આનંદ પ્ર. પટેલ

મૅક્સવેલનાં સમીકરણો, પરિવર્તી

મૅક્સવેલનાં સમીકરણો, પરિવર્તી (Varying) : વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ આગળ પ્રયોજિત સદિશ રાશિઓને જોડતાં પ્રશિષ્ટ સમીકરણોની શ્રેણી. જેમ્સ ક્લાર્ક મૅક્સવેલે, 1864માં, આવાં ચાર વિકલ (differential) સમીકરણો રજૂ (સૂચિત) કર્યાં. આ સમીકરણોના સમૂહ વિદ્યુતચુંબકીય તરંગોના સિદ્ધાંતનો પાયો છે. શૂન્યાવકાશમાં આ ચાર સમીકરણો સદિશ સ્વરૂપે નીચે પ્રમાણે આપવામાં આવ્યાં…

વધુ વાંચો >

મૅક્સવેલ-બોલ્ટ્ઝમૅન વિતરણ સિદ્ધાંત

મૅક્સવેલ-બોલ્ટ્ઝમૅન વિતરણ સિદ્ધાંત : ચિરપ્રતિષ્ઠિત (classical) કણોને (જેવા કે વાયુના અણુઓને) લાગુ પડતો વિતરણ સિદ્ધાંત. T નિરપેક્ષ તાપમાને હોય તેવા કણોના તંત્રમાં ∈ ઊર્જાવાળી સ્થિતિમાં કણોની સરેરાશ સંખ્યા f(∈) નીચે આપેલા મૅક્સવેલ બોલ્ટ્ઝમૅન વિતરણ સિદ્ધાંતથી દર્શાવી શકાય છે. …………….(1) જ્યાં Aનું મૂલ્ય તંત્રમાં કણોની સંખ્યા ઉપર આધારિત છે. કાર્ય વિધેયમાં તે…

વધુ વાંચો >

મૅક્સવેલ વિતરણ

મૅક્સવેલ વિતરણ : બાહ્ય બળક્ષેત્રની ગેરહાજરી અને ઉષ્મા-યાંત્રિકીય સંતુલનસ્થિતિ(thermodynamic equilibrium)માં એકપારમાણ્વિક (monoatomic) સમરૂપ (homogeneous) આદર્શ વાયુના અણુઓનું સ્થાયી સ્થિતિવેગવિતરણ. મૅક્સવેલિયન વિતરણ એ અસ્તવ્યસ્ત ઉષ્મીય ગતિમાં અણુઓની અન્યોન્ય અથડામણોનું પરિણામ છે. અણુના વેગવિતરણનું સ્વરૂપ નીચે પ્રમાણે મળે છે : જ્યાં dnu એ અણુઓની કુલ સંખ્યા n હોય ત્યારે u અને u+du…

વધુ વાંચો >

મેસર (Maser)

મેસર (Maser) : એક પ્રકારનું ઉપકરણ (device). તેમાં સુસંગત (coherent) રીતે વીજચુંબકીય તરંગોનું વિવર્ધન (amplification) અથવા ઉત્પાદન (generation) અનુનાદિત પારમાણ્વિક અથવા આણ્વિક પ્રણાલી(resonant atomic or molecular system)માં આવેલ ઉત્તેજન શક્તિ(excitation energy)ના ઉપયોગ વડે પ્રાપ્ત કરવામાં આવે છે. ‘મેસર’ શબ્દ microwave amplification by stimulated emission of radiation – એ શબ્દોના પ્રથમ…

વધુ વાંચો >

મેસૉન (Meson)

મેસૉન (Meson) : અવપારમાણ્વિક કણ. હૅડ્રૉન તરીકે ઓળખાતા કણ-પરિવારમાં મેસૉન એક વર્ગ છે. તમામ હૅડ્રૉન એકબીજા સાથે પ્રબળ આંતરક્રિયા કરતા હોય છે. આવા ઉચ્ચ બળને પ્રબળ બળ અથવા ન્યુક્લિયર બળ તરીકે ઓળખવામાં આવે છે. આ ન્યુક્લિયર બળ પારમાણ્વિક ન્યુક્લિયસને જકડી રાખે છે. કણોનો બીજો વર્ગ છે બેરિયૉન. તેમાં પ્રોટૉન, ન્યૂટ્રૉન…

વધુ વાંચો >

મોટ, નેવિલ ફ્રાન્સિસ (સર)

મોટ, નેવિલ ફ્રાન્સિસ (સર) (જ. 30 સપ્ટેમ્બર 1905, લીડ્ઝ, ઇંગ્લૅન્ડ, અ. 1996) : ચુંબકીય અને અસ્તવ્યસ્ત તંત્રની ઇલેક્ટ્રૉનિક્સ સંરચનાના મૂળભૂત સૈદ્ધાંતિક સંશોધન માટે 1977નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ખ્યાતનામ બ્રિટિશ વિજ્ઞાની. તેમણે કેમ્બ્રિજમાં રહીને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કેમ્બ્રિજ, કૉપનહેગન અને ગૉટિંજન(Gottingen)માં સંશોધનકાર્ય કર્યું. તે પછી તેઓ કેમ્બ્રિજ ખાતે પ્રથમ…

વધુ વાંચો >

મૉસબાઉઅર અસર

મૉસબાઉઅર અસર (Mössbauer Effect) : અનુનાદ(resonance)ની સ્થિતિમાં પ્રત્યાઘાત (recoil) વિના ગૅમા કિરણનું શોષણ. મૉસબાઉઅર અસરને ન્યૂક્લિયર ગૅમા અનુનાદ-પ્રસ્ફુરણ (fluorescence) તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે તો આ ઘટના વર્ણપટશાસ્ત્રનો પાયો છે. અનેકવિધ ક્ષેત્રે તેનો વ્યાપક ઉપયોગ જોવા મળે છે. પાયાના ભૌતિકવિજ્ઞાન સાથે સંકળાયેલી આ ઘટના છે. ન્યૂક્લિયસ ન્યૂનતમ ઊર્જા ધરાવતી…

વધુ વાંચો >

મૉસબાઉઅર, રુડૉલ્ફ લુડ્વિગ

મૉસબાઉઅર, રુડૉલ્ફ લુડ્વિગ (જ. 31 જાન્યુઆરી 1929, મ્યૂનિક) : મૉસબાઉઅર ઘટના પર વર્ણપટશાસ્ત્ર રચનાર ભૌતિકવિજ્ઞાની. ગૅમા-કિરણના અનુનાદ-શોષણને લગતા સંશોધન અને એ ક્ષેત્રે કરેલ આનુષંગિક શોધ માટે 1961ના વર્ષનો નોબેલ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવેલો. મ્યૂનિકની ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ (Hochschule)માં તેમણે શિક્ષણ લીધું હતું. તેઓ જ્યારે મૅક્સપ્લાન્ક મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ડૉક્ટરેટ પદવી…

વધુ વાંચો >

મ્યૂઑન

મ્યૂઑન (Muon) : ઇલેક્ટ્રૉન જેવો પણ તેના કરતાં વધુ દળ ધરાવતો મૂળભૂત કણ. કોઈ પણ મૂળભૂત કણ તેની અંદર તેના કરતાં નાનો એકમ ધરાવતો નથી. લેપ્ટૉન તરીકે ઓળખાતા મૂળભૂત કણોના પરિવારમાં મ્યૂઑનનો સમાવેશ થાય છે. લેપ્ટૉન પરિવારમાં ઇલેક્ટ્રૉનનો પણ સમાવેશ થાય છે. ઇલેક્ટ્રૉનની જેમ મ્યૂઑન પણ ઋણ વિદ્યુતભાર ધરાવે છે.…

વધુ વાંચો >

યંગનો પ્રયોગ

યંગનો પ્રયોગ : તારના દ્રાવ્યનો પ્રત્યાસ્થતાંક શોધવા માટેનો પ્રયોગ. તેને યંગ-પ્રત્યાસ્થતાંક(Young’s Modules)નો પ્રયોગ પણ કહે છે. યંગનો પ્રત્યાસ્થતાંક (y) નક્કી કરવા માટે લાંબા પાતળા તારને કોઈ દૃઢ આધાર ઉપરથી લટકાવવામાં આવે છે. તારનો ઉપરનો છેડો આધાર સાથે જડેલો હોય છે અને નીચેનો છેડો મુક્ત હોય છે. નીચેના મુક્ત છેડે જુદા…

વધુ વાંચો >