ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
મૂળચંદ આશારામ
મૂળચંદ આશારામ (જ. 24 ઑક્ટોબર 1883, ધોળકા; અ. 24 જૂન 1951, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી વ્યાપારી અને સમાજસેવક. માતા : ઇચ્છાબાઈ. પ્રાથમિક શિક્ષણની શરૂઆત ગામઠી શાળામાં કરી. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થવાથી ફોઈબા વીજળીબહેનની છત્રછાયા નીચે વડોદરા અને અમદાવાદમાં શાળાકીય શિક્ષણ લીધું. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ અધૂરો…
વધુ વાંચો >મૃત્યુવેરો (Estate Duty)
મૃત્યુવેરો (Estate Duty) : વ્યક્તિના મૃત્યુના કારણે સંક્રમિત થતી (passing on death) મિલકતની વાસ્તવિક કિંમત(principal value)નું નિર્ધારણ (assessment) કરીને તે કિંમત ઉપર લાગુ પડતા દરે વસૂલ કરવામાં આવતો વેરો. ભારતમાં એસ્ટેટ ડ્યૂટી અધિનિયમ, 1953 તા. 15–10–1953થી અમલમાં આવ્યો હતો અને તા. 15-3-1985ના દિને તે રદ કરવામાં આવ્યો. આમ છતાં અધિનિયમ…
વધુ વાંચો >મેકનામેરા, ફ્રૅન્ક
મેકનામેરા, ફ્રૅન્ક (જ. 1917; અ. 1957) : અમેરિકાના વેપારી અને નવવિચારના પ્રણેતા. અમેરિકામાં 1920ના દશકાથી ગ્રાહકોને વ્યક્તિગત વેપારીઓ તરફથી ક્રેડિટ કાર્ડ આપવાની પ્રથા હતી. એક વખત એવું બન્યું કે એક રેસ્ટોરાંમાં તેઓ ગયા ત્યારે તેમની પાસે બિલ ચૂકવવાનાં નાણાં ન હતાં. ત્યારે તેમને આવાં નાનાં નાનાં વેપાર-મથકોમાં ક્રેડિટ કાર્ડની પ્રથા…
વધુ વાંચો >મૅકમિલન, ડૅનિયલ તથા ઍલેક્ઝાન્ડર
મૅકમિલન, ડૅનિયલ તથા ઍલેક્ઝાન્ડર ડૅનિયલ ( જ. 13 સપ્ટેમ્બર 1813, આઇલ ઑવ્ ઍરન, બ્યૂટશાયર, સ્કૉટલૅન્ડ; અ. 27 જૂન 1857, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; ઍલેક્ઝાન્ડર – જ. 3 ઑક્ટોબર 1818, ઇર્વિન, આયરશાયર, સ્કૉટલૅન્ડ; અ. 26 જાન્યુઆરી 1896, લંડન) : સ્કૉટલૅન્ડના પુસ્તક-વિક્રેતા અને પ્રકાશક. 1843માં તેમણે ‘મૅકમિલન ઍન્ડ કંપની’ નામની પેઢી સ્થાપી. પુસ્તકોની આ…
વધુ વાંચો >મૅનેજિંગ એજન્સી
મૅનેજિંગ એજન્સી : ભારતમાં વ્યાપારી કે ઔદ્યોગિક પેઢીઓની સ્થાપના અને સંચાલન કરનાર અને તે દ્વારા નફો કમાનાર વ્યક્તિઓનાં જૂથો. આ જૂથો ભાગીદારી પેઢી અથવા ખાનગી મર્યાદિત જવાબદારીવાળી મંડળીના સ્વરૂપે કામ કરતાં હતાં અને તેમના દ્વારા બૅંકો, મિલો, વહાણવટું, જાહેર ઉપયોગની સેવાઓ (public utilities), ખાણો, બગીચા-ઉદ્યોગો, મૂડીરોકાણ કરતાં ટ્રસ્ટો અને સુવાંગ…
વધુ વાંચો >મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશન
મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશન : 1956ના કંપનીધારા હેઠળ કંપનીની સ્થાપના-સમયે કંપનીઓના રજિસ્ટ્રારની ઑફિસમાં નોંધાવવું પડતું આવેદનપત્ર. કંપનીની સ્થાપનાવિધિમાં તેનું આવેદનપત્ર ખૂબ જ મહત્વનો મૂળ દસ્તાવેજ ગણાય છે. તે કંપનીની સનદ અથવા બંધારણ છે. કંપની સાથે સંબંધ ધરાવતા બાહ્ય પક્ષકારો જેવા કે સરકાર, લેણદાર, બક તેમજ જાહેર જનતા માટે આ અગત્યનો દસ્તાવેજ…
વધુ વાંચો >મેળવણીપત્રક
મેળવણીપત્રક : ધંધાદારીના હિસાબી ચોપડા મુજબ દેવાદાર/લેણદારના ખાતામાં તથા જે તે દેવાદાર/ લેણદારના હિસાબી ચોપડા મુજબ ધંધાદારીના ખાતામાં તફાવત જણાય અથવા ધંધાદારીના હિસાબી ચોપડા મુજબ બૅંક ખાતામાં તથા તેની બૅંક પાસબુકમાં તફાવત જણાય તો તેનાં કારણો શોધીને મેળવણી કરવા માટેનું પત્રક. ધંધામાં દેવાદારો અને લેણદારો હિસાબની પતાવટ કરવા માટે એકબીજાને…
વધુ વાંચો >મોદી, ગુજરમલ મુલ્તાનીમલ
મોદી, ગુજરમલ મુલ્તાનીમલ (જ. ઑગસ્ટ 1902, પતિયાળા; અ. 22 જાન્યુઆરી 1976, મુંબઈ) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. ખાનગી ટ્યૂશનો દ્વારા નાનપણમાં ખપ પૂરતું ભણતર લઈને કુમળી વયે પિતા સાથે વ્યાપારમાં જોડાઈ ગયા. થોડા સમય માટે અનુભવ લઈ મોદી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપના કરી અને તેનું ચૅરમૅનપદ સંભાળ્યું. મોદી ગ્રૂપ ઑવ્…
વધુ વાંચો >મોદી, રુસી
મોદી, રુસી (જ. 17 જાન્યુઆરી 1918, મુંબઈ; અ. 16 મે 2014 કૉલકાતા) : ભારતમાં ઔદ્યોગિક વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત, ‘ટિસ્કો’ના નિવૃત્ત ચૅરમૅન તથા ‘મૅન મૅનેજર’(‘Man Manager’)નું બિરુદ પ્રાપ્ત કરનાર કુશળ સંચાલક. પિતા સર હોમી પી. મોદી વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પૂર્વ સભ્ય, જાણીતા ઉદ્યોગપતિ, સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયાના પૂર્વ ચૅરમૅન તથા મુંબઈ અને…
વધુ વાંચો >મોરારજી ગોકુળદાસ
મોરારજી ગોકુળદાસ (જ. 29 ઑક્ટોબર 1834, મુંબઈ; અ. 16 ઑક્ટોબર 1880, મુંબઈ) : પ્રતિષ્ઠિત વ્યાપારી અને સ્વદેશાભિમાની ઉદ્યોગપતિ. માતાનું નામ સુંદરબા. ખાનગી ટ્યૂશનો દ્વારા બાળપણમાં ખપ પૂરતું ભણતર લીધું. પિતાનું નાનપણમાં જ અવસાન થવાથી કાકાઓ સાથે પેઢીમાં પગારથી જોડાયા, જેમાં પાછળથી તેમને ભાગીદાર થવાનો પણ લાભ મળ્યો. ત્યાં થોડાક સમય…
વધુ વાંચો >