ઇતિહાસ – જગત

હિક્સોસ (પ્રજા)

હિક્સોસ (પ્રજા) : સેમિટિક–એશિયાટિક આક્રમકોનું મિશ્ર જૂથ. તેઓ આશરે ઈ. પૂ. 1674માં ઉત્તર ઇજિપ્તમાં ફેલાઈ ગયા હતા અને ઈ. પૂ. 1674થી ઈ. પૂ. 1567 દરમિયાન ત્યાં શાસન કર્યું હતું. ગ્રીક ઇતિહાસકાર મેનેથોએ વિદેશી શાસકને માટે ‘હિક્સોસ’ શબ્દ વાપર્યો છે. તેને વિદેશી રાજવંશ તરીકે પણ ઓળખાવે છે. તેમણે ઇજિપ્તના સામ્રાજ્ય યુગનો…

વધુ વાંચો >

હિટલર ઍડૉલ્ફ

હિટલર, ઍડૉલ્ફ (જ. 20 એપ્રિલ 1887, બ્રોનો, ઑસ્ટ્રિયા; અ. 30 એપ્રિલ 1945, બર્લિન, જર્મની) : જર્મનીનો આપખુદ અને યુદ્ધખોર સરમુખત્યાર. એણે જર્મનીને પ્રગતિની ટોચ પર લઈ જઈને પછી પતનની ઊંડી ખીણમાં ફેંકી દીધું. જગતના મોટા સરમુખત્યાર લડાયક શાસકોમાં ઍડૉલ્ફ હિટલરની ગણના થાય છે. એ ધૂની, ઘમંડી અને સત્તાનો શોખીન હતો.…

વધુ વાંચો >

હિટ્ટાઇટ

હિટ્ટાઇટ : પ્રાચીન એશિયા માઇનોર અથવા અત્યારના તુર્કસ્તાનમાં આવીને સૌપ્રથમ વસવાટ કરનાર લોકો. તેઓ બળવાન અને સુધરેલા હતા. તેઓ ઈ. પૂ. 2000ની આસપાસ તુર્કસ્તાનમાં આવ્યા અને ઈ. પૂ. 1900ની આસપાસ એમણે ત્યાં સત્તા જમાવવાની શરૂઆત કરી. હિટ્ટાઇટોએ સ્થાનિક લોકોને જીતીને અનેક નગરરાજ્યો સ્થાપ્યાં, જેમાં સૌથી વધારે મહત્વનું રાજ્ય હટ્ટુસસ (Hattusas)…

વધુ વાંચો >

હિડેકી ટોજો

હિડેકી, ટોજો (જ. 30 ડિસેમ્બર, 1884, ટોકિયો, જાપાન; અ. 23 ડિસેમ્બર 1948, ટોકિયો) : દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન 1941થી 1944 સુધી જાપાનનો વડોપ્રધાન. તે જાપાનના લશ્કરી વિજયનો હિમાયતી હતો. મિલિટરી સ્ટાફ કૉલેજમાંથી 1915માં સ્નાતક થયા પછી, તે લશ્કરમાં બઢતી મેળવીને આગળ વધવા લાગ્યો. ટોજો હિડેકી 1937માં તે મંચુરિયામાં લશ્કરનો સેનાપતિ નિમાયો.…

વધુ વાંચો >

હિદેયોશી

હિદેયોશી (જ. 6 ફેબ્રુઆરી 1537, એઇચીપ્રિફેક્ચર, ઓવારી, જાપાન; અ. 18 ઑગસ્ટ 1598) : જાપાનનો લશ્કરી અને રાજકીય નેતા. તેનું આખું નામ ટોયોટોમી હિદેયોશી હતું. ટોયોટોમી હિદેયોશી તે લશ્કરમાં જોડાયો અને તેની નોંધપાત્ર લશ્કરી સિદ્ધિઓને લીધે પ્રખ્યાત થયો અને સત્તાધીશ બન્યો. તેણે 1585થી તેના અવસાન પર્યન્ત જાપાન પર શાસન કર્યું અને…

વધુ વાંચો >

હિપોક્રૅટસ (ઇતિહાસ)

હિપોક્રૅટસ (ઇતિહાસ) (જ. ઈ. પૂ. 460, કોસ ટાપુ, ગ્રીસ; અ. ઈ. પૂ. 377, લેરીસા, થેસાલી) : પ્રાચીન કાળનો ગ્રીક ફિઝિશિયન (વૈદ, દાક્તર) અને આધુનિક વૈદકશાસ્ત્રનો પિતા. ડૉક્ટરોએ લેવાના જાણીતા સોગંદ સાથે તેમનું નામ જોડાયેલું છે. તેમના જીવન વિશેની ઘણી અલ્પ માહિતી મળે છે. ઇફેસસના સોરેનસે ઈસુની ત્રીજી સદીમાં તેનું જીવનચરિત્ર…

વધુ વાંચો >

હિબ્રૂ (પ્રજા) (જ્યૂ યહૂદી)

હિબ્રૂ (પ્રજા) (જ્યૂ, યહૂદી) : એશિયા માઇનોરની એક જાતિ. હિબ્રૂ પ્રજા પેલેસ્ટાઇનમાં સ્થાયી થઈ એ પહેલાં એક સ્થળેથી તે બીજે સ્થળે ભટકતી હતી. બાઇબલની કથા અનુસાર હિબ્રૂ જાતિના જન્મદાતા અબ્રાહમ હતા. તેમણે અર છોડીને પેલેસ્ટાઇન તરફ મહાકૂચ કરી; પરંતુ આ પ્રદેશ રણવિસ્તાર હોઈ તેઓ ઇજિપ્ત ગયા જ્યાં પહેલેથી હિબ્રૂ પ્રજા…

વધુ વાંચો >

હિરોશિમા

હિરોશિમા : હૉન્શુ ટાપુના અગ્નિકાંઠે આવેલું જાપાનનું શહેર. વહીવટી પ્રાંત હિરોશિમાનું એ જ નામ ધરાવતું પાટનગર. ભૌગોલિક સ્થાન : 34° 24´ ઉ. અ. અને 132° 27´ પૂ. રે.. પશ્ચિમ હૉન્શુમાં ઓટા અને કિયો નદીના ત્રિકોણપ્રદેશ વચ્ચે રચાયેલા બેટ પર તે વસેલું છે. 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સર્વપ્રથમ અણુબૉમ્બ ત્યાં નાખવાને…

વધુ વાંચો >

હીરોડોટસ

હીરોડોટસ (જ. ઈ. પૂ. 484 ?, હેલિકારનેસસ, એશિયા માઇનોર; અ. ઈ. પૂ. 430-420, થુરિયા, દક્ષિણ ઇટાલી) : ગ્રીસનો પ્રથમ ઇતિહાસકાર. રોમન વક્તા સિસેરોએ તેને ‘ઇતિહાસના પિતા’ તરીકે ઓળખાવ્યો છે. એણે એના સમય સુધીનો ગ્રીસનો અને વિશ્વનો ઇતિહાસ સુંદર શૈલીમાં ગ્રીક ભાષામાં આલેખ્યો હતો. એ સમયે સાહિત્યની લગભગ બધી જ રચનાઓ…

વધુ વાંચો >

હુઈ સુંગ

હુઈ સુંગ : પ્રાચીન ચીનનો સમ્રાટ. સુંગ વંશે ઉત્તર ચીનમાં ઈ. સ. 960થી 1127 સુધી શાસન કર્યું. તેમાં હુઈ સુંગનો શાસનકાળ સને 1100થી 1125-26 સુધી હતો. એ ચિત્રકાર અને કલાનો ચાહક હતો, પણ સારો વહીવટકર્તા બની શક્યો નહિ. એણે સરકારી શાળાઓને ઉદારતાથી નાણાકીય મદદ કરી; પરંતુ સરકારી અધિકારીઓએ એનો દુરુપયોગ…

વધુ વાંચો >