ઇતિહાસ – જગત
રાષ્ટ્રસમૂહ
રાષ્ટ્રસમૂહ : જુઓ કૉમનવેલ્થ
વધુ વાંચો >રાંકે, લિયોપોલ્ડ વૉન
રાંકે, લિયોપોલ્ડ વૉન (જ. 21 ડિસેમ્બર 1795, વીહ, થુરિંગિયા, જર્મની; અ. 23 મે 1886, બર્લિન) : 19મી સદીના અગ્રણી જર્મન ઇતિહાસકાર. તેમણે લાઇપઝિગ અને બર્લિનમાં અભ્યાસ કરીને 1818માં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. 1818થી 1825 સુધી રાંકેએ ફ્રૅન્કફર્ટની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. 1825થી બર્લિન યુનિવર્સિટીમાં ઇતિહાસમાં એસોસિયેટ પ્રોફેસર અને 1834થી…
વધુ વાંચો >રિચર્ડ-2
રિચર્ડ-2 (જ. 6 જાન્યુઆરી 1367, બોરડોક્સ, અ. ફેબ્રુઆરી 1400, પોન્ટિફ્રેક્ટ, યૉર્કશાયર) : 1377થી 1399 સુધી ઇંગ્લૅન્ડનો રાજા. તે એડવર્ડ ધ બ્લૅક પ્રિન્સનો પુત્ર અને રાજા એડવર્ડ ત્રીજાનો પૌત્ર હતો. રિચર્ડ તેના દાદાની ગાદીએ જૂન 1377માં બેઠો ત્યારે તે 10 વર્ષનો એટલે સગીર હતો. તેથી તેના કાકા જૉન ઑવ્ ગોન્ટ અને…
વધુ વાંચો >રૂપર્ટ, પ્રિન્સ
રૂપર્ટ, પ્રિન્સ (જ. ડિસેમ્બર 1619, પ્રાગ; અ. 29 નવેમ્બર 1682, સ્પ્રિંગ ગાર્ડન્સ, વેસ્ટમિન્સ્ટર) : કમ્બરલૅન્ડનો ડ્યૂક, હૉલ્ડરનેસનો ઉમરાવ. તે રૂપર્ટ ઑવ્ રહાઇન તરીકે ઓળખાતો હતો. તે બોહેમિયાના ફ્રેડરિક પાંચમા અને ઇંગ્લૅન્ડના જેમ્સ પહેલાની પુત્રી એલિઝાબેથનો ત્રીજો પુત્ર. વ્હાઇટ માઉન્ટનના યુદ્ધમાં તેના પિતાની હાર પછી તે તેના કુટુંબ સાથે બોહેમિયા છોડી…
વધુ વાંચો >રૅલે, વૉલ્ટર
રૅલે, વૉલ્ટર (જ. 1554 ? હેઝબાર્ટન, ડેવનશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 ઑક્ટોબર 1618, લંડન) : અમેરિકામાં વસાહત સ્થાપનાર અંગ્રેજ સાહસવીર અને લેખક. તેણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ સ્નાતક થતાં પહેલાં અભ્યાસ છોડીને ફ્રાન્સમાં ધાર્મિક વિરોધીઓની મદદ માટે સ્વયંસેવક તરીકે જોડાયા. ત્યાંથી 1578માં પાછા ફર્યા અને 1580માં આયર્લૅન્ડમાં લશ્કરના કૅપ્ટન…
વધુ વાંચો >રોઝનબર્ગ દંપતી
રોઝનબર્ગ દંપતી : જૂલિયસ રોઝનબર્ગ (1918–53) અને ઇથેલ રોઝનબર્ગ (1915–53) (બંનેનો જન્મ ન્યૂયૉર્ક સિટી) : શંકાસ્પદ અમેરિકન જાસૂસ દંપતી. સમગ્ર ઍટલૅંટિક દેશોમાં પથરાયેલી જાસૂસી જાળના ભાગ રૂપે તેઓ કાર્ય કરતાં હતાં એવો આક્ષેપ તેમના પર મૂકવામાં આવ્યો હતો. બ્રિટનમાં ક્લૉસ ફ્યુફ્સના કેસની સુનાવણી દરમિયાન તેમનાં નામ-કામની જાણ થઈ હતી. જૂલિયસ…
વધુ વાંચો >રૉધેન્સ્ટાઇન, જૉન (સર)
રૉધેન્સ્ટાઇન, જૉન (સર) (જ. 1901, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1992) : ઇંગ્લૅન્ડના જાણીતા કલા-વિષયક ઇતિહાસકાર. તેમણે ઑક્સફર્ડ તથા લંડન ખાતે અભ્યાસ કર્યો. 1927થી 1929 દરમિયાન તેમણે અમેરિકામાં અધ્યાપન કર્યું. 1932–38 લીડ્ઝ તથા શેફીલ્ડની સિટી આર્ટ ગૅલરીમાં ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો. તે પછી તેઓ ટેટ ગૅલરીમાં આર્ટ ડિરેક્ટર તથા કીપર તરીકે નિયુક્ત…
વધુ વાંચો >રૉબિનહૂડ
રૉબિનહૂડ : ઇંગ્લૅન્ડના શેરવૂડ કે બાર્ન્સડેલના જંગલમાં વસતો, દંતકથારૂપ બનેલો, મધ્યકાલીન યુગનો, ગરીબોનો બેલી અને ધનિકોનો દુશ્મન, પરંતુ રાજસત્તા સામે બહારવટે ચડેલો વીરપુરુષ. પોતાની આજ્ઞાનો ભંગ કરનાર, પછી ભલે તે રાજસત્તા હોય કે સામાન્ય પ્રજાજન, કોઈની શેહશરમ વગર, તેને રહેંસી નાંખતાં તેને કોઈ રોકી શકતું ન હતું. તે સ્ત્રીદાક્ષિણ્યથી ભરપૂર…
વધુ વાંચો >રોમ
રોમ ઇટાલીનું પાટનગર. દુનિયાનાં મહાન ઐતિહાસિક તેમજ સુંદર શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 41° 54´ ઉ. અ. અને 12° 29´ પૂ. રે.ની આજુબાજુનો 1,508 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ શહેર ટાઇબર નદીને કાંઠે વસેલું છે. એ નદી શહેરને બે ભાગમાં વહેંચી નાંખે છે. તે કૅમ્પાગ્ના નામના સમતળ…
વધુ વાંચો >રોમન ગણરાજ્યનું તિથિપત્ર
રોમન ગણરાજ્યનું તિથિપત્ર : રોમન સામ્રાજ્યના પ્રભાવ તળે સ્વીકારાયેલ અને અમલમાં આવેલ તિથિપત્ર. વિશ્વભરના વ્યવહારમાં હવે જે સર્વસામાન્ય સ્વીકૃતિ પામેલ છે તે પ્રકારના તિથિપત્ર ‘Julian- Gregarian calendar’નાં મૂળ રોમન સામ્રાજ્યના તિથિપત્રમાં રહેલ છે. હાલના પ્રકારનું તિથિપત્ર ઈ. પૂ. 46ના વર્ષમાં તે સમયના રોમન સમ્રાટ જૂલિયસ સીઝર(Julius Caesar)ના એક ફરમાન દ્વારા…
વધુ વાંચો >