ઇતિહાસ – ભારત

શિવભાગપુર

શિવભાગપુર : મૈત્રક સમય દરમિયાનનો એક વહીવટી વિભાગ. મૈત્રકવંશના રાજા ધ્રુવસેન 3જાના ઈ. સ. 653ના દાનશાસનમાં તથા રાજા ખરગ્રહ 2જાના ઈ. સ. 656ના દાનશાસનમાં ‘શિવભાગપુર વિષય’નાં ગામોનાં દાન સૂચવાયાં છે. પહેલામાં દક્ષિણપટ્ટનો ઉલ્લેખ છે, એટલે એનો ઉત્તરપટ પણ હોવો જોઈએ. એ વિષય(પ્રાદેશિક વિભાગ)નું વડું મથક શિવભાગપુર હતું. આ નગર એ…

વધુ વાંચો >

શિવાજી

શિવાજી (જ. 6 એપ્રિલ 1627, શિવનેરનો કિલ્લો, જુન્નર પાસે, મહારાષ્ટ્ર; અ. 4 એપ્રિલ 1680, રાયગઢ, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રમાં સ્વરાજના સ્થાપક, મહાન સેનાપતિ અને કુશળ વહીવટકર્તા. શિવાજીના પિતા શાહજી ભોંસલે પુણે પાસે એક જાગીર ધરાવતા હતા અને બીજાપુર રાજ્યની નોકરીમાં હતા. શિવાજી પુણેમાં માતા જીજાબાઈ તથા દાદાજી કોંડદેવ સાથે રહેતા હતા.…

વધુ વાંચો >

શિશુનાગ

શિશુનાગ (ઈ.પૂ. 411 ઈ.પૂ. 393) : મગધનો રાજા અને શિશુનાગ વંશનો સ્થાપક. હર્યંક વંશના રાજાઓ ઉદયન, મુંડ અને નાગદર્શક પિતૃઘાતક હોવાથી લોકો તેમનાથી કંટાળી ગયા હતા. તેથી નાગદર્શકના પ્રધાન શિશુનાગને પ્રજાએ મગધની ગાદીએ બેસાડ્યો. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે આ શિશુનાગ પોતે શિશુનાગ વંશનો સ્થાપક હતો. તેના સમયમાં કેટલાંક શક્તિશાળી રાજ્યો મગધમાં…

વધુ વાંચો >

શિશુનાગ વંશ

શિશુનાગ વંશ (ઈ.પૂ. 411થી ઈ.પૂ. 343) : મગધમાં નાગદર્શકના પ્રધાન શિશુનાગે સ્થાપેલો વંશ. શિશુનાગે અવંતિ, વત્સ, કોશલ જેવાં શક્તિશાળી રાજ્યો જીતીને મગધમાં જોડી દીધાં હતાં. તેની રાજધાની પ્રાચીન ગિરિવ્રજમાં હતી. તેના પછી તેના વંશના અગિયાર રાજાઓ થયા હોવાના ઉલ્લેખો મળે છે. શિશુનાગ પછી તેનો પુત્ર કાકવર્ણ (કાલાસોક) મગધની ગાદીએ બેઠો.…

વધુ વાંચો >

શીખવિગ્રહો

શીખવિગ્રહો : પંજાબના મહારાજા રણજિતસિંહના અવસાન (1839) પછી અંગ્રેજોએ શીખો સામે કરેલા બે વિગ્રહો. રણજિતસિંહના અવસાન પછી છ વર્ષ સુધી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજિતસિંહ પછી તેનો પુત્ર ખડગસિંહ ગાદીએ બેઠો. રણજિતસિંહના બીજા પુત્ર શેરસિંહે ખડગસિંહનો વિરોધ કરી, ગાદી વાસ્તે પોતાનો દાવો રજૂ કર્યો. ખડગસિંહના પુત્ર નાઓ નિહાલસિંહે તેને ટેકો આપ્યો.…

વધુ વાંચો >

શુંગ વંશ

શુંગ વંશ (ઈ.પૂ. 18775) : મૌર્યો પછી મગધના સામ્રાજ્ય ઉપર શાસન કરનાર વંશ. મૌર્યવંશના છેલ્લા રાજા બૃહદ્રથની હત્યા કરીને તેના બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્રે મગધનું સામ્રાજ્ય આંચકી લીધું. આ બનાવ પછી 800 વર્ષે થયેલ કવિ બાણે ‘હર્ષચરિત’માં તેનું વિગતે વર્ણન કર્યું છે. પુરાણોમાં જણાવ્યા મુજબ પુષ્યમિત્ર શુંગ પરિવારનો હતો. પાણિનિ જણાવે…

વધુ વાંચો >

શેખ, અહમદ જહૉ

શેખ, અહમદ જહૉ : ચૌલુક્ય શાસક સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન અણહિલપુર પાટણમાં સ્થાયી થયેલ સૂફી સંત. ગુજરાતમાં ઇસ્લામના આદ્યપ્રચારક. તેમનો મકબરો અત્યારના પાટણના કનસડા દરવાજા બહાર બતાવવામાં આવે છે. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર શેખ અહમદ જહાઁ બ્રાહ્મણોના જેવો વેશ ધારણ કરીને સિદ્ધરાજ જયસિંહની સેવામાં રહ્યા હતા. વીસ વર્ષ સુધી તેમણે શાહી રસોડામાં…

વધુ વાંચો >

શેખ, જમાલુદ્દીન

શેખ, જમાલુદ્દીન (અ. ઈ. સ. 1533) : ચિશ્તિયા ફિરકાના એક સૂફી સંત. ખાનકાહની મદરેસામાં તેઓ શિક્ષણકાર્ય કરતા હતા. તેમણે જુદા જુદા વિષયો ઉપર અનેક ગ્રંથો લખ્યા હતા. તે ગ્રંથોમાંનું એક ‘રિસાલએ મુઝાકિરા’ (ચર્ચાનો રસાલો) મજહબ વિશેની એક અગત્યની પુસ્તિકા છે. આ પુસ્તિકામાં તેમણે સરળ ભાષામાં ઇસ્લામના મહત્ત્વના સિદ્ધાંતો સમજાવ્યા છે.…

વધુ વાંચો >

શેખ, નૂરુદ્દીન

શેખ, નૂરુદ્દીન (જ. 1377, ખેજોગીપોરા, તા. કુલગામ, જિ. જમ્મુ; અ. 1441, રૂપવન, તા. બેરવા, કાશ્મીર) : મહાન કાશ્મીરી સંત અને કાશ્મીરી યૌગિક સંસ્કૃતિના પ્રતીક. તેમનું મૂળ નામ નંદ ઋષિ હતું. તેઓ ‘શેખ-ઉલ્-આલમ’, ‘આલમદારી કાશ્મીર’, ‘શમ્સ-ઉલ્-આરિફિન’, ‘કાશુર વાઝખાન’, ‘પિરાની પીર’, ‘પીરી ઋષિ’ અને ‘સહજ આનંદ’નાં વિવિધ ઉપનામે ઓળખાતા હતા. ધર્મ-શ્રદ્ધા અને…

વધુ વાંચો >

શેખ, મુજીબુર રહેમાન

શેખ, મુજીબુર રહેમાન (જ. 17 માર્ચ 1920, તાન્જીપુરા, ઢાકા, અખંડ ભારત; અ. 15 ઑગસ્ટ 1975, ઢાકા, બાંગ્લાદેશ) : બંગાળી રાજકીય નેતા, બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા અને પ્રથમ વડાપ્રધાન તથા પ્રમુખ. તેઓ મધ્યમવર્ગીય જમીનદાર કુટુંબનું સંતાન હતા. પ્રારંભિક ઉચ્ચ શિક્ષણ કોલકાતાની ઇસ્લામિયા કૉલેજમાંથી મેળવ્યું અને સ્નાતક થયા. ત્યારબાદ ટૂંકા ગાળા માટે ઢાકા યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >