ઉષાકાન્ત મહેતા

ઉમરાવજાન

ઉમરાવજાન : મુઘલ શાસન દરમિયાન ભારતમાં વિકસેલી અને ફેલાયેલી મુઘલ સંસ્કૃતિના ઓગણીસમી સદીના સમયગાળાનું ચિત્રણ આપતું મહત્વનું હિંદી કથાચલચિત્ર. નિર્માણ વર્ષ : 1981; અવધિ : 150 મિનિટ; કથા : મિર્ઝા હાદી રુસ્વાની ઉર્દૂ નવલકથા ‘ઉમરાવજાન અદા’ પર આધારિત; પટકથા, દિગ્દર્શન અને નિર્માણ : મુઝફ્ફરઅલી; છબીકલા : પ્રવીણ ભટ્ટ; સંકલન :…

વધુ વાંચો >

ઉમાશશી

ઉમાશશી (જ. 1915 કોલકાતા, પશ્ચિમબંગાળ; અ. 6 ડિસેમ્બર, 2000, કોલકાતા) : ભારતના સવાક્ સિનેયુગનાં પ્રારંભનાં વર્ષોનાં ગાયિકા, તેમજ અભિનેત્રી. કુંદનલાલ સાયગલનાં તે વર્ષોનાં જોડીદાર ગાયિકા. અભિનેત્રી ઉમાશશીનું તેમની સાથેનું દ્વંદ્વગીત ‘પ્રેમનગર મેં બસાઊંગી મૈં ઘર’, સ્વ. સાયગલ તેમજ સ્વ. પંકજ મલ્લિક સાથેનું તેમનું ત્રિપુટી ગીત ‘દુનિયા રંગરંગીલી બાબા’ અને તેમના…

વધુ વાંચો >

ઉસકી રોટી (1969)

ઉસકી રોટી (1969) : પ્રયોગશીલ હિન્દી ચલચિત્ર. વિખ્યાત લેખક તથા નાટ્યકાર મોહન રાકેશની એક ટૂંકી વાર્તા પર આધારિત આ ચલચિત્ર દિગ્દર્શક મણિ કૌલની સર્વપ્રથમ મહત્વની પ્રયોગશીલ સિનેકૃતિ છે. છબીકલા : કે. કે. મહાજન; શ્વેતશ્યામ; અભિનય : ગરિમા (બાલો) ટ્રક-ડ્રાઇવરની પત્નીના પાત્રમાં. પંજાબના ગ્રામવિસ્તારના શીખ ટ્રક-ડ્રાઇવરને ધોરી માર્ગ પર નિયમિત રીતે…

વધુ વાંચો >

એ એઇટ ઍન્ડ અ હાફ (1963)

એ એઇટ ઍન્ડ અ હાફ (1963) : શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ તરીકે ઑસ્કાર એવૉર્ડ પ્રાપ્ત કરનાર ચિત્રપટ. મૂળ ઇટાલિયન ફિલ્મ ‘ઑટો ઇ મેઝો’(Otto E Mezzo)નું અંગ્રેજી સંસ્કરણ. નિર્માતા : એન્જેલો રીઝોલી; કથાલેખક અને દિગ્દર્શક : ફ્રેડરિકો ફેલિની; પટકથા : ફ્રેડરિકો ફેલિની, ઍન્તોનિયો ફ્લેઇનો, ટુલિયો પીનેલી તથા બ્રુનેલો રોન્દી; સંગીત : નીનો…

વધુ વાંચો >

ઍક્ટર્સ સ્ટુડિયો

ઍક્ટર્સ સ્ટુડિયો : ગ્રૂપ થિયેટર દ્વારા સ્થાપિત અભિનય-તાલીમશાળા. અમેરિકામાં ન્યૂયૉર્ક ખાતે 1947માં ઇલિયા કઝાન અને ચેરિલ ક્રૉફર્ડ દ્વારા ઍક્ટર્સ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં પાછળથી લી સ્ટ્રાસબર્ગ પણ જોડાયા હતા. સ્તાનિસ્લાવસ્કીની પ્રેરણાથી સામાજિક સભાનતા દર્શાવતાં નાટકો સર્જવાના વિચારથી લી સ્ટ્રાસબર્ગ, ચેરિલ ક્રૉફર્ડ અને હૅરોલ્ડ કલુરમેને પોતાની ત્રીસીમાં ‘ગ્રૂપ થિયેટર’…

વધુ વાંચો >

ઍટેનબરો, રિચાર્ડ (સર)

ઍટેનબરો, રિચાર્ડ (સર) (જ. 29 ઑગસ્ટ 1923, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 24 ઑગસ્ટ 2014 લંડન, ઇગ્લેન્ડ) : બ્રિટિશ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક. તેમની ફિલ્મ-કારકિર્દી ચાર મહત્વના તબક્કામાં વહેંચાયેલી છે. 1942થી 1953 સુધીમાં નબળા, ડરપોક યુવાનની ભૂમિકાવાળાં પાત્રો તેમણે ભજવ્યાં. 1953થી 1960 સુધીનાં ચિત્રોમાં સખત, કઠોર અને રુક્ષ પાત્રોની ભૂમિકા ભજવી.…

વધુ વાંચો >

ઍન્થની ક્વીન

ઍન્થની ક્વીન (જ. 21 એપ્રિલ 1915,  મિહવાવા, મેક્સિકો; અ. 3 જૂન 2001, બોસ્ટન, માસાચૂસેટસ, યુ. એસ.) : અમેરિકી ચિત્રઅભિનેતા. મૂળ નામ ઍન્તૉનિયો ક્વિનોનેસ. સુવિખ્યાત અમેરિકન અભિનેતા. બાળ-અભિનેતા તરીકેની પશ્ચાદભૂમિકા ધરાવતા આ અભિનેતાનો પુખ્ત વયે પહોંચ્યા પછીનો પહેલો અભિનય ‘પેરોલ’ સિનેકૃતિ(1936)માં. ત્યારબાદ બહુસંખ્ય અભિનયની તેમની કારકિર્દી હોવા છતાં ‘ઑક્સ બો ઇન્સિડેન્ટ’…

વધુ વાંચો >

એન્ને ડેર્નિયર આ મારિયેનબાદ

એન્ને ડેર્નિયર આ મારિયેનબાદ (લાસ્ટ ટ્રેન ફ્રૉમ મારિયેનબાદ) (1961) : વિખ્યાત ફ્રેન્ચ ચલચિત્ર. દિગ્દર્શક : આલાં રેને. નિર્માતા : પિયરે કોરોઉ (પ્રીસીટેલ), રેમૉન્ડ ફ્રોમેન્ટ (ટેરાફિલ્મ). પટકથા : એલાં રૉબ ગ્રીયે. સંગીત : ફ્રાન્સિસ સિરીઝ. અભિનયવૃંદ : ડેલ્ફીન સીરીગ, જ્યૉર્જિયો આલ્બર્ટાઝી, સાચા પીટોઇફ. કથાના પ્રસંગો – ઘટનાઓની સૂક્ષ્મ વાસ્તવિકતા પર લક્ષ્ય…

વધુ વાંચો >

એન્ફન્ત્સ દુ પેરાદી

એન્ફન્ત્સ દુ પેરાદી (ચિલ્ડ્રન ઑવ્ પેરેડાઇઝ) (1945) : દિગ્દર્શન- કલાના નમૂનારૂપ ફ્રેન્ચ ચલચિત્ર. દિગ્દર્શક : માર્સેલ કાર્ને. નિર્માતા : પાથે સિનેમા કંપની. પટકથા : ઝાક પ્રેવર્ટ, મોરિસ થિરેટ, જૉસેફ કૉસ્મા અને જી. મૉક્વે. અભિનયવૃન્દ : આર્લેટ્ટી (ગ્રેનેસ), ઝ્યાં લુઇ બારો (દેબ્ય્રુ), પિયરે બ્રાસ્સીયેર (ફ્રેડરિક લેમાત્રે), મારિયા કાસારિઝ (નાથાલી), માર્સેલ હેરાન્ડ…

વધુ વાંચો >

એરાઉન્ડ ધ વર્લ્ડ (1967)

એરાઉન્ડ ધ વર્લ્ડ (1967) : 70 મિમી.માં નિર્માણ પામેલી સર્વપ્રથમ હિંદી ફિલ્મ. ભારત સરકારની વિદેશી હૂંડિયામણ અંગેની અવાસ્તવિક નીતિનો ખ્યાલ આપવા તૈયાર કરાયેલી આ ફિલ્મના નિર્માણની વિગત આ પ્રમાણે છે : નિર્માતા  – પી. સી. પિક્ચર્સ; દિગ્દર્શક – એમ. એલ. પાછી; સંગીતનિર્દેશન – શંકર જયકિશન; અભિનયવૃંદ – રાજકપૂર, રાજશ્રી, પ્રાણ,…

વધુ વાંચો >