આયુર્વિજ્ઞાન
મિનૉટ, જ્યૉર્જ રિચાર્ડ્ઝ
મિનૉટ, જ્યૉર્જ રિચાર્ડ્ઝ (જ. 2 ડિસેમ્બર 1885, બૉસ્ટન, યુ.એસ.; અ. 25 ફેબ્રુઆરી 1950, બ્રુક્લિન) : અમેરિકન દેહધર્મવિદ(physiologist). તેમણે લોહીમાં હીમોગ્લોબિનની ઊણપથી ઉદભવતી પાંડુતા (anaemia) નામની તકલીફમાં યકૃત-(liver)માંથી મેળવાતું યકૃતાર્ક (extract of liver) નામનું દ્રવ્ય ઉપયોગી ઔષધ છે એવું પ્રતિપાદિત કર્યું. તે માટે સન 1934નું દેહધાર્મિકવિદ્યા અંગેનું નોબેલ પારિતોષિક એમને એનાયત…
વધુ વાંચો >મિલ્સ્ટાઇન સીઝર
મિલ્સ્ટાઇન સીઝર (જ. 8 ઑક્ટોબર 1927, બાહિયા બ્લાન્કા, આર્જેન્ટિના; અ. 24 માર્ચ 2002, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : 1984ના તબીબી અને દેહધાર્મિકવિદ્યા અંગેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમની સાથે સહવિજેતાઓ હતા નીલ્સ કાજ જેર્ને અને જ્યૉર્જ જે. એફ. કોહલર. શરીરના રોગપ્રતિકારતંત્રને પ્રતિરક્ષાતંત્ર (immune system) કહે છે. આ પ્રતિરક્ષાતંત્ર રોગકારક ઘટકમાંનાં રસાયણોને પ્રતિજન(antigen) તરીકે…
વધુ વાંચો >મીડાવર, પીટર બ્રિયાન (સર)
મીડાવર, પીટર બ્રિયાન (સર) (જ. 28 ફેબ્રુઆરી 1915, રિયો ડી જાનેરો; અ. 2 ઑક્ટોબર 1987) : રોગપ્રતિકારક્ષમતા(પ્રતિરક્ષા, immunity)ની સંપ્રાપ્ત સહ્યતા શોધી કાઢવા બદલ સન 1960ના તબીબી અને દેહધર્મવિદ્યા માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના સહવિજેતા હતા સર ફ્રૅન્ક એમ. બર્નેટ (Barnet). બ્રાઝિલમાં જન્મેલા અને બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા મીડાવરે બ્રિટનમાં પ્રતિરક્ષાવિદ્યા(immunology)ના અભ્યાસનો…
વધુ વાંચો >મીનિયેરનો વ્યાધિ
મીનિયેરનો વ્યાધિ (Meniere’s disease) : ચક્કર, વધઘટ પામતી ચેતાસંવેદનાના વિકારથી થતી બહેરાશ તથા કાનમાં ઘંટડીનાદ(tinnitus)ના વારંવાર થતા અધિપ્રસંગો(episodes)વાળો રોગ. શરૂઆતમાં ફક્ત ચક્કર(vertigo)ની જ તકલીફ હોય અને જેમ જેમ રોગ વધે તેમ તેમ વધુ તીવ્રતા સાથે ચક્કર આવે છે તથા બહેરાશ અને ઘંટડીનાદની તકલીફો ઉમેરાય છે. તેનો વાર્ષિક નવસંભાવ્યદર (incidence) 0.5થી…
વધુ વાંચો >મુખશોથ
મુખશોથ (Stomatitis) : મોઢું આવવું તે. સામાન્ય સ્વચ્છતા ધરાવતા મોઢાના પોલાણમાં વિવિધ પ્રકારના સહજીવી સૂક્ષ્મજીવો (commensals) વસવાટ કરતા હોય છે. જો મોઢાની સફાઈ પૂરતી ન રહે તો તેમની સંખ્યાવૃદ્ધિ થાય છે અને મોઢું આવી જાય છે. તે સમયે મોઢામાં પીડાકારક સોજો આવે છે તથા ક્યારેક ચાંદાં પડે છે. તેને મોઢાના…
વધુ વાંચો >મુખસંવૃતતા, તંતુમય
મુખસંવૃતતા, તંતુમય (submucosal fibrosis) : મોઢાની અંદરની દીવાલની અક્કડતાને કારણે મોઢું ન ખોલી શકવાનો વિકાર. પાન-સોપારી-તમાકુ તથા તમાકુ-મસાલા (માવો) કે ગુટકા ખાનારાઓમાં ઘણી વખત આ વિકાર ઉદભવે છે. તેથી વ્યક્તિ પોતાનું મોઢું પૂરેપૂરું ખોલી શકતી નથી. ભારતમાં થતા મોઢાના કૅન્સરથી પીડાતા આશરે 30 %થી 50 % દર્દીઓમાં તે જોવા મળે…
વધુ વાંચો >મુખસ્વાસ્થ્ય
મુખસ્વાસ્થ્ય (Oral Health) : મોં અને તેમાંની દાંત, જીભ, અવાળું વગેરે સંરચનાઓનું આરોગ્ય. દાંત વગર જીવનની કક્ષા ઘટેલી રહે છે. વ્યક્તિ સ્વાદસભર આહાર અસરગ્રસ્ત થાય છે અને તેમને પોષણની ઊણપ પણ ઉદભવે છે. વાતચીતમાં પડતી મુશ્કેલી અને મુખાકૃતિમાં આવતો ફેરફાર પણ આત્મગૌરવ, પ્રત્યાયન (communication) અને સામાજિક આંતરક્રિયામાં ઘટાડો આણે છે.…
વધુ વાંચો >મુલર, પૉલ હર્માન
મુલર, પૉલ હર્માન (જ. 12 જાન્યુઆરી 1899, ઑલ્ટેન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 12 ઑક્ટોબર 1965, બાઝેલ) : તબીબી અને દેહધાર્મિક વિદ્યાના 1948ના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને સંધિપાદ (arthopod) જંતુઓ સામે ડી.ડી.ટી એક અસરકારક સંસર્ગજન્ય વિષ છે એવું શોધી કાઢવા માટે આ સન્માન અપાયું હતું. તેઓ સ્વિસ રસાયણવિદ હતા અને બાઝેલ (Basel) ખાતે ભણ્યા…
વધુ વાંચો >મુલર, હર્માન જોસેફ
મુલર, હર્માન જોસેફ (Muller, Hermann Joseph) (જ. 2 ડિસેમ્બર 1890, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ.; અ. 5 એપ્રિલ 1967, બ્લૂમિંગ્ટન, ઇન્ડિયાના, યુ.એસ.) : સન 1946ના તબીબી અને દેહધાર્મિક વિદ્યાના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમણે એક્સ-રેના વિકિરણ વડે જનીનો(genes)માં વિકૃતિ (mutation) આવે છે તેની શોધ કરી હતી. આ ઉપરાંત પણ તેમણે અન્ય અનેક સફળતાઓ મેળવેલી…
વધુ વાંચો >મૂત્રક
મૂત્રક : જુઓ, ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન)
વધુ વાંચો >