આશા પ્ર. પટેલ

કૉર્નેલ એરિક એ.

કૉર્નેલ, એરિક એ. (જ. 19 ડિસેમ્બર 1961) : બોઝ આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ (condensate) તરીકે ઓળખાતી દ્રવ્યની નવી સ્થિતિના શોધક અને 2001ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમણે બી.એસસી. અને 1990માં એમ.આઇ.ટી.(Massachusetts Institute of Technology)માંથી ભૌતિકવિજ્ઞાનના વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. લેસર પ્રકાશમાં બધા જ કણો એકસરખી ઊર્જા ધરાવતા હોય છે અને તે…

વધુ વાંચો >

ટ્રાન્સફૉર્મર

ટ્રાન્સફૉર્મર : ચુંબકીય યુગ્મન(coupling) દ્વારા એકથી બીજા પ્રત્યાવર્તી વિદ્યુતપ્રવાહપરિપથમાં વિદ્યુત-ઊર્જા સ્થાનાંતરિત કરવા માટે વિદ્યુતસ્થિર ઘટક. સામાન્ય રીતે તેમાં વિદ્યુતરોધક(insulated) વાહક દ્રવ્યનાં બે કે વધુ આંટાના ગૂંચળાનો સમાવેશ થાય છે. તેમાં એવી ગોઠવણ કરવામાં આવે છે કે એક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય અભિવાહ (flux) બીજા આંટાઓ સાથે પણ સંકળાય છે. એટલે…

વધુ વાંચો >

તરલ

તરલ (fluid) : સરળતાથી વહી શકે તેવો વાયુરૂપ કે પ્રવાહી પદાર્થ. થોડુંક જ બળ આપવાથી કે દબાણ કરવાથી તરલનું સ્વરૂપ ધારણ કરે છે. વળી તરલ સ્થિતિસ્થાપક હોવાથી, બળ કે દબાણ જેવું દૂર થાય કે તરત જ તે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે. સામાન્ય તાપમાને પાણી તરલ અને પ્રવાહી છે.…

વધુ વાંચો >

તાપમાન (temperature)

તાપમાન (temperature) : પરમાણુની સરેરાશ ગતિઊર્જા. એક પદાર્થથી બીજા પદાર્થ તરફ અથવા એક સ્થળથી બીજા સ્થળ તરફ ઉષ્માના પ્રવાહ સાથે સંકળાયેલી તે વિભાવના છે. તાપમાન ઠંડા અને ગરમપણાનો માત્ર સંવેદ (senses) નથી પરંતુ તેને માપક્રમ ઉપર પણ વ્યક્ત કરી શકાય છે તથા ઉષ્મામાપક (thermometer) ઉપર તેની નોંધ પણ થાય છે.…

વધુ વાંચો >

દ્રવ-બુંદ પ્રતિમાન

દ્રવ-બુંદ પ્રતિમાન (liquid drop model) : ન્યૂક્લિયસના વિખંડન સામે તેની સ્થિરતા સમજાવવા માટે, પૃષ્ઠતાણ સહિત અદબનીય અને વિદ્યુતભારિત પ્રવાહી-બુંદને અનુરૂપ પ્રતિમાન. ન્યૂક્લિયસને પ્રવાહીના બુંદ જેવું ધારી લેવાથી, તેના ઉપર લાગતાં બળોને કારણે તેમાં ઉત્પન્ન થતી વિકૃતિ સમજાવવાનું સરળ બને છે. આવી ધારણા એટલા માટે ઉચિત ઠરે છે કે ન્યૂક્લિયસનાં બળોની…

વધુ વાંચો >

દ્રવ્ય

દ્રવ્ય (matter) : જેમાંથી કોઈ પણ પ્રકારની ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુ બને તેવો પદાર્થ. દ્રવ્યના બનેલા  જ પદાર્થોમાં પરસ્પર જુદા પાડી શકાય તેવું કોઈ ને કોઈ લક્ષણ હોય છે. વૈવિધ્ય હોવા સાથે તેમની વચ્ચે કંઈક સામ્ય પણ હોય છે; જેમ કે, દરેક પદાર્થ જગ્યા રોકે છે. આથી એવી વ્યાખ્યા કરવામાં આવે છે…

વધુ વાંચો >

ન્યૂક્લિયર ચુંબકીય અનુનાદ (nuclear magnetic resonance – NMR) (ભૌતિકશાસ્ત્ર)

ન્યૂક્લિયર ચુંબકીય અનુનાદ (nuclear magnetic resonance – NMR) (ભૌતિકશાસ્ત્ર) : રેડિયો-આવૃત્તિવાળા વિકિરણનું, દ્રવ્ય વડે શોષણ થવાથી જોવા મળતી અસર. પરમાણુની ન્યૂક્લિયસ, પોતાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતા અક્ષની આસપાસ ચક્રીય ગતિ કરતી હોય છે. પરિણામે તે પ્રચક્રણ (spin) ધરાવે છે. પ્રચક્રણ કરતી ન્યૂક્લિયસ ચુંબકીય ચાકમાત્રા પણ ધરાવે છે, જે કાયમી ચુંબકત્વ…

વધુ વાંચો >

ન્યૂક્લિયર વિખંડન (nuclear fission)

ન્યૂક્લિયર વિખંડન (nuclear fission) : ભારે ન્યૂક્લિયસ ઉપર થતા ન્યૂટ્રૉનના મારાથી તેના લગભગ બે સરખા ભાગમાં થતા વિભાજનની ઘટના. ભારે ન્યૂક્લિયસના વિખંડન સાથે સામાન્ય રીતે ઝડપી ન્યૂટ્રૉન, બીટા-કણ, ગામા-કિરણો અને ઊર્જાનું ઉત્સર્જન થતું હોય છે. પ્લૂટોનિયમ, યુરેનિયમ અને થોરિયમ વિખંડનશીલ દ્રવ્યો છે. ન્યૂક્લિયર વિખંડનના અભ્યાસ માટે ન્યૂક્લિયસમાં પ્રવર્તતાં બળો જાળવવાં…

વધુ વાંચો >

ન્યૂક્લિયર સંલયન (nuclear fusion

ન્યૂક્લિયર સંલયન (nuclear fusion) : બે હલકી ન્યૂક્લિયસ વચ્ચે ન્યૂક્લિયર પ્રક્રિયાને કારણે ભારે ન્યૂક્લિયસમાં રૂપાંતર થવાની ઘટના. આ પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ઊર્જા પેદા થાય છે. સૂર્ય અને તારાઓમાં પ્રચંડ ઊર્જા પેદા થવાનું કારણ ન્યૂક્લિયર સંલયનની ઘટના છે. હાઇડ્રોજન બાબના વિસ્ફોટ બાદ આવી પ્રચંડ ઊર્જાની પ્રતીતિ થઈ. હાલને તબક્કે સંલયન રિએક્ટરમાં…

વધુ વાંચો >

ન્યૂટ્રૉન પ્રગ્રહણ (neutron capture)

ન્યૂટ્રૉન પ્રગ્રહણ (neutron capture) : લક્ષ્ય (target) ન્યૂક્લિયસ ઉપર ન્યૂટ્રૉનનું પ્રતાડન (bombardment) કરતાં, ન્યૂટ્રૉન શોષાઈ જવાની પ્રક્રિયા. વિદ્યુતભારિત કણ પરમાણુ સાથે અથડાય ત્યારે તે પરમાણુમાં સૌથી બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રૉન સાથે આંતરક્રિયા કરીને, તેને પરમાણુની બહાર ધકેલી દે છે. પરિણામે વિદ્યુત-તટસ્થ પરમાણુ ધન આયન બને છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન…

વધુ વાંચો >