ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
મફતલાલ ગગલભાઈ
મફતલાલ ગગલભાઈ (જ. 1873, અમદાવાદ; અ. 1944, મુંબઈ) : આત્મબળ, ઉત્સાહ અને સાહસથી સફળ બનેલા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ તથા દાનવીર. પાટીદાર જ્ઞાતિમાં જન્મેલા મફતલાલના પિતા ગગલભાઈની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી, તેથી મફતલાલ થોડું જ ભણી શક્યા અને તેર વર્ષની વયે નિશાળ છોડીને પિતાની કાપડની ફેરીમાં અને નાનકડી દુકાનમાં જોડાયા. થોડા…
વધુ વાંચો >મર્ચન્ટ બૅંકિંગ
મર્ચન્ટ બૅંકિંગ : નાણાં અને શાખનો વાણિજ્યવિષયક હેતુથી લેવડદેવડ કરવાનો વ્યવસાય. વિનિમય(barter)પદ્ધતિ બાદ નાણાંને માધ્યમ તરીકે ઉપયોગમાં લઈને શરૂ થયેલા આર્થિક વ્યવહારોએ વિનિમયના માધ્યમની નવી સંકલ્પનાઓ આપી, એણે અનેક નવી શક્યતાઓ પેદા કરી. સમાન મૂલ્ય ધરાવતું અને પોતીકું કશું જ ઉપયોગમૂલ્ય નહિ ધરાવતું નાણું આર્થિક વ્યવહારોનું વિનિમય-માધ્યમ બને તે સાથે…
વધુ વાંચો >મર્યાદિત ભાગીદારી
મર્યાદિત ભાગીદારી : એક અથવા વધુ ભાગીદારોની આર્થિક જવાબદારી–મર્યાદિત હોય તેવી ભાગીદારી. જવાબદારી પ્રમાણેની ભાગીદારી પેઢીના બે પ્રકાર છે : (1) મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી, (2) અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા એક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય અને બાકીના ભાગીદારોની જવાબદારી મર્યાદિત હોય છે. પેઢીના વિસર્જન…
વધુ વાંચો >મસ્ક, ઇલોન
મસ્ક, ઇલોન (જ. 28 જૂન, 1971, પ્રીટોરિયા, દક્ષિણ આફ્રિકા) : આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ. ટેસ્લા, સ્પેસX, X (અગાઉ ટ્વિટર) અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી(DOGE)માં નેતૃત્વ માટે પ્રસિદ્ધ ઉદ્યોગસાહસિક ઇલોન રીવે મસ્ક. વર્ષ 2021થી દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ અને મે, 2025માં ફૉર્બ્સના અંદાજ મુજબ નેટવર્થ 424.7 અબજ ડૉલરની છે. 2024માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખની…
વધુ વાંચો >મહિન્દ્રા ,આનંદ
મહિન્દ્રા ,આનંદ (જ. 1 મે 1955, મુંબઈ, મહારાષ્ટ્ર) : વ્યાપારી જૂથ મહિન્દ્રા ગ્રૂપના અધ્યક્ષ. પિતા હરીશ જગદીશચંદ્ર મહિન્દ્રા ઉદ્યોગપતિ હતા. માતા ઇન્દિરા મહિન્દ્રા લેખિકા હતાં. આનંદ મહિન્દ્રાએ પોતાનું શાળાકીય શિક્ષણ લોરેન્સ સ્કૂલ, લવડેલ, તમિળનાડુમાં મેળવેલું. બાળપણથી જ ફિલ્મ બનાવવાનો શોખ હોવાથી આનંદ મહિન્દ્રાએ 1977માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ફિલ્મનિર્માણ અને વાસ્તુકલાના વિષયમાં…
વધુ વાંચો >મહેતા, ગગનવિહારી લલ્લુભાઈ
મહેતા, ગગનવિહારી લલ્લુભાઈ (જ. 15 એપ્રિલ 1900, અમદાવાદ; અ. 28 એપ્રિલ 1974, મુંબઈ) : પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા કુશળ વહીવટદાર તથા અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ એલચી. પિતા લલ્લુભાઈ શામળદાસ ભાવનગર રિયાસતના દીવાન હતા. તેમની માતાનું નામ હતું સત્યવતી. 1917માં મુંબઈની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને 1921માં ત્યાંની જ એલ્ફિન્સ્ટન…
વધુ વાંચો >મહેતા, ગિરધારીલાલ
મહેતા, ગિરધારીલાલ (જ. 13 જાન્યુઆરી 1907, વારાણસી; અ. 4 જુલાઈ 1988, કૉલકાતા) : ભારતના અગ્રણી વ્યાપારી અને દાનવીર. તેમણે પ્રાથમિક શિક્ષણ વારાણસી અને કૉલકાતામાં લીધું હતું. 1922માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. તેમની બળદેવદાસ શાલિગ્રામની પેઢી કઠોળ, તેલીબિયાં અને કપાસની દલાલી કરી અંગ્રેજ કંપનીઓને તે નિકાસ માટે પૂરાં…
વધુ વાંચો >મહેતા, ધીરજલાલ
મહેતા, ધીરજલાલ (જ. 27 એપ્રિલ 1936; અ. 22 એપ્રિલ 2024) : જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સમાજસેવક. કૉર્પોરેટ, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં એમનું યોગદાન – વિશેષ કરીને ગ્રામ્ય ભારતમાં ગરીબ વર્ગના ઉત્કર્ષ માટે સમર્પિત જીવન-કટોકટીના વિરોધમાં જયપ્રકાશજીના આંદોલનમાં સક્રિય. સીડનહામ કૉલેજ, મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીઝ ઇન્સ્ટિટ્યૂટના ફેલોમેમ્બર–બજાજ…
વધુ વાંચો >મહેતા, નાનજી કાળીદાસ
મહેતા, નાનજી કાળીદાસ (જ. 17 નવેમ્બર 1887, ગોરાણા, સૌરાષ્ટ્ર; અ. 25 ઑગસ્ટ 1969) : ભારતના સાહસિક ઉદ્યોગપતિ, કન્યા-કેળવણીના પુરસ્કર્તા અને અગ્રણી દાનવીર. વતન ગોરાણાની ગામઠી શાળામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરી પિતા સાથે વ્યાપારમાં જોડાયા. 1900માં મોટાભાઈ ગોરધનદાસ સાથે વ્યાપાર કરવા માડાગાસ્કર ગયા, પરંતુ બે જ વર્ષમાં ‘બોઅર વૉર’ ફાટી…
વધુ વાંચો >મહેતા, પ્રતાપરાય ગિરધરભાઈ
મહેતા, પ્રતાપરાય ગિરધરભાઈ (જ. 15 ઑગસ્ટ 1900, અમરેલી; અ. 17 ઑગસ્ટ 1971, બેંગ્લોર) : ગુજરાતના એક અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. તેઓ એવા નિરભિમાની, સરલ અને વિવેકશીલ હતા કે વતન અમરેલી અને આજુબાજુનાં ગ્રામજનોમાં વ્હાલસોયા ‘બાપુજી’ તરીકે જાણીતા હતા. જૂનું અમરેલી શહેર વડી અને ઠેબી નદીના સંગમ ઉપર વસેલું પુરાતત્વીય ર્દષ્ટિએ…
વધુ વાંચો >