આયુર્વિજ્ઞાન
કુશિંગનું સંલક્ષણ
કુશિંગનું સંલક્ષણ (Cushing’s syndrome) : અધિવૃક્ક ગ્રંથિના બાહ્યક(adrenal cortex)ના કોર્ટિસોલ નામના અંત:સ્રાવના વધેલા ઉત્પાદનથી થતો વિકાર. અધિવૃક્ક ગ્રંથિના બાહ્યકના મુખ્ય 3 અંત:સ્રાવો છે : કોર્ટિસોલ, આલ્ડોસ્ટીરોન અને પુંકારી અંત:સ્રાવ (androgen). જો આલ્ડોસ્ટીરોનનું ઉત્પાદન વધે તો તેને અતિઆલ્ડોસ્ટીરોનતા (hyper-aldosteronism) કહે છે. જો પુંકારી અંત:સ્રાવનું ઉત્પાદન વધે તો સ્ત્રીઓમાં પુરુષોનાં કેટલાંક લક્ષણો…
વધુ વાંચો >કુષ્ઠ (આયુર્વિજ્ઞાન)
કુષ્ઠ (આયુર્વિજ્ઞાન) : માયકોબૅક્ટેરિયમ લેપ્રી (mycobacterium Leprae) નામના જીવાણુ સામેની કોષીય પ્રતિરક્ષા(cell-mediated, immunity)થી થતો લાંબા ગાળાનો રોગ. તેને હેન્સનનો રોગ પણ કહે છે. તેને કેટલાક લોકો ભૂલથી કોઢ(Leucoderma)ના નામે પણ ઓળખે છે. તે કોઢ કરતાં જુદો જ રોગ છે. તેના મુખ્ય બે ધ્રુવીય (polar) પ્રકાર છે : ક્ષયાભ (tuberculoid) અને…
વધુ વાંચો >કૂમ્ઝ(antibody)ની કસોટી
કૂમ્ઝ(antibody)ની કસોટી : રક્તકોષો પર સ્થાપિત થયેલાં અને તેનું લયન કરતાં પ્રતિદ્રવ્યો (antibody) અથવા પ્રતિરક્ષાપૂરકોની હાજરી દર્શાવતી કસોટીઓ. રક્તકોષો ઉપર જ્યારે પ્રતિદ્રવ્ય અથવા પ્રતિરક્ષાપૂરક સ્થાપિત થયેલું હોય ત્યારે રક્તકોષો અતિસંવેદનશીલ થયેલા (sensitised) હોય છે. તે નિશ્ચિત પ્રતિજન(antigen)ની હાજરીમાં તૂટી જાય છે. રક્તકોષોના તૂટી જવાને રક્તકોષલયન (haemolysis) કહે છે. આ કસોટી…
વધુ વાંચો >કૃત્રિમ ઉપાંગયોજન
કૃત્રિમ ઉપાંગયોજન (prosthesis) : કુદરતી અંગ, ઉપાંગ કે શારીરિક ભાગને સ્થાને કૃત્રિમ ઉપાંગ ગોઠવવાની પ્રક્રિયા. જ્યારે શરીરનો કોઈ ભાગ ન હોય ત્યારે તે દુ:ખદાયક સ્થિતિ સર્જે છે અને તેનાથી વિરૂપતા અને હતાશા આવે છે. કુદરતી અપૂર્ણવિકાસ, ઈજા કે રોગને કારણે ક્યારેક શરીરના કોઈ ભાગ હોય તો વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો કુશળતાપૂર્વક ઉપયોગ…
વધુ વાંચો >કૃત્રિમ છિદ્રણ
કૃત્રિમ છિદ્રણ (ostomy) : શરીર પર કૃત્રિમ છિદ્ર દ્વારા ખોરાક લેવા, શ્વાસ લેવા કે મળમૂત્રનો ઉત્સર્ગ કરવા કરાયેલો માર્ગ. અન્નમાર્ગ, શ્વસનમાર્ગ, મળમાર્ગ કે મૂત્રમાર્ગના રોગ કે અવરોધ હોય અથવા શસ્ત્રક્રિયા દ્વારા તેના કોઈ ભાગનું ઉચ્છેદન (excision) કરાયેલું હોય તો કૃત્રિમ માર્ગ બનાવવાની જરૂર પડે છે. તેના વિવિધ પ્રકારો છે :…
વધુ વાંચો >કૃત્રિમ બીજદાન (આયુર્વિજ્ઞાન)
કૃત્રિમ બીજદાન (આયુર્વિજ્ઞાન) (artificial insemination) : સ્ત્રીના જનનમાર્ગમાં જાતીય સંભોગ સિવાય અન્ય રીતે શુક્રકોષોને દાખલ કરવાની પ્રક્રિયા. તેને કૃત્રિમ શુક્રનિવેશન કે કૃત્રિમ વીર્યસિંચન પણ કહે છે. તબીબીશાસ્ત્રમાં વંધ્યતા(infertility)ની સારવારમાં હાલ તેનો શાસ્ત્રીય રીતે ઉપયોગ કરાય છે. જ્યારે પતિના વીર્ય-(semen)માં અપૂરતા શુક્રકોષ હોય અથવા શુક્રકોષ ન હોય ત્યારે કૃત્રિમ બીજદાન ગર્ભાધાન…
વધુ વાંચો >કૃમિજન્ય રોગ (helminthiasis) (આયુર્વિજ્ઞાન)
કૃમિજન્ય રોગ (helminthiasis) (આયુર્વિજ્ઞાન) : આંતરડાં, લોહી તથા અન્ય પેશીઓમાં રહેતા કૃમિથી થતો રોગ (આકૃતિ 1). કૃમિ બહુકોષી, ત્રિસ્તરીય પરોપજીવી પ્રાણીઓ છે. તે ડાબી અને જમણી એમ બંને બાજુએ એકસરખી સંરચના (structure) ધરાવે છે. તેમને 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. (ક) નિમેટોડા (નળાકારકૃમિ) વર્ગ : તેમાંના મુખ્ય કૃમિઓ આંતરડાંના…
વધુ વાંચો >કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ
કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ (melanocyte stimulating hormone, MSH) : માણસ અને અન્ય પ્રાણીઓની ચામડીના રંગનું નિયંત્રણ કરતા અંત:સ્રાવનું જૂથ. તેને કૃષ્ણવર્ણ-વર્ધક (melanotrophin) પણ કહે છે. કેટલાંક ઉભયજીવી પ્રાણીઓ અને માછલીઓમાં તે વર્ણકદ્રવ્ય(pigment)ના કણોને એકઠા કે છૂટા કરીને તેમને વાતાવરણ સાથે સુમેળ પામે તેવું રંગપરિવર્તન કરાવે છે. તેને કારણે તે સહેલાઈથી અલગ…
વધુ વાંચો >કેન્ડલ એડવર્ડ
કેન્ડલ, એડવર્ડ (જ. 8 માર્ચ 1886, સાઉથ નોવૉક, યુ.એસ.; અ. 4 મે 1972, પ્રિન્સ્ટન, ન્યૂ જર્સી) : ફિઝિયોલૉજી અને મેડિસિન શાખામાં નોબેલ પારિતોષિક(1950)વિજેતા વિજ્ઞાની. તેમના સહવિજેતા હેન્ચ અને ટેડિયસ રિકસ્ટેન (સ્વિટ્ઝર્લૅન્ડ) હતા. કોલંબિયા યુનિવર્સિટીના સ્નાતક થયા પછી તે 1910માં પીએચ.ડી. થઈને મેયો ફાઉન્ડેશનમાં જોડાયા હતા, ત્યાંથી તે બાયોકેમિસ્ટ્રી વિભાગના અધ્યક્ષ…
વધુ વાંચો >કૅન્ડેલ, એરિક
કૅન્ડેલ, એરિક (જ. 7 નવેમ્બર 1929, વિયેના, ઑસ્ટ્રિયા) : 2000ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ચેતાવિજ્ઞાની (neurologist). તેમણે ન્યૂયૉર્ક યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનમાંથી 1956માં આયુર્વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી. મનોચિકિત્સા અને રોજગારમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં નિવાસી તરીકે સેવા આપ્યા બાદ, 1965–74 સુધી ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં સહયોગી પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1974થી તેઓ કોલમ્બિયા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદે…
વધુ વાંચો >