ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

સ્ટૅમ્પ-ડ્યૂટી

સ્ટૅમ્પ-ડ્યૂટી : સરકારે નક્કી કરેલા આર્થિક વ્યવહારો સહિત ભિન્ન ભિન્ન પ્રકારના વ્યવહારો-પ્રસંગે તે વ્યવહારોને કાયદાનું પીઠબળ મળે તે માટે નિયત રકમના સ્ટૅમ્પ કે સ્ટૅમ્પ-પેપરના ઉપયોગ દ્વારા નાગરિકો તરફથી ચૂકવવામાં આવતો વેરો. મિલકતોના ખરીદ-વેચાણ-પ્રસંગે પક્ષકારો વચ્ચે થતો કરાર નિયત રકમના સ્ટૅમ્પ-પેપર પર જ થવો જોઈએ. અંગ્રેજોએ જાહેર વિત્તવ્યવસ્થાને ભારતમાં દાખલ કરી…

વધુ વાંચો >

સ્ટૉક

સ્ટૉક : ઉછીનાં નાણાં મેળવવા માટે અન્ય પ્રકારના કોઈ એકમના બદલે ફક્ત નાણાંના એકમમાં બહાર પાડવામાં આવતી જામીનગીરીઓ (બૉન્ડ). સરકાર સ્થાનિક સત્તાવાળાઓ અને કંપનીઓ તરફથી દેશમાં જે નાણું પ્રચલિત હોય, તેવા ચલણના નિશ્ચિત એકમમાં બહાર પાડેલી જામીનગીરીઓ સ્ટૉક તરીકે ઓળખાતી હતી. સામાન્ય રીતે તેની કિંમત રૂ. 100 અથવા પાઉન્ડનું ચલણ…

વધુ વાંચો >

સ્ટૉક (જથ્થો)

સ્ટૉક (જથ્થો) : ધંધાદારીનો હાથ ઉપરનો નહિ વેચાયેલો કે નહિ વપરાયેલો માલ. ગુજરાતીમાં જેને જથ્થો કહેવામાં આવે છે તેને અંગ્રેજીમાં ‘સ્ટૉક’ કહે છે. ધંધાદારી સમાજ તો ‘જથ્થો’ શબ્દનો ઉપયોગ કરવાને બદલે ‘સ્ટૉક’ શબ્દનો ઉપયોગ કરે છે. ધંધાદારીના હાથ પરના નહિ વેચાયેલા અને નહિ વપરાયેલા માલને ‘સ્ટૉક’થી ઓળખવામાં આવે છે. ઉત્પાદકો…

વધુ વાંચો >

સ્થાનિકીકરણ ઉદ્યોગોનું

સ્થાનિકીકરણ, ઉદ્યોગોનું : કોઈ એક પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ કરતા ધંધાકીય એકમોનો સમૂહ ઉદ્યોગથી ઓળખાય છે; દા. ત., પેપર ઉદ્યોગ. આવા અનેક ઉદ્યોગોનાં કારખાનાં જુદાં જુદાં સ્થળે સ્થાપવામાં આવે છે. કોઈ એક કારખાનાનું સ્થળ પસંદ કરવાની પ્રક્રિયા સ્થાનિકીકરણથી ઓળખાય છે. કારખાના માટે સ્થળ પસંદ કરીને ત્યાં તે સ્થાપ્યા બાદ સ્થળ બદલવાનું…

વધુ વાંચો >

સ્થાયી મૂડી (fixed capital)

સ્થાયી મૂડી (fixed capital) : જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રી વસાવવા માટે તથા જાળવવા માટે ધંધાકીય એકમની લાંબા ગાળાની મૂડી. ઉદ્યોગપતિ નવી કંપની શરૂ કરતાં અગાઉ ઇજનેરો, સ્થપતિઓ અને તજ્જ્ઞોની મદદ વડે ધંધા અંગેની નાણાકીય જરૂરિયાતોનો અડસટ્ટો કઢાવે છે; કારણ કે જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રીમાં રોકાણ કરવા માટે સ્થાયી…

વધુ વાંચો >

સ્લૉઅન ઍલ્ફ્રેડ

સ્લૉઅન, ઍલ્ફ્રેડ પ્રિચાર્ડ, જુ. (જ. 1875, ન્યૂ હેવન, કનેક્ટિકટ; અ. 1966) : અમેરિકાના કુશળ ઉદ્યોગપતિ તથા જાણીતા માનવતાવાદી. 1920ના દાયકાથી તેમણે જનરલ મોટર્સને પુન:સંગઠિત કરવા તથા સુસજ્જ કરવા પિયર ડુ પૉટ સાથે કાર્ય કરવા માંડ્યું. 1924માં તે એ મોટરઉદ્યોગના પ્રમુખ બન્યા અને પછી 1937થી 1956 દરમિયાન તેના અધ્યક્ષ તરીકે કાર્યભાર…

વધુ વાંચો >

સ્વ-અન્વેષણ (self-audit)

સ્વ-અન્વેષણ (self-audit) : વીતેલા વર્ષ દરમિયાન પેઢીએ કરેલા સમગ્ર કાર્યની સિદ્ધિ અથવા નિષ્ફળતાનું પેઢીના સંચાલકો દ્વારા કરાતું મૂલ્યાંકન. હિસાબોને પારદર્શી, પ્રામાણિકતાના પાયે અને ઉત્તરદાયિત્વસભર રાખવા હોય તો ઑડિટર ધંધાકીય કે બિન-ધંધાકીય એકમની બહારની અને હિસાબો તપાસી શકે તેવી ક્ષમતાવાળી વ્યક્તિ હોવી જોઈએ. અત્યાર સુધી આ શરતે જ સર્વત્ર અન્વેષણ થાય…

વધુ વાંચો >

હડતાળ (strike)

હડતાળ (strike) : માલિકો પાસેથી કામદારોએ ધારેલો લાભ પ્રાપ્ત કરવા માટે કામદારો દ્વારા પોતાની કામગીરીનો પુરવઠો આંશિક ઓછો અથવા પૂરેપૂરો બંધ કરવાનું સાધન. કામદાર/કર્મચારી અને માલિક વચ્ચેના સંબંધો આર્થિક સંબંધો છે. સંબંધો બાંધતા અને નિભાવતા માલિકનો હેતુ સામાન્યત: એ હોય છે કે કર્મચારીને ન્યૂનતમ વળતર આપીને મહત્તમ ઉત્પાદકતા મેળવવી, તેથી…

વધુ વાંચો >

હપતેથી વેચાણ-પ્રથા

હપતેથી વેચાણ-પ્રથા : પ્રથમ હપતામાં આંશિક કિંમત ચૂકવીને બાકીની કિંમત નિશ્ચિત રકમના નિશ્ચિત સંખ્યાના હપતામાં ચૂકવી મોંઘી વસ્તુ ખરીદવાની પ્રથા. કોઈ એક વ્યક્તિ કોઈ એક ચીજ ખરીદવાની (ખરીદ)શક્તિ પ્રાપ્ત કરે તે પહેલાં તે ચીજ ખરીદવા માંગતી હોય અને વેચનાર તેના પર ભરોસો મૂકવા તૈયાર હોય તો વેચાણની જે કેટલીક પ્રથાઓ…

વધુ વાંચો >

હવાઈ પરિવહન

હવાઈ પરિવહન : જુઓ પરિવહન.

વધુ વાંચો >