રૉધેન્સ્ટાઇન, જૉન (સર)

January, 2004

રૉધેન્સ્ટાઇન, જૉન (સર) (જ. 1901, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1992) : ઇંગ્લૅન્ડના જાણીતા કલા-વિષયક ઇતિહાસકાર. તેમણે ઑક્સફર્ડ તથા લંડન ખાતે અભ્યાસ કર્યો. 1927થી 1929 દરમિયાન તેમણે અમેરિકામાં અધ્યાપન કર્યું. 1932–38 લીડ્ઝ તથા શેફીલ્ડની સિટી આર્ટ ગૅલરીમાં ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો. તે પછી તેઓ ટેટ ગૅલરીમાં આર્ટ ડિરેક્ટર તથા કીપર તરીકે નિયુક્ત થયા હતા અને ત્યાંથી 1964માં નિવૃત્ત થયા. તેમના કલા-વિષયક અનેક ગ્રંથોમાં ‘મૉડર્ન ઇંગ્લિશ પેઇન્ટર્સ’ (1952–73) તથા તેમની આત્મકથાના ત્રણ ગ્રંથો (1965, 1966 તથા 1970) મહત્વના છે.

મહેશ ચોકસી