શેખ, જમાલુદ્દીન

January, 2006

શેખ, જમાલુદ્દીન (. ઈ. સ. 1533) : ચિશ્તિયા ફિરકાના એક સૂફી સંત. ખાનકાહની મદરેસામાં તેઓ શિક્ષણકાર્ય કરતા હતા. તેમણે જુદા જુદા વિષયો ઉપર અનેક ગ્રંથો લખ્યા હતા. તે ગ્રંથોમાંનું એક ‘રિસાલએ મુઝાકિરા’ (ચર્ચાનો રસાલો) મજહબ વિશેની એક અગત્યની પુસ્તિકા છે. આ પુસ્તિકામાં તેમણે સરળ ભાષામાં ઇસ્લામના મહત્ત્વના સિદ્ધાંતો સમજાવ્યા છે. તેઓ શાયર પણ હતા અને ‘જમ્મન’ તખલ્લુસથી ગઝલો લખતા હતા.

જયકુમાર ર. શુક્લ