વિશિષ્ટ ઘનતા (specific density) : પદાર્થના આપેલ કદ માટે દળના જથ્થા અને એટલા જ કદના પાણીના જથ્થાના દળનો ગુણોત્તર.

અન્યથા પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને વિશિષ્ટ ઘનતા કહેવામાં આવે છે. આ રીતે પદાર્થની વિશિષ્ટ ઘનતા એ ઘનતા સાથે સંબંધ ધરાવે છે. સામાન્યત: પાણીની ઘનતા 4o સે. અથવા તો 20o સે. તાપમાને લેવામાં આવે છે.

વિશિષ્ટ ઘનતાને સાપેક્ષ ઘનતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિશિષ્ટ ઘનતા બે ઘનતાઓનો ગુણોત્તર હોઈ તેને એકમ નથી અને તે પરિમાણવિહીન રાશિ છે.

આશા પ્ર. પટેલ