સમતા (parity) : અવકાશ-પરાવર્તન સમમિતિ (space-reflection symmetry). ઊગમબિંદુને અનુલક્ષી યામોનું પરાવર્તન કરતાં તરંગવિધેયની લાક્ષણિક વર્તણૂક સમતા વ્યક્ત કરે છે.

આકૃતિ 1 : સમમિતીય અને અસમમિતીય તરંગવિધેય

જો y = + 4 થાય તો સમતા T1 = +1 અને તે બેકી (even) ગણાય છે અને y = – 4 થાય તો સમતા T1 = 1 અને તે એકી (odd) ગણાય. આકૃતિ (1)માં બતાવ્યા પ્રમાણે તરંગવિધેય y(x)ની સમતા, p = +1, બેકી છે, માટે તરંગવિધેય સમમિતીય (symmetric) હોય છે.

આકૃતિ 2 : સમતા ભંગનું યોજનાવત્ ચિત્ર

આકૃતિ (2)માં બતાવ્યા પ્રમાણે સમતા π = –1 એકી છે, માટે તરંગ-વિધેય અસમમિતીય (antisymmetric) હોય છે.

સમતા-નિશ્ચરતા(parity-invariance)નો સિદ્ધાંત દર્શાવે છે કે ડાબા (વામ) અને જમણા (દક્ષિણ) વચ્ચે કોઈ મૂળભૂત તફાવત નથી. આથી દક્ષિણાવર્તી (right handed) યામપદ્ધતિ અને વામવર્તી (left handed) યામપદ્ધતિમાં ભૌતિકશાસ્ત્રના નિયમો એકસરખા રહે છે અને પ્રશિષ્ટ (classical) ભૌતિકશાસ્ત્ર વડે વર્ણવવાની તમામ ઘટનાઓ માટે સાચું છે.

આ સાથે એ પણ મળે છે કે તરંગવિધેયો જે મૂળભૂત કણોનું વર્ણન કરે છે તે પરાવર્તન પ્રત્યે નિશ્ચિત સમમિતિ ધરાવે છે. તેનો અર્થ એ થાય કે મૂળભૂત કણો સાથે નૈજ (intrinsic) સમતા સંકળાયેલી હોય છે.

મૂળભૂત કણતંત્રના કુલ તરંગવિધેયની સમતાનું તીવ્ર અને વિદ્યુતચુંબકીય આંતરક્રિયાઓમાં સંરક્ષણ થાય છે; પણ મંદ આંતરક્રિયામાં સમતા-નિશ્ચરતા પ્રદર્શિત થતી નથી. આથી આવા બળની બાબતે સમતાનું સંરક્ષણ થતું નથી. જેમ કે બીટા-ક્ષયની ઘટના એવી છે કે જેમાં સમતાનું સંરક્ષણ થતું નથી, સમતા-નિશ્ચરતા બાબતે. જો કોઈ આંતરક્રિયા દરમિયાન વામ-ધ્રુવીભવન ધરાવતો કણ પેદા થાય તો દક્ષિણ-ધ્રુવીભવન ધરાવતો કણ પણ પેદા થવો જોઈએ. આથી આવી આંતરક્રિયામાં સરેરાશ રીતે, સરખી સંખ્યામાં બધા કણો પેદા થાય છે. બીટા-ક્ષયની બાબતે જોવા મળ્યું છે કે પેદા થતો ઇલેક્ટ્રૉન હંમેશાં વામ-ધ્રુવીભૂત હોય છે. સમતા અમૂર્ત (abstract) રાશિ છે અને તે ભૌતિક નથી. ન્યૂક્લિયર-પ્રક્રિયાઓમાં તે મહત્ત્વની રાશિ છે.

આશા પ્ર. પટેલ