આશા પ્ર. પટેલ

વિભવ કૂપ (potential well)

વિભવ કૂપ (potential well) : વિદ્યુતના બળક્ષેત્રનો એવો વિસ્તાર જ્યાં વિભવ એકદમ (એકાએક) ઘટી જાય છે અને જેની બીજી બાજુએ વિભવ વધારે હોય. સંરક્ષિત બળક્ષેત્રમાં પદાર્થ માટે એવો વિસ્તાર જ્યાં તેની આજુબાજુ (પરિસર)ના વિસ્તાર કરતાં પદાર્થની સ્થિતિજ ઊર્જા ઓછી હોય. ચોરસ કૂપ વિભવ (square well potential, SWP) વિભવકૂપનું સ્પષ્ટ ઉદાહરણ…

વધુ વાંચો >

વિશિષ્ટ ઉષ્મા (specific heat)

વિશિષ્ટ ઉષ્મા (specific heat) : એક ગ્રામ પદાર્થનું એક અંશ સેલ્સિયસ તાપમાન વધારવા કે ઘટાડવા માટે આપવી કે લેવી પડતી ગરમીનો જથ્થો. કોઈ પણ પદાર્થને ગરમી આપવાથી કે પછી તેમાંથી ગરમી લઈ લેવાથી અન્ય ફેરફારોમાં સામાન્યત: તેના તાપમાનમાં ફેરફાર થાય છે. વિશિષ્ટ ઉષ્માક્ષમતાને ઘણી વખત વિશિષ્ટ ઉષ્મા તરીકે ઓળખવામાં આવે…

વધુ વાંચો >

વિશિષ્ટ ઘનતા (specific density)

વિશિષ્ટ ઘનતા (specific density) : પદાર્થના આપેલ કદ માટે દળના જથ્થા અને એટલા જ કદના પાણીના જથ્થાના દળનો ગુણોત્તર. અન્યથા પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને વિશિષ્ટ ઘનતા કહેવામાં આવે છે. આ રીતે પદાર્થની વિશિષ્ટ ઘનતા એ ઘનતા સાથે સંબંધ ધરાવે છે. સામાન્યત: પાણીની ઘનતા 4o સે. અથવા તો 20o…

વધુ વાંચો >

વીજભાર-સંયુગ્મન (charge conjugation)

વીજભાર–સંયુગ્મન (charge conjugation) : કણો અને પ્રતિકણોને જોડતો સમમિતીય કારક (symmetry operater). વીજભાર-સંયુગ્મન એ અસતત (discontinuous) રૂપાંતરણો સાથે સંકળાયેલ છે. ફોટૉન અને p°મેસૉન સિવાય બીજા બધા કણો પ્રતિકણો ધરાવે છે. કણ તથા તેનો પ્રતિકણ સમાન દળ અને સમાન જીવનકાળ (life time) ધરાવતા હોય છે, પણ તેમની વિદ્યુતભાર જેવી ક્વૉન્ટમ સંખ્યાઓ…

વધુ વાંચો >

વેગ (Velocity)

વેગ (Velocity) : નિશ્ચિત દિશામાં બિંદુવત્ પદાર્થના સ્થાનાંતરનો દર. એટલે કે ચોક્કસ દિશામાં ગતિ કરતાં દૃઢ પદાર્થે અવકાશમાં એકમ સમયમાં કાપેલ અંતર. રેખીય વેગને અંતર અને સમયના ગુણોત્તર તરીકે વ્યક્ત કરવામાં આવે છે. આથી તેનો એકમ મીટર/સેકન્ડ થાય છે અને પારિમાણિક સૂત્ર M°L1T1 બને છે. વેગ અને ઝડપ વચ્ચે તફાવત…

વધુ વાંચો >

વૉલ્ટન, અર્નેસ્ટ થૉમસ સિન્ટૉન

વૉલ્ટન, અર્નેસ્ટ થૉમસ સિન્ટૉન (જ. 6 ઑક્ટોબર 1903, દગાંવર્ન વૉટરફૉર્ડ, આયર્લૅન્ડ; અ. 25 જૂન 1995, બેલ્ફાસ્ટ) : કૃત્રિમ રીતે પ્રવેગિત કરેલ પરમાણુ-કણો વડે પારમાણ્વિક ન્યૂક્લિયસના તત્વાંતરણ (transmutation)ને લગતા મૂળભૂત કાર્ય બદલ, કૉક્રોફ્ટની ભાગીદારીમાં ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે 1951નો નોબેલ પુરસ્કાર મેળવનાર ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ શરૂ કરી 1926માં ગણિતશાસ્ત્ર તથા…

વધુ વાંચો >

વોલ્ટા, એલેસ્સાન્દ્રો ગુઈસેપિ સેન્ટોનિયો એનાસ્ટાસિયો

વોલ્ટા, એલેસ્સાન્દ્રો ગુઈસેપિ સેન્ટોનિયો એનાસ્ટાસિયો (જ. 18 ફેબ્રુઆરી 1745, કોમો, લોમ્બાર્ડી; અ. 5 માર્ચ 1827, કોમો) : વિદ્યુતબૅટરીના ઇટાલિયન શોધક. ઇટાલિયન આલ્પ્સની તળેટીમાં કોમો નામે વિશાળ અને સુંદર સરોવર આવેલું છે. તેની પાસે તવંગરોની ઠીક ઠીક વસ્તી ધરાવતું કોમો નગર છે અને તે આકર્ષક પ્રવાસન-સ્થળ છે. ત્યાં વસતો વોલ્ટાનો પરિવાર…

વધુ વાંચો >

શુદ્ધ ગતિશાસ્ત્ર (kinematics)

શુદ્ધ ગતિશાસ્ત્ર (kinematics) : દળ કે બળના સંદર્ભ વિના થતી પદાર્થની ગતિ માટેના ગતિવિજ્ઞાનની એક શાખા. તેમાં પ્રયોજિત બળને લક્ષમાં રાખ્યા સિવાય પદાર્થની ગતિનું ગણિતીય વર્ણન કરવામાં આવે છે. તેમાં સ્થાન, પથ, સમય, વેગ અને પ્રવેગ જેવી રાશિઓ મુખ્ય ભાગ ભજવતી હોય છે અમુક સમયગાળામાં પદાર્થ તેનું સ્થાન બદલતો હોય…

વધુ વાંચો >

સમચક્રણ (Isospin)

સમચક્રણ (Isospin) : મૂળભૂત કણો સાથે સંકળાયેલી ક્વૉન્ટમ-સંખ્યા. ‘Isotopic spin’માંથી ‘Isospin’ શબ્દ બન્યો છે. પ્રાયોગિક રીતે જોવા મળે છે કે બે પ્રોટૉન અથવા બે ન્યૂટ્રૉન વચ્ચે પ્રવર્તતી તીવ્ર (strong) આંતરક્રિયા એકસરખી હોય છે. તે સૂચવે છે કે જ્યાં સુધી તીવ્ર આંતરક્રિયાને લાગેવળગે છે ત્યાં સુધી પ્રોટૉન અને ન્યૂટ્રૉનને એક જ…

વધુ વાંચો >

સમતા (parity)

સમતા (parity) : અવકાશ-પરાવર્તન સમમિતિ (space-reflection symmetry). ઊગમબિંદુને અનુલક્ષી યામોનું પરાવર્તન કરતાં તરંગવિધેયની લાક્ષણિક વર્તણૂક સમતા વ્યક્ત કરે છે. જો y = + 4 થાય તો સમતા T1 = +1 અને તે બેકી (even) ગણાય છે અને y = – 4 થાય તો સમતા T1 = 1 અને તે એકી…

વધુ વાંચો >