ઇતિહાસ – ભારત
મૌર્ય વંશ
મૌર્ય વંશ : પ્રાચીન ભારતનો પ્રથમ ઐતિહાસિક રાજવંશ. તેની સ્થાપના ઈ. સ. પૂ. 322માં ચન્દ્રગુપ્ત મૌર્યે કરી હતી. તે મોરિય નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં જન્મ્યો હતો. એક વિદ્વાન બ્રાહ્મણ ચાણક્ય તેને તક્ષશિલા લઈ ગયો અને તેણે ત્યાં વિવિધ પ્રકારની તાલીમ લીધી. ચન્દ્રગુપ્તે લશ્કર ભેગું કરીને, નંદ વંશના રાજા ધનનંદને…
વધુ વાંચો >મૌલાના શૌકત અલી
મૌલાના શૌકત અલી (જ. 10 માર્ચ 1873, રામપુર સ્ટેટ, ઉત્તરપ્રદેશ; અ. 26 નવેમ્બર 1938, દિલ્હી) : રાજકીય તથા સામાજિક પ્રવૃત્તિઓના નિષ્ઠાવાન કાર્યકર. પિતા અબ્દુલ અલીખાન રામપુર સ્ટેટના નવાબ યૂસુફઅલીખાન નઝીમના દરબારી હતા, જે 1880માં 31 વર્ષની વયે મૃત્યુ પામ્યા. તે વખતે બીબી અમ્મા તરીકે ઓળખાતાં હિંમતવાન અને ર્દઢ સંકલ્પવાળાં વિધવા…
વધુ વાંચો >મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈ
મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈ (જ. 22 ડિસેમ્બર 1869; રાયબરેલી; અ. 1923) : પ્રથમ પંક્તિના ભારતીય વિદ્વાન, લેખક, હકીમ અને વિશ્વવિખ્યાત ઇસ્લામી શિક્ષણસંસ્થા ‘નદવતુલ ઉલેમા’(An Association of the Learned)ના સ્થાપક તથા પ્રણેતા. તેમના ખાનદાને દેશને ટોચના સ્વાતંત્ર્યસેનાનીઓ, આધ્યાત્મિક ગુરુઓ, અરબી ભાષાના વિદ્વાનો, લેખકો, કવિઓ તથા લોકનાયકો આપ્યા છે. ઉત્તરપ્રદેશના રાયબરેલીના…
વધુ વાંચો >યજ્ઞશ્રી શાતકર્ણી
યજ્ઞશ્રી શાતકર્ણી (શાસનકાળ – ઈ. સ. 174–203) : દખ્ખણ કે દક્ષિણાપથના સાતવાહન વંશનો મહત્વનો રાજા. તેના અભિલેખો નાસિક, કાન્હેરી તથા કૃષ્ણા જિલ્લાના ચિના ગંજમમાંથી અને સિક્કા તમિલનાડુ રાજ્યના કૃષ્ણા અને ગોદાવરી જિલ્લા તથા મધ્યપ્રદેશના ચાંદ જિલ્લામાંથી વરાડ, ઉત્તર કોંકણ, વડોદરા તથા સૌરાષ્ટ્રમાંથી મળી આવ્યા છે. સોપારા(પ્રાચીન સુપ્રારક)માંથી તેના ચાંદીના સિક્કા…
વધુ વાંચો >યજ્ઞસેન
યજ્ઞસેન (ઈ. પૂ.ની બીજી સદી) : વિદર્ભનો રાજા. પુષ્યમિત્ર શુંગ(ઈ. પૂ. 187–151)નો હરીફ અને મૌર્ય સમ્રાટના સચિવનો બનેવી. સંસ્કૃત નાટક ‘માલવિકાગ્નિમિત્ર’માં કાલિદાસે જણાવ્યું છે કે અગ્નિમિત્ર(પુષ્યમિત્રનો પુત્ર)નો મિત્ર માધવસેન યજ્ઞસેનનો પિતરાઈ હતો. તે વિદિશા જતો હતો ત્યારે યજ્ઞસેનના અંતપાલે (સરહદ પરના સૂબાએ) તેની ધરપકડ કરી. તેથી અગ્નિમિત્રે તુરત જ તેને…
વધુ વાંચો >યદુઓ
યદુઓ : ઋગ્વેદના સમયની પ્રસિદ્ધ જાતિ (tribe). પરૂષ્ણી નદીના કાંઠે થયેલ દાશરાજ્ઞ યુદ્ધમાં યદુઓએ ભરતોની વિરુદ્ધ ભાગ લીધો હતો અને તેમાં ત્રિત્સુ પરિવારના ભરતોના રાજા સુદાસનો વિજય થયો હતો. ઋગ્વેદમાં યદુઓનો ઉલ્લેખ અનુઓ, ધૃહ્યુઓ, પુરુઓ તથા તુર્વસુઓ સાથે થયો છે. તેઓ ભરતોની વિરુદ્ધમાં એકબીજાને મદદ કરતા હતા. યદુઓ દક્ષિણ પંજાબમાં…
વધુ વાંચો >યમુનાનગર
યમુનાનગર : હરિયાણા રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 15´ ઉ. અ. અને 77° 15´ પૂ. રે.ની આજુબાજુનો 1,756 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ રાજ્ય, પૂર્વ અને અગ્નિ તરફ ઉત્તરાંચલ રાજ્ય, નૈર્ઋત્યમાં કર્નલ અને કુરુક્ષેત્ર…
વધુ વાંચો >યશોધર્મન, વિષ્ણુવર્ધન
યશોધર્મન, વિષ્ણુવર્ધન (ઈ. સ.ની છઠ્ઠી સદીનો પૂર્વાર્ધ) : ઉત્તર ભારતનો પરાક્રમી રાજા અને મહાન વિજેતા. હૂણો તથા વાકાટકોનાં આક્રમણોના કારણે તથા ગુપ્તોનો અંકુશ નબળો પડવાથી ઈ. સ.ની છઠ્ઠી સદીમાં માળવા પ્રાંત મુશ્કેલીઓમાંથી પસાર થતો હતો. આ પરિસ્થિતિનો લાભ લઈને યશોધર્મન નામના એક સ્થાનિક રાજાએ પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી. થોડા સમયમાં…
વધુ વાંચો >યશોવર્મા
યશોવર્મા (શાસનકાળ : આશરે ઈ. સ. 700–740) : કનોજનો પ્રતાપી રાજા અને મહાન વિજેતા. તેના પૂર્વજો તથા તેનો પૂર્વ ઇતિહાસ જાણવા મળતો નથી; પરંતુ તેના દરબારના પ્રસિદ્ધ રાજકવિ વાક્પતિરાજે પ્રાકૃત ભાષામાં લખેલ ‘ગૌડવહો’ નામના કાવ્યગ્રંથમાંથી તેનું જીવન, શાસન તથા વિજયોની માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં કરેલા વર્ણન અનુસાર રાજા યશોવર્મા…
વધુ વાંચો >યાદવાસ્થળી
યાદવાસ્થળી : યાદવો અંદરોઅંદર લડાઈ કરીને નાશ પામ્યા તે પ્રસંગ. મદ અને મદિરા એ બંને યાદવોનાં મુખ્ય દૂષણો હતાં. એ બંનેના નશાથી ભાન ભૂલેલા યાદવ વીરો પ્રભાસપાટણમાં અંદરોઅંદરના વિગ્રહનો ભોગ બની નાશ પામ્યા. શ્રીકૃષ્ણ વાસુદેવે દ્વારકામાં મદ્યનિષેધ કર્યો હતો. એટલે તેઓ પ્રભાસ ગયા અને મદિરાથી ભાન ગુમાવી, સામસામા મુસલ-યુદ્ધ કરી…
વધુ વાંચો >