આયુર્વિજ્ઞાન

ફ્લૉરી, હાવર્ડ વૉલ્ટર

ફ્લૉરી, હાવર્ડ વૉલ્ટર (જ. 24 સપ્ટેમ્બર 1898, ઍડિલેડ, ઑસ્ટ્રેલિયા; અ. 21 ફેબ્રુઆરી 1968, ઑક્સફર્ડ) : ઑસ્ટ્રેલિયાના નામી શરીર-રોગવિજ્ઞાની. તેમણે અર્ન્સ્ટ બૉરિસ ચેનના સહયોગથી (1928માં ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગે શોધી કાઢેલા) પેનિસિલીનને તબીબી સારવારના ઉપયોગ માટે છૂટું પાડ્યું અને તેનું વિશુદ્ધ રૂપ પ્રયોજ્યું. તેમણે ઔષધવિજ્ઞાનનો ઍડિલેડ અને ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. તે…

વધુ વાંચો >

ફલ્યુરોમયતા (flurosis)

ફલ્યુરોમયતા (flurosis) : લાંબા સમય સુધી પીવાના પાણીમાં ભારે માત્રામાં ફ્લોરાઇડ દ્રવ્યોને લેવાથી થતો રોગ. ચોક્કસ વિસ્તારના અનેક લોકો એક જ પ્રકારના જળાશયમાંથી પાણી લેતા હોય છે. તેને કારણે સ્થાનિક ર્દષ્ટિએ એક વ્યાપક અને વસ્તીસ્થાયી રોગ (endemic disease) તરીકે તે જોવા મળે છે. મુખ્યત્વે તે હાડકાંને નબળાં તથા પોચાં કરે…

વધુ વાંચો >

બચાવ-પ્રવિધિઓ (શારીરિક)

બચાવ-પ્રવિધિઓ (શારીરિક) : જુઓ પ્રતિરક્ષા

વધુ વાંચો >

બદ્ધમણિ

બદ્ધમણિ : જુઓ પ્રજનનતંત્ર (માનવ)

વધુ વાંચો >

બરોળ (spleen) અને બરોળ-ઉચ્છેદન (splenectomy)

બરોળ (spleen) અને બરોળ-ઉચ્છેદન (splenectomy) : બરોળ : પેટના ડાબા અને ઉપરના ભાગમાં આવેલો લંબગોળ પિંડ જેવો અવયવ. તેને પ્લીહા પણ કહે છે. તે શરીરના લસિકાભ-તનુતન્ત્વી તંત્ર (lymphoreticular system) નામના રોગપ્રતિકારક તંત્રનો અવયવ ગણાય છે. શરીરની લસિકાભ-પેશી(lymphatic tissue)નો મોટો જથ્થો તેમાં આવેલો છે. તેની લંબાઈ આશરે 12 સેમી. છે. પેટના…

વધુ વાંચો >

બર્ગસ્ટ્રોન, સૂને

બર્ગસ્ટ્રોન, સૂને (જ. 19 જાન્યુઆરી 1916, સ્ટૉકહોમ, સ્વીડન) : ઈ. સ. 1982ના તબીબી વિદ્યા અને દેહધાર્મિક વિદ્યા અંગેના નોબેલ પુરસ્કાર વિજેતા. બૅન્ગ્ટ સેમ્યુલ્સન અને સર જૉન વેન (Vane) સાથે તેમને પ્રોસ્ટાગ્લૅન્ડિન અને તેને સંબંધિત રસાયણોના સંશોધન માટે તે પુરસ્કાર મળ્યો હતો. તેમણે સ્ટૉકહોમ માટેની કરોલિન ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.…

વધુ વાંચો >

બર્જરનો રોગ

બર્જરનો રોગ : બર્જર નામના તબીબોએ વર્ણવેલા રોગો. તેની અંતર્ગત બે સાવ અલગ રોગો ચર્ચવામાં આવે છે. લિયો બર્જર (Leo Buerger) અને ઝ્યાં બર્જર (Jean Berger) – એમ બે અલગ અલગ તબીબોએ અલગ અલગ સમયે અને સ્થળે બે અલગ અલગ રોગોને વર્ણવ્યા છે. ઈ.સ. 1879થી 1943માં ન્યૂયૉર્કમાં લિયો બર્જર નામના…

વધુ વાંચો >

બર્નાર્ડ, ક્રિશ્ચિયન

બર્નાર્ડ, ક્રિશ્ચિયન (જ. 1922, દક્ષિણ આફ્રિકા) : હૃદય-પ્રત્યારોપણના આફ્રિકાના નામાંકિત સર્જન. કેપટાઉન મેડિકલ સ્કૂલમાંથી તે સ્નાતક થયા. અમેરિકામાં સંશોધન કર્યા બાદ, હૃદયની ખુલ્લી શસ્ત્રક્રિયા તથા ખુલ્લા પ્રત્યારોપણ વિશે વધુ કાર્ય કરવા 1958માં તેઓ કેપટાઉન પાછા ફર્યા. ડિસેમ્બર 1967માં તેમણે માનવહૃદયનું સૌપ્રથમ વાર સફળતા-પૂર્વક પ્રત્યારોપણ કર્યું. 18 દિવસ પછી તે દર્દી…

વધુ વાંચો >

બર્નાર્ડ, ક્લૉડ

બર્નાર્ડ, ક્લૉડ [જ. 12 જુલાઈ 1813, સેન્ટ જિલિયન, વિલે ફ્રાન્કે (ર્હોન); અ. 10 ફેબ્રુઆરી 1878, પૅરિસ, ફ્રાન્સ] : ફ્રેન્ચ દેહધર્મશાસ્ત્રવિદ્ (physiologist). તેમને આધુનિક પ્રયોગલક્ષી તબીબી વિદ્યા(experimental medicine)ના સ્થાપકો પૈકીના એક વિજ્ઞાની તરીકે યાદ કરવામાં આવે છે. શરૂઆતનું શાળાશિક્ષણ મેળવીને તેઓ 18મા વર્ષે એક ફાર્માસિસ્ટને ત્યાં અનુભવ મેળવવા જોડાયા. તેમણે ‘આર્થર…

વધુ વાંચો >

બર્નેટ, ફ્રૅન્ક મેક્ફારલેન

બર્નેટ, ફ્રૅન્ક મેક્ફારલેન (સર) (Macfarlane) (જ. 2 સપ્ટેમ્બર 1899, ટ્રેરેલ્ગોન, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા; અ. 1985) : ઈ. સ. 1960ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારના સર પીટર બ્રિયાન મૅડાવર(Peter Brian Madawar)ના સહવિજેતા. તેમને પ્રતિરક્ષાલક્ષી સહ્યતા (immunological tolerance) પ્રાપ્ત કરવાની પ્રક્રિયાની સંકલ્પના વિકસાવવા માટે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ ઑસ્ટ્રેલિયાના…

વધુ વાંચો >