ઉર્દૂ સાહિત્ય

મીર દર્દ

મીર દર્દ (જ. 1720; અ. 1785) : ઉર્દૂના પ્રથમ પંક્તિના સૂફીવાદી કવિ. આખું નામ ખ્વાજા મીર દર્દ. તેમના વડવા ઔરંગઝેબ બાદશાહના સમયમાં સત્તરમા શતક દરમિયાન બુખારાથી હિંદ આવ્યા હતા. તેમના પિતા ખ્વાજા મુહમ્મદ નાસિર અન્દલીબ (1693-1759) ફારસીના પ્રખ્યાત કવિ હતા. મીર દર્દનું ખાનદાન મધ્ય એશિયાના સૂફી સંપ્રદાય નક્શબંદ સાથે સંબંધ…

વધુ વાંચો >

મીર સોઝ

મીર સોઝ (જ. ?; અ. 1799) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ મુહમ્મદ મીર. તેમનું ઉપનામ પહેલાં ‘મીર’ અને પાછળથી બદલાઈને ‘સોઝ’ પડ્યું હતું. તેઓ દિલ્હીના રહેવાસી હતા. તેમના પિતા સૈયદ ઝિયાઉદ્દીન બુખારી એક સૂફીવાદી ધર્મપુરુષ અને વટવા(અમદાવાદ)ના પ્રખ્યાત બુઝુર્ગ હજરત કુત્બે આલમ(રહ.) (અ. 1453)ના વંશના હતા. મીર સોઝ એક…

વધુ વાંચો >

મીર હસન

મીર હસન (જ. 1736, દિલ્હી; અ. 1786, લખનૌ) : ઉર્દૂ કવિ. ‘હસન’ તેમનું ઉપનામ. આખું નામ મીર ગુલામ હસન. તેઓ મસ્નવી કાવ્ય ‘સેહરૂલ બયાન’ માટે જાણીતા છે. તેમના વડવા મીર ઇમામી મસવી, હિરાત(અફઘાનિસ્તાન)થી શાહજહાં બાદશાહના રાજ્યકાળમાં દિલ્હી આવ્યા હતા. મીર હસનના પિતા મીર ગુલામ હુસેન ઝાહિક પણ ઉર્દૂમાં કવિતા રચતા…

વધુ વાંચો >

મીરાજી, સનાઉલ્લાહ

મીરાજી, સનાઉલ્લાહ (વીસમા શતકનો પૂર્વાર્ધ) : ઉર્દૂના વિવાદાસ્પદ કવિ તથા લેખક. તેમની રચનાઓમાં હિન્દુ દેવમાલા અને હિન્દી ભાષાની સ્પષ્ટ છાપ જોવા મળે છે. તેઓ બાળપણમાં ગુજરાતમાં રહ્યા હતા અને ગુજરાતના ડુંગરો તથા ગ્રામીણ સંસ્કૃતિથી પણ પ્રભાવિત થયા હતા. તેમનું નામ મુહમ્મદ સનાઉલ્લાહ હતું. તેઓ કાશ્મીરના દાર (ધાર) કુટુંબના હતા. પંજાબ…

વધુ વાંચો >

મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ

મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ (જ. 1826; અ. 13 ઑક્ટોબર 1900, હૈદરાબાદ) : ઉર્દૂ કવિતાની લખનૌ-વિચારધારાના પ્રખ્યાત કવિ. તેઓ તેમની નઅતિયા શાયરી માટે જાણીતા છે. તેમાં પયગંબર મુહમ્મદસાહેબ(સ.અ.વ.)ની પ્રશંસા અને તેમના જીવન-પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યાં છે. તેઓ લખનૌના એક પ્રતિષ્ઠિત ખાનદાનના નબીરા અને શરૂઆતમાં નવાબ વાજિદઅલી શાહના દરબારી હતા. 1857ના…

વધુ વાંચો >

મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ

મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ (જ. 3 જાન્યુઆરી 1836, મથુરા, અ. 1895) : લખનૌની પ્રકાશનસંસ્થા મુનશી નવલકિશોરના સ્થાપક. તેમણે ભારતીય વિદ્યા, કલા તથા સંસ્કૃતિને ઉત્તેજન આપ્યું, તથા ઉર્દૂ ભાષા-સાહિત્યના મહાન પ્રણેતા બની રહ્યા. મુનશી નવલકિશોર એક વ્યક્તિ નહિ, પરંતુ એક સંસ્થા સમાન હતા. તેમણે 1858–1895ના 38 વર્ષના ગાળામાં અરબી, ફારસી, ઉર્દૂ તથા…

વધુ વાંચો >

મુનશી, પ્રેમચંદ

મુનશી, પ્રેમચંદ (જ. 31 જુલાઈ 1880, લમહી, બનારસ પાસે; અ. 8 ઓક્ટોબર 1936, વારાણસી) : ઉર્દૂ તથા હિંદી ભાષાના ખ્યાતનામ સર્જક. મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ. લાડમાં તેમનું નામ ‘નવાબરાય’ પડ્યું હતું અને પરિવારમાં તથા જાહેરમાં તેઓ એ નામે ઓળખાવા માંડ્યા હતા. પિતા અજાયબરાય અને માતા આનન્દીદેવી. વ્યવસાય ખેતીનો, છતાં પારિવારિક…

વધુ વાંચો >

મુફતી, સદરુદ્દીન આઝુર્દા

મુફતી, સદરુદ્દીન આઝુર્દા (જ. 1789; અ. 16 જુલાઈ 1868) : ઉત્તર ભારતના ઓગણીસમી સદીના પ્રખર વિદ્વાન અને ન્યાયાધીશ. તેમણે દિલ્હીની મોગલ સલ્તનતના છેલ્લા દિવસોમાં મુફતી તરીકે અને અંગ્રેજી શાસનના શરૂઆતના દિવસોમાં સદ્ર-ઉસ-સુદૂર (મુખ્ય ન્યાયાધીશ) તરીકે પ્રશંસનીય સેવા બજાવી હતી. વળી તેઓ એક ઉત્તમ શિક્ષક પણ હતા. તેમના શિષ્યોમાં કેટલાયે મુસ્લિમ…

વધુ વાંચો >

મુરાદાબાદી, જિગરઅલી સિકંદર

મુરાદાબાદી, જિગરઅલી સિકંદર (જ. 1890, મુરાદાબાદ; અ. 9 સપ્ટેમ્બર 1960, ગોંડા) : વીસમી સદીના પૂર્વાર્ધના ઉર્દૂ ગઝલના અગ્રેસર કવિ. જિગર મુરાદાબાદીનું નામ અલી સિકંદર હતું. તેઓ મુરાદાબાદમાં જન્મ્યા હોઈ તેમના તખલ્લુસ ‘જિગર’ની સાથે ‘મુરાદાબાદી’ પણ કહેવામાં આવતું. જિગરના પૂર્વજો મૌલવી મોહંમદસુમા મોગલશાહજાદા શાહજહાંના ઉસ્તાદ હતા; પરંતુ કોઈ કારણસર શાહી કુટુંબ…

વધુ વાંચો >

મુલ્લા, આનંદનારાયણ

મુલ્લા, આનંદનારાયણ (જ. 24 ઑક્ટોબર 1901, લખનૌ; અ. 12 જૂન 1997) : ભારતના અગ્રણી કાયદાવિદ તથા નામાંકિત ઉર્દૂ કવિ. તેમને તેમના અદ્યતન ઉર્દૂ કાવ્યસંગ્રહ ‘મેરી હદીસે ઉમ્રે ગુરેઝાં’ (1963) માટે 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવેલો. પિતા જગતનારાયણ ન્યાયાધીશ હતા. 1921માં કેનિંગ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. અને…

વધુ વાંચો >