આનંદ પ્ર. પટેલ

શ્રોડિંજર સમીકરણ (Schrodinger equation)

શ્રોડિંજર સમીકરણ (Schrodinger equation) : બિનસાપેક્ષિકીય (non-relativistic) મર્યાદામાં પારિમાણ્વિક કણોની વર્તણૂકનું સંચાલન કરતા તરંગ-વિધેય માટેનું વિકલન (differential) સમીકરણ. બિંદુવત્ કણની ગતિ માટે ન્યૂટનના સમીકરણને આ મળતું આવે છે. શ્રોડિંજરનું સમીકરણ રૈખિક (linear) અને સમઘાતી (homogenous) આંશિક વિકલન સમીકરણ છે. આ સમીકરણ સમયના સંદર્ભમાં પ્રથમ ક્રમ (first order) અને અવકાશના સંદર્ભમાં…

વધુ વાંચો >

સમસ્થાનિકો (isotopes)

સમસ્થાનિકો (isotopes) : સમાન ન્યૂક્લિયર વિદ્યુતભાર (એટલે કે સમાન પરમાણુક્રમાંક) પણ જુદું જુદું દળ ધરાવતી ન્યૂક્લિયસ. તત્ત્વના સમસ્થાનિકો તેમના પરમાણુઓમાં ન્યૂટ્રૉનની સંખ્યા બાબતે જુદા પડે છે. આવા પદાર્થોના રાસાયણિક ગુણધર્મો મોટેભાગે એકસરખા હોય છે; પણ તેમના ભૌતિક ગુણધર્મો એકસરખા હોતા નથી. તત્ત્વને બે કે તેથી વધુ સમસ્થાનિકો હોઈ શકે છે.…

વધુ વાંચો >

સમુત્ખંડન (spallation)

સમુત્ખંડન (spallation) : લક્ષ્ય (target) ઉપર અતિ ઉચ્ચ ઊર્જાવાળા કણોનો મારો કરવાથી સંખ્યાબંધ ન્યૂક્લિયૉન અને અન્ય કણોના ઉત્સર્જન સાથે ઉદ્ભવતી ખાસ પ્રબળ ન્યૂક્લિયર-પ્રક્રિયા. સાદી ન્યૂક્લિયર-પ્રક્રિયાઓમાં ન્યૂક્લિયસ વચ્ચે ન્યૂક્લિયૉનની આપ-લે થતી હોય છે. આવી સાદી પ્રક્રિયાઓની સાપેક્ષે સમુત્ખંડન એ અતિ ઉચ્ચ આપાત-ઊર્જાએ થતી તીવ્ર ન્યૂક્લિયર-પ્રક્રિયા છે. અણીવાળા સાંકડા કક્ષમાં 7200 MeV…

વધુ વાંચો >

સમુદ્રતરંગ-ઊર્જા

સમુદ્રતરંગ–ઊર્જા : બિનપરંપરાગત ઊર્જા. આ એવી ઊર્જા છે, જેમાં પૃથ્વીનાં મર્યાદિત ખનિજ જેવાં સંસાધનોનો ઉપયોગ થતો નથી. આથી જીવાવશેષ (fossil) અને ન્યૂક્લિયર વિખંડનશીલ ઈંધણનો બિનપરંપરાગત ઊર્જાના સ્રોતમાં સમાવેશ થતો નથી. આ પ્રકારની ઊર્જા માટે ભરતી-ઓટનો ઉપયોગ કરવામાં આવે છે. બંધની પાછળ પાણી એકત્રિત કરવામાં આવે છે, જેને પાછળથી છોડીને ટર્બોજનરેટર…

વધુ વાંચો >

હિલિયમ (helium)

હિલિયમ (helium) : આવર્તક કોષ્ટકના 18મા (અગાઉના શૂન્ય, 0) સમૂહનું હલકું વાયુમય રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા He. માત્ર હાઇડ્રોજન એક જ એવું તત્વ છે જે તેના કરતાં હલકું છે. અન્ય તત્વો સાથે સંયોજાતો ન હોવાથી તેને (અને તે સમૂહના અન્ય વાયુઓ) નિષ્ક્રિય (inert) અથવા વિરલ (rare) અથવા ઉમદા (nobel) વાયુ…

વધુ વાંચો >