આયુર્વિજ્ઞાન
બહિ:ક્ષેપ
બહિ:ક્ષેપ : જુઓ પ્રજનનતંત્ર (માનવ)
વધુ વાંચો >બહુચેતારુગ્ણતા
બહુચેતારુગ્ણતા (polyneuropathy) : પેશીમાંની ચેતાના વિકારો. ચેતાતંત્ર(nervous system)ને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે – કેન્દ્રીય અને પરિઘીય (peripheral). કેન્દ્રીય ચેતાતંત્ર વિવિધ ક્રિયાઓનાં નિયંત્રણ, અર્થઘટન અને આદેશસર્જનનું કાર્ય કરે છે. પરિઘીય ચેતાતંત્ર કેન્દ્રીય ચેતાતંત્ર તથા પેશીઓ વચ્ચે આવતા-જતા સંદેશાઓનું વહન કરે છે. તેમાં વિવિધ ચેતાઓ (nerves) આવેલી છે. આ ચેતાઓના વિકારોને…
વધુ વાંચો >બહુધમનીશોથ, ગંડિકાકારી
બહુધમનીશોથ, ગંડિકાકારી (polyarteritis nodosa) : નાની તથા મધ્યમ કદની ધમનીઓમાં થતો ઉગ્ર કોષનાશી શોથ(necrotising inflammation)નો વિકાર. પેશીમાં ચેપ, ઈજા કે કોઈ પ્રતિરક્ષાલક્ષી (immunological) વિકારને કારણે જ્યારે પીડાકારક સોજો આવે, લોહીનું પરિભ્રમણ વધે તથા લોહીના શ્વેતકોષોનો ભરાવો થાય તો તેવી સ્થિતિને શોથ(inflammation)નો વિકાર કહે છે. ક્યારેક તેમાં વ્યાપકપણે કોષોનો નાશ પણ…
વધુ વાંચો >બહુરુધિરકોષિતા
બહુરુધિરકોષિતા (polycythaemia) : લોહીના મુખ્યત્વે રક્તકોષો(red blood cells, erythrocytes)ની અતિશય સંખ્યાવૃદ્ધિથી થતો વિકાર. લોહીના કોષોને રુધિરકોષો (blood cells) કહે છે. તેમાં ત્રણ પ્રકારના કોષોનો સમાવેશ થાય છે : રક્તકોષો, શ્વેતકોષો (white blood cells, leucocytes) તથા ગંઠનકોષો (platelets). બહુરુધિરકોષિતાના વિકારમાં આ ત્રણેય પ્રકારના કોષોની પણ સંખ્યાવૃદ્ધિ થાય છે. મુખ્ય વિકાર રક્તકોષોના…
વધુ વાંચો >બહુસ્નાયુશોથ
બહુસ્નાયુશોથ : જુઓ ત્વક્સ્નાયુશોથ
વધુ વાંચો >બહેરાશ
બહેરાશ ઓછું સંભળાવું તે. તેને બધિરતા (deafness) પણ કહે છે. તેને કારણે સામાજિક અને શૈક્ષણિક પ્રક્રિયાઓમાં તકલીફ ઉદભવે છે. કોઈ અંધ કે અપંગ વ્યક્તિની પંગુતા સહેલાઈથી દેખાઈ આવે છે, જેને કારણે તેને માટે સહાનુભૂતિનું વાતાવરણ સર્જાય છે. બહેરી વ્યક્તિને માટે તેવું વાતાવરણ સહેલાઈથી સર્જાતું નથી. આ તેની વિશિષ્ટ વિટંબણા છે.…
વધુ વાંચો >બળાત્કાર
બળાત્કાર : સ્ત્રીની ઇચ્છા તથા સંમતિ વગર બળજબરીથી તેની સાથે કરવામાં આવતો જાતીય સંબંધ. ભારતીય દંડસંહિતાની કલમ 375 મુજબ 16 વર્ષથી નાની ઉંમરની કન્યા સાથે તેની ઇચ્છા વિરુદ્ધ, તેની સંમતિ (consent) વિના કે અયોગ્ય રીતે મેળવાયેલી સંમતિ સાથે અથવા 15 વર્ષ કે તેથી નાની પત્ની સાથે કરાયેલો જાતીય સંબંધ બળાત્કાર…
વધુ વાંચો >બળિયાનો રોગ (મનુષ્ય)
બળિયાનો રોગ (મનુષ્ય) : જુઓ શીતળા
વધુ વાંચો >બંધ-જડબું
બંધ-જડબું (trismus) : ચાવવાના સ્નાયુઓનાં સસજ્જ સતત સંકોચનો(spasms)ને કારણે સજ્જડ રીતે બંધ રહેતું મોઢું. તેને બંધ મુખદ્વાર (lockjaw) અથવા હનુવધ્ધતા (trismus) કહે છે. સામાન્ય રીતે તે ધનુર્વા(tetanus)ના રોગમાં થાય છે. આ રોગમાં પીઠ અને કમરના સ્નાયુઓના સસજ્જ (muscletone) સતત સંકોચનોને કારણે શરીર વાંકું વળીને ધનુષ્યના આકારનું થાય છે. તેથી તેને…
વધુ વાંચો >બાર્બરા, મેક્લિન્ટોક
બાર્બરા, મેક્લિન્ટોક (જ. 1902, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1992) : ઈ. સ. 1983ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા વિષયના નોબેલ પુરસ્કારનાં વિજેતા. તેમણે ચલનશીલ જનીનતત્વો (mobile genetic elements) અંગેના તેમના સંશોધનને કારણે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેમણે કૉર્નેલ યુનિવર્સિટી ખાતે ભણીને 1927માં વાનસ્પતિક જનીનવિદ્યા(plant genetics)માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ તેઓ કેલ્ટેક,…
વધુ વાંચો >