ઇતિહાસ – જગત

ટ્યૂડર વંશ

ટ્યૂડર વંશ : પંદરમી અને સોળમી સદી દરમિયાન ઇંગ્લૅન્ડ ઉપર શાસન કરતો વંશ. આ ગાળામાં (1485–1603) પાંચ રાજકર્તા થઈ ગયા છે. આ વંશની વિગત તેરમી સદીથી મળે છે; પરંતુ ઓવન ટ્યૂડર (1400–1461) નામના સાહસવીરને લીધે આ વંશ પ્રકાશમાં આવ્યો. વેલ્સનો આ વીર પુરુષ લૅન્કેસ્ટર વંશના રાજવી હેન્રી પાંચમા અને હેન્રી…

વધુ વાંચો >

ટ્રફેલ્ગરનું નૌકાયુદ્ધ

ટ્રફેલ્ગરનું નૌકાયુદ્ધ (21 ઑક્ટોબર 1805) : યુરોપમાં થયેલાં નેપોલિયનનાં યુદ્ધોમાં મહત્વનું નિર્ણાયક નૌકાયુદ્ધ. આ યુદ્ધને પરિણામે સો વર્ષથી પણ વધારે સમય સુધી બ્રિટને નૌકાદળને ક્ષેત્રે પોતાની સર્વોપરીતા સ્થાપિત કરી રાખી. સ્પેનની ટ્રફેલ્ગર ભૂશિરની પશ્ચિમે કેડિઝ  બંદર અને જિબ્રાલ્ટરની સામુદ્રધુની વચ્ચે લડાયેલા આ યુદ્ધમાં ફ્રેંચ ઍડ્‌મિરલ પિયેર દ વીલનવના નેતૃત્વ હેઠળ…

વધુ વાંચો >

ટ્રિએસ્ટ

ટ્રિએસ્ટ : એડ્રિયાટિક સમુદ્રના મથાળે, ટ્રિએેસ્ટના અખાત ઉપર આવેલું ઇટાલીના અંકુશ નીચેનું શહેર તથા મુક્ત આંતરરાષ્ટ્રીય બંદર. ભૌગોલિક સ્થાન: 45o 30’ ઉ. અ. અને 13o 50’ પૂ. રે.. ફ્રિયુલી વનેત્સિયા જૂલિયા પ્રદેશનું તે પાટનગર છે. તે વેનિસથી પૂર્વ દિશાએ 145 કિમી. દૂર છે. રોમનોએ તે શહેરને ટરગેસ્ટે, જર્મનોએ ટ્રિએસ્ટ અને…

વધુ વાંચો >

ટ્રિનિડાડ અને ટોબેગો

ટ્રિનિડાડ અને ટોબેગો : વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના સમૂહમાં તેના દક્ષિણ છેડા પર આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 11o 00’ ઉ. અ. અને 61o  00’ પ. રે.. વિસ્તારની ર્દષ્ટિએ તે ટાપુઓમાં બીજા ક્રમનો છે. તે 2 મુખ્ય તથા 21 નાના ટાપુઓનો બનેલો દેશ છે. તેનો કુલ વિસ્તાર 5,131 ચોકિમી. તથા…

વધુ વાંચો >

ટ્રેજન

ટ્રેજન (જ. 18 સપ્ટેમ્બર 53, ઇટાલિકા; અ. 8 ઑગસ્ટ 117, સેલિનસ) : રોમન શહેનશાહ અને કુશળ વહીવટકર્તા. તેનો જન્મ પ્રથમ સદીમાં રોમના તાબા હેઠળના સ્પેનમાં થયો હતો. શહેનશાહ નેર્વાએ તેને ઈ. સ. 97માં દત્તક લીધો હતો. તેની લશ્કરી અને વહીવટી કારકિર્દી જ્વલંત હતી. શહેનશાહ નેર્વાએ ઈ. સ. 98માં તેને સીઝરની…

વધુ વાંચો >

ટ્રૉય

ટ્રૉય : એશિયા માઇનોર(આધુનિક તુર્કસ્તાન)નું કાંસ્ય યુગનું અતિ પ્રાચીન નગર. તે ઇલિયમ, ઇલીઓસ, ઇલિયોન જેવાં નામોથી પણ ઓળખાતું હતું. ગ્રીક કવિ હોમરના ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ જેવાં મહાકાવ્યોએ આ નગરને ખ્યાતિ આપી હતી. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં જે નગરનો ઉલ્લેખ છે તેનું વર્ણન આ નગરના અસ્તિત્વને અનુમોદન આપે છે. હોમર દ્વારા વિખ્યાત…

વધુ વાંચો >

ઠંડું યુદ્ધ

ઠંડું યુદ્ધ (Cold War) : 1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારપછી સામ્યવાદી અને બિનસામ્યવાદી રાષ્ટ્રજૂથો વચ્ચે ઊભો થયેલો તીવ્ર સ્પર્ધાત્મક સંઘર્ષ. બીજા વિશ્વયુદ્ધના અંતે એક તરફ અણુયુદ્ધના ભયને લીધે સંયુક્ત રાજ્ય અમેરિકા અને તેની સાથી સત્તાઓ તથા બીજી બાજુએ સોવિયેત સંઘ અને અન્ય સામ્યવાદી દેશો વચ્ચે જે વ્યૂહાત્મક (પ્રચારાત્મક, આર્થિક…

વધુ વાંચો >

ડનબાર, વિલિયમ

ડનબાર, વિલિયમ (જ. આશરે 1460; અ. આશરે 1513) : સ્કૉટલૅન્ડના કવિ અને પાદરી. એમણે સેન્ટ ઍન્ડ્રૂઝ યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. પાદરીપદ છોડીને રાજદ્વારી સેવામાં જોડાતા પહેલાં વિસ્તૃત પ્રવાસ કર્યો. તેઓ સ્કૉટલૅન્ડના રાજવી જેમ્સ ચોથાના દરબારી હતા અને 1500થી તેમને રાજવી તરફથી પેન્શન મળતું હતું. રાજવી જેમ્સ ચોથાએ સોંપેલું રાજકીય…

વધુ વાંચો >

ડફ, જેમ્સ ગ્રાન્ટ

ડફ, જેમ્સ ગ્રાન્ટ (જ. 8 જુલાઈ 1789, બૅમ્ફ, સ્કૉટલૅન્ડ; અ. 23 સપ્ટેમ્બર 1858) : અંગ્રેજ અમલદાર અને ઇતિહાસકાર. ઈ. સ. 1806માં તે બૉમ્બે નેટિવ ઇન્ફન્ટ્રીમાં લશ્કરમાં જોડાવા અધિકારી તરીકે મુંબઈ આવ્યા. તેમણે મરાઠા વિગ્રહ વખતે એક બહાદુર લડવૈયા તરીકે પોતાની શક્તિઓ બતાવી આપવાથી પુણેના અંગ્રેજ રેસિડેન્ટ માઉન્ટ સ્ટુઅર્ટ ઍલ્ફિન્સ્ટનનું તેમના…

વધુ વાંચો >

ડબલિન

ડબલિન : આયર્લૅન્ડ પ્રજાસત્તાકનું પાટનગર, સૌથી મોટું શહેર અને આ જ નામ ધરાવતું પરગણું. ભૌગોલિક સ્થાન : 53o 20´ ઉ. અ. અને 6o 15´ પ.રે.. દેશના દક્ષિણ કાંઠા પર લેનસ્ટર પ્રાંતમાં આવેલું આ નગર લિફી નદીના બંને કાંઠે વસેલું છે અને ડબલિનના ઉપસાગરથી ત્રણ કિમી. દૂર છે. પ્રાચીન આયરિશ ભાષા…

વધુ વાંચો >