આનંદ પ્ર. પટેલ
આલ્ફેરોવ, ઝ્હોરેસ આઈ
આલ્ફેરોવ, ઝ્હોરેસ આઈ. (Zhores I. Alferov) [જ. 15 માર્ચ 1930, વિટેબ્સ્ક (Vitebsk), બેલોરશિયા (બેલારૂસ), યુ. એસ. એસ. આર. અ.; 1 માર્ચ 2019, સેંટ પીટર્સબર્ગ, રશિયા] : આધુનિક માહિતી પ્રૌદ્યોગિકી(information technology)નો સ્થાયી અને સધ્ધર પાયો નાખનાર અને તે બદલ ઈ. સ. 2000નું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક મેળવનાર રશિયન ભૌતિકવિજ્ઞાની. 1962થી તેઓ ટ્રાઇવેલન્ટ-પેન્ટાવેલન્ટ…
વધુ વાંચો >કિલ્બી જૅક એસ.
કિલ્બી, જૅક એસ. (જ. 8 નવેમ્બર 1923, જેફરસન, યુ.એસ.; અ. 20 જૂન 2005, ડલાસ) : સંકલિત પરિપથ (integrated circuits-IC) ચિપની શોધ કરવા બદલ 2000નું નૉબેલ પારિતોષિક મેળવનાર ભૌતિકવિજ્ઞાની અને ઇલેક્ટ્રૉનિક ઇજનેર. 1950માં તેમણે પરિપથોની રચના કરવાના કાર્યની શરૂઆત કરી તે દરમિયાન એમ. એસ. ઇલેક્ટ્રિકલ ઇજનેરીની ઉપાધિ મેળવી. કિલ્બીનો ઉછેર ગ્રેટબૅન્ડ,…
વધુ વાંચો >ક્રોમર, હર્બર્ટ
ક્રોમર, હર્બર્ટ (Kroemer Herbert) (જ. 25 ઑગસ્ટ 1928, વાઇમન, જર્મની) : ઉચ્ચ ત્વરિત (high speed) ઑપ્ટો ઇલેક્ટ્રૉનિક્સમાં વપરાતી અર્ધવાહક વિષમ સંરચના (heterostructure) વિકસાવવા બદલ 2000ની સાલનો નોબેલ પુરસ્કાર મેળવનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. 1952માં ગોટિંગેન યુનિવર્સિટી(જર્મની)માંથી ક્રોમરે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. અર્ધવાહકો અને અર્ધવાહક પ્રયુક્તિઓનું ભૌતિકવિજ્ઞાન અને ટૅક્નૉલૉજી તેમના સંશોધનનું ક્ષેત્ર હતું.…
વધુ વાંચો >પરાવૈદ્યુત (dielectric)
પરાવૈદ્યુત (dielectric) : વિદ્યુત-પ્રતિબળ સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવતો પદાર્થ. આવા પદાર્થો સામાન્ય રીતે અવાહક હોય છે. પરાવૈદ્યુત એવું દ્રવ્ય કે એવો પદાર્થ છે, જેમાં ઊર્જાના ન્યૂનતમ વ્યય સાથે વિદ્યુતક્ષેત્રને ટકાવી રાખી શકાય છે. કોઈ પણ ઘનપદાર્થ ત્યારે જ પરાવૈદ્યુત બને છે જ્યારે તેનો સંયોજકતા-પટ (valence band) પૂર્ણ રીતે ભરાય…
વધુ વાંચો >પરાવૈદ્યુતાંક (dielectric constant)
પરાવૈદ્યુતાંક (dielectric constant) : વિદ્યુતભારના વહન સામે માધ્યમની અવરોધશક્તિની માત્રાનું માપ. વિદ્યુત-સ્થાનાંતર અને તે પેદા કરનાર વિદ્યુતક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર તરીકે તેને વ્યક્ત કરવામાં આવે છે. તેની સંજ્ઞા ∈ (એપ્સોલોન) છે અને તેનો એકમ ફૅરાડ/મીટર છે. તેનું મૂલ્ય હંમેશાં એકથી વધારે હોય છે. શૂન્યાવકાશ અથવા મુક્ત અવકાશના પરાવૈદ્યુતાંકને નિરપેક્ષ પરાવૈદ્યુતાંક (∈o)…
વધુ વાંચો >પૅન્ટોડ
પૅન્ટોડ : પાંચ ઇલેક્ટ્રૉડ (વિદ્યુત-ધ્રુવ) ધરાવતી નિર્વાત કરેલી કાચની નળી (vaccum-tube). તેને વાલ્વ પણ કહે છે. કારણ કે આ પ્રયુક્તિ એક જ દિશામાં કાર્ય કરે છે. 1946માં ગણકયંત્ર ‘એનિયાક’ એટલે કે electronic numerical integrator and calculator – ENIACમાં 19,000 વાલ્વનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કમ્પ્યૂટરમાં વાલ્વના ઉપયોગથી તેનું કદ ખૂબ…
વધુ વાંચો >પ્રકાશ (light)
પ્રકાશ (light) આંખના નેત્રપટ ઉપર આપાત થતાં ર્દશ્ય-સંવેદના પેદા કરનાર શક્તિ (માધ્યમ). પ્રકાશ માનવીના જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. આથી પ્રકાશની ગેરહાજરીનો ખ્યાલ કરવો ઘણો મુશ્કેલ છે. પ્રકાશ ન હોય તો જોઈ શકાય નહિ, વનસ્પતિનો વિકાસ ન થાય, પરિણામે ખાવા માટે અનાજ પાકે નહિ, શ્વાસ લેવા માટે હવા પણ…
વધુ વાંચો >પ્રક્ષુબ્ધ પ્રવાહ (turbulent flow)
પ્રક્ષુબ્ધ પ્રવાહ (turbulent flow) : વેગ અને દબાણમાં અનિયમિત રીતે ફેરફાર થતા હોય તેવી તરલ ગતિ. પવન અને નદીના પ્રવાહ જેવા ઘણાખરા કુદરતી પ્રવાહો પ્રક્ષુબ્ધ હોય છે. રેનોલ્ડ આંક છે; જ્યાં ρ તરલની ઘનતા; v તરલનો વેગ; η તરલનો શ્યાનતા ગુણાંક (co-efficient of viscosity) અને D નળીનો વ્યાસ છે. NRનું…
વધુ વાંચો >પ્રક્ષોભ (turbulence)
પ્રક્ષોભ (turbulence) : અનિયમિત ગતિ ધરાવતા તરલની સ્થિતિ. તરલની આવી અનિયમિત ગતિમાં કોઈ પણ બિંદુ આગળ ગતિની દિશા અને મૂલ્ય સમય સાથે બદલાય છે. ગતિ કરતા તરલમાં જ્યારે ઘૂમરી પ્રવાહ (eddy current) રચાય છે, ત્યારે તેની સાથે પ્રક્ષોભ-ગતિ પણ સંકળાયેલી હોય છે. ઉપરાંત તરલના વેગમાનમાં ઝડપી ફેરફારો થવાથી પણ પ્રક્ષોભ-ગતિ…
વધુ વાંચો >પ્રતિઘાત (reactance)
પ્રતિઘાત (reactance) : પ્રત્યાવર્તી ધારા(alternating current A.C.)ના માર્ગમાં સંગ્રાહક(capacitor)ને કારણે થતો અસરકારક વિરોધ. પ્રત્યાવર્તી વિદ્યુતચાલક બળ ε = εo sin ωt અને માત્ર સંધારકના વિદ્યુત-પરિપથ માટે પ્રતિઘાત સૂત્ર વડે મળે છે. જ્યાં Eo મહત્તમ વિદ્યુતચાલક બળ; ω કોણીય આવૃત્તિ, f આવૃત્તિ અને C સંધારિતા છે. લગાડવામાં આવતા વિદ્યુતચાલક બળની આવૃત્તિ…
વધુ વાંચો >