ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
પ્રતિનિવેશન (subrogation)
પ્રતિનિવેશન (subrogation) : વીમાના વિધાનમાં વીમા કંપનીને પ્રાપ્ત થતો વિશિષ્ટ અધિકાર. ક્ષતિપૂર્તિની વિવિધ પૉલિસી અન્વયે પૉલિસીધારકને જો સૂચિત હાનિ થાય તો સંમત રકમની મર્યાદામાં તે ભરપાઈ કરવા વીમા કંપની બંધાય છે. આ સાથે જ પૉલિસીધારકને સામાન્ય ધારા હેઠળ અથવા અન્ય ધારા કે પારસ્પરિક લખાણ હેઠળ આવું નુકસાન અન્ય વ્યક્તિ કે…
વધુ વાંચો >પ્રીમિયમની ચુકવણી (payment of premium)
પ્રીમિયમની ચુકવણી (payment of premium) : વીમાવિધાનમાં વીમાના કરાર એટલે કે પૉલિસીની મહત્વની શરતોમાંની એક. બે પક્ષો વચ્ચેની સમજૂતીને ઘણી વાર લેખિત સ્વરૂપ આપવામાં આવે છે. આવી લેખિત સમજૂતીને કરાર કહે છે. સામાન્ય કરારનાં છ કે સાત લક્ષણો છે : પ્રસ્તાવ, પ્રસ્તાવની સ્વીકૃતિ, પ્રતિદેય (consideration), વિષયવસ્તુની વૈધતા, સંજ્ઞાન (consensus) અને…
વધુ વાંચો >પ્રેમચંદ રાયચંદ
પ્રેમચંદ રાયચંદ (જ. 1812, સૂરત; અ. 1876) : સાહસિક ગુજરાતી વેપારી અને દાનવીર. સૂરતના વતની. તેમનો જન્મ મોટો મોભો અને મોટી શાખ ધરાવતા જૈન કુટુંબમાં થયો હતો. દાદા ઝવેરી હતા. તેમના પિતા રાયચંદ દીપચંદ રૂ તથા બીજી ચીજોનો વેપાર કરતા હતા. તેઓ એક અન્ય સગા સાથે ભાગીદારીમાં દલાલીનો ધંધો પણ…
વધુ વાંચો >પ્રેમાભાઈ હીમાભાઈ
પ્રેમાભાઈ હીમાભાઈ (જ. 1815, અમદાવાદ; અ. 1887, અમદાવાદ) : અમદાવાદના દાનવીર નગરશેઠ. ભારતના મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી નગરશેઠનો ઇલકાબ મેળવનાર શાંતિદાસ ઝવેરી(1590–1660)ના વંશજ પ્રેમાભાઈ વીશા ઓસવાળ જૈન હતા. તેઓ ધનિક કુટુંબના હતા. તેઓ અફીણ અને રૂનો વેપાર, ધીરધાર તથા શરાફી જેવા પરંપરાગત વ્યવસાયો દ્વારા શ્રીમંત બન્યા હતા. પ્રેમાભાઈ, ફૉર્બ્સ, ભોળાનાથ…
વધુ વાંચો >પ્રૉક્સી
પ્રૉક્સી : કંપનીની સભામાં તેના સભ્યના બદલે અન્ય વ્યક્તિએ હાજર રહીને મત આપવાનો અધિકાર. દેશવિદેશમાં રહેતા કંપનીના સભ્યો વિવિધ કારણોસર કંપનીની સભામાં હાજર રહી શકતા નથી. તેઓ કંપનીના સાચા માલિકો હોવા છતાં કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. આથી તેઓ પોતાનો અભિપ્રાય આપી, વહીવટમાં ભાગ લઈ પોતાનો ફાળો આપી શકે…
વધુ વાંચો >પ્રૉજેક્ટ-મૅનેજમેન્ટ
પ્રૉજેક્ટ-મૅનેજમેન્ટ : કોઈ એક કાર્યક્રમ(programme)ના ભાગ-સ્વરૂપની પરિયોજના(project)ને પૂરી કરવા માટે સમયનો અંદાજ કાઢીને તેનું સંચાલન કરવાની પદ્ધતિ. સરકાર, સંસ્થા અથવા પેઢીના કોઈ વ્યાપક કાર્યક્રમમાં સમાવિષ્ટ જુદી જુદી પરિયોજનાઓ તે કાર્યક્રમનો ભાગ હોવાથી પ્રત્યેક પરિયોજનાનું સંચાલન સ્વતંત્ર રીતે કરવામાં આવે છે; છતાં તેના ઉપર કોઈ વરિષ્ઠ તંત્રની પ્રત્યક્ષ અથવા પરોક્ષ દેખરેખ…
વધુ વાંચો >પ્રોત્સાહન-વેતન
પ્રોત્સાહન-વેતન : કામદારો/કર્મચારીઓએ સ્વપ્રયત્નથી પોતાની વધારેલી કાર્યક્ષમતા માટે તેમને ધંધાકીય એકમો દ્વારા આપવામાં આવતો નાણાકીય પુરસ્કાર. જુદી જુદી વેતનપ્રથાઓ અસ્તિત્વમાં હોવા છતાં કામદારોને કાર્યદક્ષ બનાવવા માટે તેમને પ્રોત્સાહન-વેતન આપવાની યોજના કેટલાક ધંધાકીય એકમો કાર્યાન્વિત કરે છે. જો કોઈ કામદાર નિશ્ચિત કરેલા લઘુતમ એકમો કરતાં વધારે એકમોનું ઉત્પાદન કરે તો ઠરાવેલા…
વધુ વાંચો >ફડચો (liquidation)
ફડચો (liquidation) : શૅરહોલ્ડરો અથવા સભાસદોની મર્યાદિત જવાબદારી હોવાના સૂચન રૂપે જેના નામ પછી ‘લિમિટેડ’ શબ્દ લખવો ફરજિયાત છે તેવા ધંધાકીય એકમનું કાયદાની વિધિ અનુસાર વિસર્જન કરવાનું કાર્ય. ધંધાકીય એકમ બંધ કરવાનાં અનેક કારણો હોઈ શકે છે; જેવાં કે સમયસર દેવાં ચૂકવવાની અશક્તિ, પોતાના ધંધાકીય એકમની પુનર્રચના, અન્ય એકમો સાથેનું…
વધુ વાંચો >ફરતી મૂડી
ફરતી મૂડી : હિસાબી નામાની પરિભાષામાં ધંધાકીય એકમની ચાલુ મિલકતો (current assets) અને ચાલુ દેવાં (current liabilities) વચ્ચેના તફાવતરૂપ ચોખ્ખી ચાલુ મિલકતો. ધંધામાં રોકાણ કરેલી મૂડીનું વિભાજન સામાન્ય રીતે સ્થાયી મૂડી (fixed capital) અને ફરતી મૂડી(circulating capital)માં કરાય છે. સ્થાયી મૂડીનો ઉપયોગ જમીન, મકાનો અને યંત્રસામગ્રી ખરીદવામાં થાય છે; જ્યારે…
વધુ વાંચો >ફાળવણીપત્ર
ફાળવણીપત્ર : સીમિત જવાબદારીવાળી કંપનીનાં શેર/ડિબેન્ચર/ બૉન્ડ ખરીદવા માટે અરજદારે કરેલી અરજી સામે કંપની દ્વારા ફાળવવામાં આવેલાં શેર/ડિબેન્ચર/બૉન્ડની વિગતો જણાવતો કંપનીએ અરજદારને મોકલેલો પત્ર. ધંધાકીય વ્યવસ્થા માટે જે ત્રણ સ્વરૂપો પ્રચલિત છે તેમાં એક છે વ્યક્તિગત માલિકીવાળો ધંધો. તેમાં એક જ વ્યક્તિ મૂડીરોકાણ, સંચાલન અને જવાબદારી તથા વેપારનાં જે તે…
વધુ વાંચો >