ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
પડતર-સંકલ્પનાઓ
પડતર–સંકલ્પનાઓ : ઉત્પાદિત માલ અને સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અને પ્રવિધિની વિવિધ દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરતી વિભાવનાઓ. પડતર-વિશ્લેષણનો ઉપયોગ દરેક ઉત્પાદન-પ્રવૃત્તિ માટે ખૂબ મહત્ત્વનો છે. આવું વિશ્લેષણ કરવા માટે અને ધંધાકીય નિર્ણયો લેવા માટે પડતર-સંકલ્પનાઓ (cost concepts) શું છે અને નિર્ણયો લેવામાં તે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે સમજવું…
વધુ વાંચો >પણ્યાવર્ત (turnover)
પણ્યાવર્ત (turnover) : ઉદ્યોગ અને વેપાર ધંધામાં માલ અથવા સેવાના વેચાણથી પ્રાપ્ત થયેલી એકત્ર રકમ વકરો. વિક્રય પરથી આવેલો ‘વકરો’ શબ્દ પણ વેચાણનો જ સંકેત કરે છે. મોટેભાગે વાર્ષિક ગાળા માટે ગણતરી કરાય છે. વેપારમાં માલના વેચાણથી જ આવક થાય તેનું પરિમાણ વેપાર, વેચાણ અને આવકના પ્રમાણનો તેમજ લાભની માત્રા…
વધુ વાંચો >પરથુ
પરથુ : કંપની જેવા ધંધાકીય એકમની કામગીરી, કાર્યક્ષમતા અને નફાકારકતા જાણવા માટે તૈયાર કરવામાં આવતું કાચું દૈનિક અથવા રોજિંદું સરવૈયું. કંપની અથવા ધંધાકીય એકમ પાસે મૂડી, દેવાં, મિલકતો અને લેણાં કેટલાં છે તથા ચોક્કસ સમય દરમિયાન ધંધામાંથી કેટલો નફો કે નુકસાન થયાં તેની વિગતો ધંધાકીય એકમનું સરવૈયું અને નફાનુકસાન ખાતું…
વધુ વાંચો >પરિવર્તનીય ડિબેન્ચર
પરિવર્તનીય ડિબેન્ચર : પાકતી મુદતે રોકડમાં ચુકવણી કરવાને બદલે નિશ્ચિત તારીખ-દરે અને ધારકની પસંદગી અનુસાર કંપનીના શૅરમાં રૂપાંતર કરવામાં આવે તે પ્રકારનું ડિબેન્ચર. નિયમિત વ્યાજની આવક, મૂડીની સલામતી અને શૅરબજારમાં સૂચીકરણ (listing) દ્વારા ઉદ્ભવતી તરલતાનો લાભ લેવા માટે સામાન્ય રોકાણકાર બાંધી મુદતની થાપણના બદલે ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.…
વધુ વાંચો >પરિવહન
પરિવહન માનવી તેમ જ માલસામાનને લાવવા – લઈ જવા (યાતાયાત) માટે વપરાતાં સાધનો અને સગવડોને લગતી બાબત. આદિકાળથી માનવીની ભૌતિક સુખસુવિધામાં, માનવીની તેમજ તેને ઉપયોગી માલસામાનની પરિવહનગત સાનુકૂળતાએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. આ કારણે પરિવહનનાં સાધનોમાં સતત વિકાસ થતો રહ્યો છે. પરિવહન માટે પ્રાચીન કાળમાં પશુઓનો ઉપયોગ થતો. ત્યારથી…
વધુ વાંચો >પાત્રીકરણ
પાત્રીકરણ : જુઓ આધાનપાત્ર પરિવહન.
વધુ વાંચો >પારેખ મંગળદાસ ગિરધરદાસ
પારેખ, મંગળદાસ ગિરધરદાસ (જ. 6 જૂન 1862, અમદાવાદ; અ. 6 ડિસેમ્બર 1930, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રજાપ્રિય પરોપકારી સજ્જન. તેમનો જન્મ સાધારણ આર્થિક સ્થિતિવાળા કુટુંબમાં થયો હતો. 20 વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી સુતરાઉ કાપડની મિલમાં ટૂંકા પગારથી તેમણે નોકરીની શરૂઆત કરી હતી. નોકરી દરમિયાન કાપડ-મિલ-ઉદ્યોગની…
વધુ વાંચો >પાર્કિન્સનનો સિદ્ધાંત
પાર્કિન્સનનો સિદ્ધાંત : કોઈ પણ કાર્ય પૂરું કરવા માટે જેટલો સમય ઉપલબ્ધ હોય તેના પ્રમાણમાં કાર્યનો વિસ્તાર થયા કરે છે તેવું પ્રતિપાદન કરતો સિદ્ધાંત, આ સિદ્ધાંતની રજૂઆત કરનાર સિરિલ નૉર્થકોટ પાર્કિન્સન ઇતિહાસના પ્રાધ્યાપક હતા. લંડનના પ્રખ્યાત સામયિક ‘ધી ઇકૉનૉમિસ્ટ’માં તેમણે પોતાનું નિરીક્ષણ લેખ-સ્વરૂપમાં 1957માં પ્રગટ કર્યું. તેમણે પોતાનો લેખ બ્રિટિશ…
વધુ વાંચો >પીટરનો સિદ્ધાંત
પીટરનો સિદ્ધાંત : શ્રેણીબદ્ધ વ્યવસ્થાતંત્રમાં બઢતી મળતાં મળતાં વ્યક્તિ તેની બિનકાર્યક્ષમતાના સ્તર સુધી પહોંચવાનું વલણ ધરાવે છે તેમ પ્રતિપાદિત કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંતની રજૂઆત કરનાર લૉરેન્સ પીટર અને રેમન્ડ હલ નામના સંશોધકો હતા. તેમણે નિરીક્ષણ કર્યું કે જ્યાં નજર નાખીએ ત્યાં બિનકાર્યક્ષમતા જ દેખાય છે. સરકારી ઑફિસોમાં જ નહિ, ખાનગી…
વધુ વાંચો >પીટીટ દીનશા માણેકજી (સર)
પીટીટ, દીનશા માણેકજી (સર) (જ. 30 જૂન 1823, મુંબઈ; અ. 5 મે, 1901 મુંબઈ) : ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને લોકહિતૈષી દાનવીર. સૂરતથી સ્થળાંતર કરીને મુંબઈ આવેલા સમૃદ્ધ પારસી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. 14 વર્ષની વયે અભ્યાસ છોડીને તેમણે નોકરી સ્વીકારી; પરંતુ તેમની રુચિ વેપાર અને ઉદ્યોગ તરફ હોવાથી નોકરી…
વધુ વાંચો >