આશા પ્ર. પટેલ

માઇકલ્સન-મૉર્લી પ્રયોગ

માઇકલ્સન-મૉર્લી પ્રયોગ : પૃથ્વી એક પ્રકારના ઈથર માધ્યમમાં ગતિ કરતી હોય ત્યારે તેનો વેગ માપવા માટે 1887માં કરવામાં આવેલ પ્રયોગ. તે સમયે એવું માનવામાં આવતું હતું કે અવકાશ ઈથર નામના પ્રવાહીથી ભરેલું છે. આ પ્રવાહી પારદર્શક અને હલકું હોવાનું મનાતું હતું. જેમ ધ્વનિના તરંગોને પ્રસરવા માટે માધ્યમ આવશ્યક છે તેમ…

વધુ વાંચો >

મિતસ્થાયી અવસ્થા

મિતસ્થાયી અવસ્થા (Metastable state) : ક્વૉન્ટમ યાંત્રિકીમાં લાંબો જીવનકાળ ધરાવતી ઉત્તેજિત અવસ્થા. સામાન્ય રીતે કેટલાક રેડિયો-સમસ્થાનિકો લાંબી ઉત્તેજિત અવસ્થા ધરાવે છે. તે ગૅમા કિરણોનું ઉત્સર્જન કરીને વધુ સ્થાયી અને ઓછી ઊર્જાવાળી અવસ્થામાં ક્ષય પામે છે; ઉદાહરણ તરીકે, સમસ્થાનિક ટેક્નેશિયમ –99m ક્ષય થતાં ટેક્નેશિયમ –99 મળે છે. અહીં m મિતસ્થાયી અવસ્થાનું…

વધુ વાંચો >

મૅક, અર્ન્સ્ટ

મૅક, અર્ન્સ્ટ (જ. 18 ફેબ્રુઆરી 1838, તૂરાસિન, મેરેવિયા, ચેકોસ્લોવેકિયા; અ. 19 ફેબ્રુઆરી 1916) : ઑસ્ટ્રિયાના ભૌતિકશાસ્ત્રી અને માનસશાસ્ત્રી. તેમણે વિયેના યુનિવર્સિટી(ઑસ્ટ્રિયા)માંથી સ્નાતક સુધીનું શિક્ષણ લીધું હતું. તેમણે વાયુઓ અને હવામાં અત્યંત ઝડપથી ગતિ કરતા પદાર્થોનો અભ્યાસ કર્યો. ક્રમશ: અભ્યાસ બાદ ધ્વનિના વેગના સંદર્ભમાં પદાર્થોના વેગ-માપન માટેની ચોક્કસ પદ્ધતિ વિકસાવી. આ…

વધુ વાંચો >

મૅક આંક

મૅક આંક (Mach Number) : તરલ યાંત્રિકીમાં તાપમાન, દબાણ જેવા પ્રાચલો(parameters)ની સમાન સ્થિતિમાં તરલની મુક્તિધારાના વેગ (ν) અને ધ્વનિના વેગ(c)નો ગુણોત્તર. બીજી રીતે, મૅક આંક એટલે તરલના જડત્વ બળ અને દબનીયતા (compressibility) અથવા સ્થિતિસ્થાપક બળનો ગુણોત્તર. મૅક આંકનું મૂલ્ય 0.3 કરતાં વધે ત્યારે ઘણીખરી તરલ પ્રણાલીઓમાં દબનીયતાની અસર મહત્વની બને…

વધુ વાંચો >

મૅગ્નસ અસર

મૅગ્નસ અસર : વહન કરતા પ્રવાહીમાં ધૂર્ણન (rotation) કરતા નળાકાર ઉપર પ્રવાહને લંબ રૂપે લાગતું બળ. આકૃતિમાં તીરથી દર્શાવેલ રેખાઓ પ્રવાહી બતાવે છે. વર્તુળ નળાકારનો આડછેદ અને વક્ર તીરની ભ્રમણ દિશા સૂચવે છે. F દબાણના તફાવતથી પેદા થતું બળ છે. નળાકારના ધૂર્ણનને કારણે નળાકારની એક તરફ પ્રવાહમાં ઘટાડો થાય છે, જ્યારે…

વધુ વાંચો >

મૅગ્નેટૉમિટર

મૅગ્નેટૉમિટર : ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા માપવા માટેનું ઉપકરણ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લાગેવળગે છે ત્યાં સુધી મૅગ્નેટૉમિટરના પ્રકારોને બે વર્ગમાં વિભાજિત કરી શકાય છે : 1. નિરપેક્ષ મૅગ્નેટૉમિટર : નિરપેક્ષ મૅગ્નેટૉમિટરનો બીજા ચુંબકીય ઉપકરણોના સંદર્ભ લીધા સિવાય ઉપયોગ કરી શકાય છે. નિરપેક્ષ પ્રકારના મૅગ્નેટૉમિટરમાં પ્રશિષ્ટ મૅગ્નેટૉમિટર, જ્યા (sine) મૅગ્નેટૉમિટર અને ન્યૂક્લિયર…

વધુ વાંચો >

મૅગ્નેટોસ્ટ્રિક્શન

મૅગ્નેટોસ્ટ્રિક્શન : લોહચુંબકીય (ferromagnetic) પદાર્થને ચુંબકિત કરતાં તેની લંબાઈમાં થતો ફેરફાર. વધુ વ્યાપક રીતે જોતાં આ એવી ઘટના છે, જે લોહચુંબકીય નમૂનાની વિકૃત અવસ્થા ચુંબકનની દિશા અને માત્રા ઉપર આધારિત છે. મૅગ્નેટોસ્ટ્રિક્શનની ઘટનાનો ઉપયોગ ટ્રાન્સડ્યુઅર્સમાં થતો હોય છે. સ્ફટિકીય વિષમદિગ્ધર્મિતા (anisotropic) ઊર્જા લેટિસની વિકૃતિ-અવસ્થા ઉપર આધારિત છે. આ સંબંધમાંથી મૅગ્નેટોસ્ટ્રિક્શન…

વધુ વાંચો >

મૅગ્નૉન

મૅગ્નૉન : ફેરો-ફેરી અથવા પ્રતિલોહચુંબકીય (antiferro magnetic) દ્રવ્ય(પદાર્થ)માં સંપૂર્ણ ચુંબકીય ક્રમમાં સૂક્ષ્મ રીતે ભિન્નતા વર્ણવવા માટે કણ-પ્રકૃતિમય ઉત્તેજન. લોહચુંબકમાં સંપૂર્ણ ચુંબકીય ક્રમ(દ્રવ્યપદાર્થ)ની તમામ પારમાણ્વિક ચુંબકીય ચાકમાત્રાના સંપૂર્ણ સમાંતર સંરેખણને અનુરૂપ હોય છે. આ ચુંબકીય ચાકમાત્રા પરમાણુદીઠ ઇલેક્ટ્રૉનના ચોખ્ખા (net) કોણીય વેગમાન(ખાસ કરીને પ્રચક્રણ)ને લીધે ઉત્પન્ન થાય છે. તંત્રમાં કુલ પ્રચક્રણ…

વધુ વાંચો >

મેયર, મારિયા ગીયોપર્ટ

મેયર, મારિયા ગીયોપર્ટ (જ. 28 જૂન 1906, કાટોવીટ્સ, જર્મની; અ. 20 ફેબ્રુઆરી 1972, સાન ડિયેગો, કૅલિફૉર્નિયા) : પ્રોટૉન અને ન્યુટ્રૉનથી રચાતા કવચની સંરચનાને આધારે પારમાણ્વિક ન્યુક્લિયસની સમજૂતી આપનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. આ સમજૂતી બદલ આ મહિલા વિજ્ઞાનીને પશ્ચિમ જર્મનીના જે. હાંસ ડૅનિયલ જેન્સન અને યુ. એસ.ના યૂજીન પી. વિગ્નેરની ભાગીદારીમાં 1963નો…

વધુ વાંચો >

મૈસનર અસર

મૈસનર અસર (Meissner Effect) : અતિવાહક (superconducting) ધાતુને ચુંબકીય ક્ષેત્રમાં ક્રાંતિક તાપમાન નીચે અને નિરપેક્ષ શૂન્ય તાપમાનની નજીક ઠંડી પાડવામાં આવે ત્યારે તેના અંતરિયાળમાંથી ચુંબકીય ફ્લક્સનું થતું નિષ્કાસન. વાલ્ટર મૈસનર (Walther Meissner) અને  આર. ઓશેનફેલ્ડે (R. Ochenfeld) 1933માં આ અસર શોધી કાઢી. જ્યારે કલાઈ(tin)ના લાંબા નળાકાર એકલ સ્ફટિકો પાસપાસે રાખીને…

વધુ વાંચો >