ઇતિહાસ – જગત
કૈસર વિલિયમ બીજો
કૈસર વિલિયમ બીજો (શાસનકાળ 1888-1918) : જર્મનીનો સમ્રાટ. તે ઉગ્ર રાષ્ટ્રવાદ તેમજ સામ્રાજ્યવાદનો પુરસ્કર્તા હતો. આથી તેણે જર્મનીની લશ્કરી તેમજ નૌકા-તાકાતનો ભારે વિકાસ કરીને, એશિયા તથા આફ્રિકામાંનાં જર્મન સંસ્થાનોનો વિસ્તાર કરવાની નીતિ અપનાવી. પરિણામે જર્મનીને ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ સાથે સંઘર્ષમાં ઊતરવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ. જર્મનીના એકીકરણમાં મુખ્ય ભાગ…
વધુ વાંચો >કૉન્ડા કેનેથ
કૉન્ડા, કેનેથ (જ. 28 એપ્રિલ 1924, લુબવા, ઉત્તર ઝામ્બિયા; અ. 17 જૂન 2021, લુસાકા, ઝામ્બિયા) : ઝામ્બિયાના સ્વાતંત્ર્ય આંદોલનના નેતા અને તેના પ્રથમ પ્રમુખ. ઝામ્બિયાની સૌથી મોટી જાતિ બૅમ્બામાં જન્મ. માતા અને પિતા બંને શિક્ષકો. કેનેથ તેમનું આઠમું સંતાન હતા. શાળાકીય શિક્ષણ પ્રથમ લુબવામાં અને પછી લુસાકામાં લઈને થોડો સમય…
વધુ વાંચો >કોન્તિ નિકોલો દ
કોન્તિ, નિકોલો દ (જ. 1395, કેઓગા; અ. 1469, વેનિસ?) : પંદરમી સદીમાં ભારત તથા એશિયાના ઘણા દેશોની મુલાકાત લેનાર વેનિસનો યાત્રી. દમાસ્કસમાં તે અરબી ભાષા શીખ્યો. 1414માં બગદાદની મુલાકાત લઈ તે બસરા અને ઓર્મુઝ ગયો. ત્યાંથી મહાન વિક્રયકેન્દ્ર કલકશિયા પહોંચી, ત્યાંનાં ભાષા અને પહેરવેશ અપનાવી ઈરાનના વેપારીઓ સાથે ભારત અને…
વધુ વાંચો >કૉન્સ્ટન્ટાઇન
કૉન્સ્ટન્ટાઇન (જ. 27 ફેબ્રુઆરી 272, Naissus, Moesia, Roman Empire; અ. 22 મે 337, Achyron, Nicomedia, Bithynia, Roman Empire) : રોમનો સમ્રાટ. કૉન્સ્ટન્ટિયસ અને હેલેનાનો અનૌરસ પુત્ર. કૉન્સ્ટન્ટાઇન દ્વારા ગૉલનું સફળતાપૂર્વક રક્ષણ થયું હતું. મૅક્સેન્શિયસને પરાજિત કરીને તેણે ઇટાલી પર વર્ચસ્ સ્થાપ્યું (ઈ.સ. 312). પૂર્વના સમ્રાટ લાયસિનિયસને હરાવ્યો અને રોમનો સમ્રાટ…
વધુ વાંચો >કૉન્સ્ટૅન્ટિનોપલ
કૉન્સ્ટૅન્ટિનોપલ : અગાઉ બાઇઝેન્ટિયમ અને વર્તમાનમાં ઇસ્તંબૂલ તરીકે ઓળખાતું ઐતિહાસિક નગર. તે ધર્મતીર્થ અને સંસ્કૃતિઓનું સંગમસ્થાન છે. તે 41o 00′ ઉ.અ. અને 29.o 00′ પૂ. રે.ની આજુબાજુનો 5591 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વસ્તી : 1,46,57,434 (2015) છે. મારમરા સમુદ્ર અને ગોલ્ડન હૉર્ન વચ્ચેની ભૂશિરના છેડા પરની બે ટેકરીઓના…
વધુ વાંચો >કોપન
કોપન (Copan) : માયા સંસ્કૃતિનું હોન્ડુરસના અખાતમાં આવેલું બીજા નંબરનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 14o 50′ ઉ. અ. અને 89o 09′ પ.રે. તે 3203 ચોકિમી. વિસ્તારમાં કોપન નદીના કાંઠે પથરાયેલું છે. પાંચ મુખ્ય ચોગાન અને સોળ ગૌણ ચોકઠામાં વિભાજિત આ શહેર મંદિરોનું અજાયબ સંકુલ છે. 460માં બંધાયેલા કોપનમાં માયા…
વધુ વાંચો >કોપનહેગન
કોપનહેગન (Copenhagen) : ડેનમાર્કનું સૌથી મોટું નગર. ભૌગોલિક સ્થાન : 55o 40′ ઉ.અ. અને 72o 35′ પૂ.રે. (સ્થાપના 1167). 1445થી દેશનું પાટનગર તથા તેનું રાજકીય, વહીવટી, વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર. તે ઝીલૅન્ડ અને અમાગરના બે દ્વીપો પર, ડેનમાર્કને સ્વીડનથી જુદા પાડતા તથા બાલ્ટિક સમુદ્રને ઉત્તર સમુદ્ર સાથે જોડતા જળમાર્ગના દક્ષિણ…
વધુ વાંચો >કૉમન લૉ
કૉમન લૉ : રિવાજો અને નિયમો પર આધારિત ઇંગ્લૅન્ડનો અલિખિત કાયદો. ડ્યૂક ઑવ્ નૉર્મન્ડી તરીકે ઓળખાતા વિલિયમ પહેલા(1028થી 1087)એ 1066માં ઇંગ્લૅન્ડ પર વિજય મેળવ્યા પછી ઇંગ્લૅન્ડ અને વેલ્સના સમગ્ર પ્રદેશ પર સમાન ધોરણે જે કાયદો અમલમાં મૂક્યો તેને કૉમન લૉ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદો અમલમાં આવ્યો તે પૂર્વે…
વધુ વાંચો >કૉમનવેલ્થ
કૉમનવેલ્થ : ઇંગ્લૅન્ડ તથા બ્રિટિશ સામ્રાજ્યની પૂર્વ વસાહતોનાં સાર્વભૌમ સ્વતંત્ર રાજ્યોનું સહિયારું મંડળ. તેમાં 2000 સુધીમાં ચોપન સાર્વભૌમ રાજ્યો જોડાયેલાં છે. બ્રિટિશ સામ્રાજ્યના અનુગામી તરીકે તેને ઓળખવામાં આવે છે. તેની રચના ખતપત્ર, સંધિકરાર કે પછી બંધારણ દ્વારા નહિ પરંતુ સહકાર, મંત્રણા તેમજ પરસ્પર સહાયના પાયા પર થઈ છે. તેનાં સભ્યરાજ્યો…
વધુ વાંચો >કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ
કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (C.I.S.) : સોવિયેટ સંઘ- (Union of Soviet Socialist Republic – U. S. S. R.)ના વિઘટન (1991) પછી અસ્તિત્વમાં આવેલો રાષ્ટ્રસમૂહ. 1917ની બૉલ્શેવિક ક્રાન્તિ પછી સામ્યવાદી વિચારસરણી ઉપર પ્રતિષ્ઠિત થયેલા અને બીજા વિશ્વયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી અમેરિકા પછી બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરનાર સોવિયેટ સંઘનું 74 વર્ષ…
વધુ વાંચો >