આયુર્વિજ્ઞાન

હાઉસી બર્નાર્ડો આલ્બર્ટો (Houssay Bernardo Alberto)

હાઉસી, બર્નાર્ડો આલ્બર્ટો (Houssay, Bernardo Alberto) [જ. 10 એપ્રિલ 1887, બ્યૂનોસ ઐરેસ (Buenos Aires), આર્જેન્ટિના; અ. 21 સપ્ટેમ્બર 1971] : સન 1947ના તબીબી વિદ્યા તથા દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના 3 વિજેતાઓમાંના એક. તેમને અર્ધા ભાગનો પુરસ્કાર અપાયો હતો. જ્યારે અમેરિકાના કાર્લ કૉરિ અને ગર્ટી કોરિન વચ્ચે બાકીના અર્ધા ભાગનો પુરસ્કાર સરખા…

વધુ વાંચો >

હાથીપગો તથા તનુસૂત્રિકાવિકાર (elephantiasis and filariasis)

હાથીપગો તથા તનુસૂત્રિકાવિકાર (elephantiasis and filariasis) : તનુસૂત્રિકા કૃમિ(filarial worm)ના ચેપને કારણે પગ કે શરીરનો કોઈ ભાગ હાથીના પગ જેવો સૂજી જવો (હાથીપગો) તથા તેને કારણે લોહીના ઇઓસિનરાગી શ્વેતકોષો(eosinophils)ની સંખ્યામાં વધારો જેવા વિકારો થવા તે. શરીરની પેશીમાં પ્રવાહી ભરાય અને તંતુમયતા (fibrosis) વિકસે ત્યારે હાથીપગનો સોજો આવે છે. જો શુક્રપિંડ(વૃષણ,…

વધુ વાંચો >

હાયડેટિડ રોગ

હાયડેટિડ રોગ : એકિનોકોકસ જૂથના પટ્ટીકૃમિથી થતો રોગ. તેમાં જલબિન્દુસમ (hydatid) પ્રવાહી ભરેલી પોટલી (કોષ્ઠ, cyst) બને છે માટે તેને બિંદ્વાભ કોષ્ઠ(hydatid cyst)નો રોગ કહે છે. દરેક કોષ્ઠમાં ફક્ત એકજલપુટિ (unilocule) એટલે કે પ્રવાહી ભરેલી પુટિકા હોય છે. તેને એકિનોકોકોસિસ પણ કહે છે; કેમ કે તે એકિનોકોકસ જૂથના પરોપજીવીના ડિમ્ભ(larva)થી…

વધુ વાંચો >

હાયડેન્ટોઇન

હાયડેન્ટોઇન : આંચકી (ખેંચ) થાય તેવા અપસ્માર (epilepsy) નામના રોગમાં તથા હૃદયનાં ક્ષેપકનાં કાલપૂર્વ સંકોચનો ઘટાડવામાં અને કર્ણક-ક્ષેપક ઉત્તેજનાવહન વધારવામાં અસરકારક ઔષધોનું જૂથ. વ્યક્તિ બેભાન થઈ જાય અને તેને વારંવાર સ્નાયુસંકોચનો થયાં કરે તો તેને આંચકી, ખેંચ (convulsion) કે સંગ્રહણ (seizure) કહે છે. આવું વારંવાર થાય તેવા મગજના રોગને અપસ્માર…

વધુ વાંચો >

હાર્ટલાઇન હેલ્ડેન કેફર (Hartline Haldan Keffer)

હાર્ટલાઇન, હેલ્ડેન કેફર (Hartline, Haldan Keffer) (જ. 22 ડિસેમ્બર 1903, બ્લુમ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 17 માર્ચ 1983) : સન 1967ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને આ પુરસ્કાર રૅગ્નાર ગ્રેનિટ અને જ્યૉર્જ વાલ્ડ સાથે મળ્યો હતો. તેમને આંખની દૃષ્ટિ સંબંધિત પ્રાથમિક દેહધાર્મિક અને રાસાયણિક પ્રક્રિયાઓની શોધ કરવા માટે…

વધુ વાંચો >

હાર્ટવેલ લેલૅન્ડ એચ. (Hartwell Leland H.)

હાર્ટવેલ, લેલૅન્ડ એચ. (Hartwell, Leland H.) (જ. 30 ઑક્ટોબર 1939, લૉસ ઍન્જેલિસ, યુ.એસ.) : સન 2001ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના ત્રીજા ભાગના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમની સાથે સહવિજેતા હતા આર. ટિમોથી હંટ તથા પોલ એન. નર્સ. તેમને કોષચક્ર(cell cycle)ના મહત્વના નિયામકો (regulators) શોધી કાઢવા માટે સન્માન અપાયું હતું. કોષની સંખ્યાવૃદ્ધિ…

વધુ વાંચો >

હાર્વે, વિલિયમ (William Harwey)

હાર્વે, વિલિયમ (William Harwey) (જ. 1 એપ્રિલ 1578, ઇંગ્લૅન્ડ; અ. 3 જૂન 1657) : માનવશરીરના લોહીના ગુણધર્મો તથા તેનું પરિભ્રમણ કેવી રીતે થાય છે તે શોધી કાઢનાર અંગ્રેજ તબીબ. હૃદય લોહીને ધકેલે છે તેવું પણ તેમણે દર્શાવ્યું હતું. તેમના પિતા વેપારી હતા. 16 વર્ષની વયે તેમને તબીબી અભ્યાસ માટે શિષ્યવૃત્તિ…

વધુ વાંચો >

હાસ્યવાયુ (laughing gas) (આયુર્વિજ્ઞાન)

હાસ્યવાયુ (laughing gas) (આયુર્વિજ્ઞાન) : શ્વાસમાં લેવાથી સ્વર્ગસુખાભાસ (euphoria) જેવી લાગણી થઈ આવે અને તેથી વ્યક્તિ ખૂબ હસવા માંડે તેવી સ્થિતિ સર્જતો વાયુ. તેનું રાસાયણિક નામ નાઇટ્રસ ઑક્સાઇડ છે અને તેનું બંધારણ N2O છે. સામાન્ય તાપમાને તે રંગવિહીન, નિર્જ્વલનશીલ (non-inflammable), ગમે તેવી મીઠી સુગંધ અને સ્વાદવાળો વાયુ છે. તે શસ્ત્રક્રિયા…

વધુ વાંચો >

હાંફણી (hyperventilation)

હાંફણી (hyperventilation) : માનસિક કારણોસર (મનોજન્ય, psychogenic) શ્વાસ ચડવો તે. તેને શાસ્ત્રીય પરિભાષામાં અતિશ્વસન (hyperventilation) કહે છે. તેમાં હૃદય, ફેફસાં વગેરેનો કોઈ રોગ હોતો નથી. જો હૃદય કે શ્વાસનળીઓના રોગ (દા. ત., દમ) સાથે હાંફણી થાય તો તેનું નિદાન કરવું મુશ્કેલ બને છે. શ્વાસોચ્છવાસની ક્રિયા વખતે તકલીફ પડે કે અગવડ…

વધુ વાંચો >

હિચિંગ્સ જ્યૉર્જ એચ. (Hitchings George H.)

હિચિંગ્સ, જ્યૉર્જ એચ. (Hitchings, George H.) (જ. 1905, હોક્વિઍમ, વૉશિંગ્ટન, યુ.એસ.; અ. 1998) : સર જેમ્સ બ્લેક (યુ.કે.) તથા ગર્ટ્રુડ એલિયન (યુ.એસ.) સાથે ત્રીજા ભાગના દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને આ સન્માન ઔષધો વડે કરાતી સારવાર અંગેના મહત્વના સિદ્ધાંતો શોધી કાઢવા માટે અપાયું હતું. જ્યૉર્જ એચ. હિચિંગ્સ તેમના બંને દાદાઓ…

વધુ વાંચો >