મૂક ફિલ્મ, પરંતુ પેટાશીર્ષકો સાથે રજૂઆત એક કરતાં વધુ ભાષાઓમાં. પટકથાલેખન : મોહનલાલ ગોપાળજી દવે. દિગ્દર્શન : દ્વારકાદાસ ના. સંપત. સિનેછાયા : પાટણકર. નિર્માણ : મુંબઈ ખાતે. ‘કટોરાભર ખૂન’ના નિર્માણ સમયે ભારતીય ચલચિત્ર ઉદ્યોગને માત્ર પાંચ વર્ષ થયાં હતાં અને મુંબઈ તેમજ…

વધુ વાંચો >

કરમરકર રાધુ

કરમરકર, રાધુ (જ. 1919; અ. 5 ઑક્ટોબર 1993) : ભારતીય ચલચિત્ર ઉદ્યોગના નિષ્ણાત સિનેછાયાકાર. હિંદી ચલચિત્રોના જાણકાર અને જિજ્ઞાસુ પ્રેક્ષકો સિને અભિનેતા રાજ કપૂરની સિને-નિર્માણ સંસ્થા આર. કે. ફિલ્મ્સના સિનેમેટોગ્રાફર તરીકે જ કરમરકરને મુખ્યત્વે જાણે છે. આ નિર્માણસંસ્થાની પ્રતિષ્ઠા બાંધવામાં કૅમેરા-સંચાલક તથા નિર્દેશક તરીકે તેમનું મોટું પ્રદાન છે. પ્રારંભમાં કોલકાતા…

વધુ વાંચો >

કંકુ

કંકુ : પન્નાલાલ પટેલની ગુજરાતી નવલકથા ‘કંકુ’ પર આધારિત ગુજરાતી સિનેકૃતિ (1969). પટકથા, નિર્માતા અને દિગ્દર્શક : કાન્તિલાલ રાઠોડ; સંગીત : દિલીપ ધોળકિયા; ગીતો : વેણીભાઈ પુરોહિત; પ્રમુખ અભિનયવૃન્દ : પલ્લવી મહેતા (કંકુ), કિશોર જરીવાલા (ખૂમો), કિશોર ભટ્ટ (મલકચંદ), અરવિંદ જોષી, કૃષ્ણકાન્ત ભૂખણવાલા. ઉત્તર ગુજરાતના ગ્રામવિસ્તારના વાતાવરણમાં આલેખાયેલ આ નવલકથાનાં…

વધુ વાંચો >

કિરણકુમાર

કિરણકુમાર : ગુજરાતી ચલચિત્રોના બિનગુજરાતી અભિનેતા. હિંદી ચલચિત્રજગતના જાણીતા અભિનેતા જીવનના પુત્ર. જન્મે અને પરિવારથી કાશ્મીરી બ્રાહ્મણ હોઈ આ બંને પિતાપુત્રને લાક્ષણિક ગૌર વર્ણ અને નમણા ચહેરાની કુદરતી બક્ષિસ વારસાગત રીતે મળેલ છે. કિરણકુમારે અભિનયની તાલીમ ભારત સરકારની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા, પુણે ખાતે મેળવી હતી (1967-69). કારકિર્દીની…

વધુ વાંચો >