આનંદ પ્ર. પટેલ

પ્રતિબળ (stress)

પ્રતિબળ (stress) : પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતાં, તેની અંદર પેદા થતું અવરોધક બળ. પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તેમાં વિકૃતિ પેદા થાય છે, આથી તેને વિકૃતિબળ તરીકે પણ ઓળખવામાં આવે છે. પદાર્થ ઉપર વિકૃતિબળ લગાડતાં તેની અંદર પ્રતિક્રિયા બળ પેદા થાય છે. પદાર્થના અણુઓના સાપેક્ષ સ્થાનાંતરને  કારણે…

વધુ વાંચો >

પ્રેરકત્વ (inductance)

પ્રેરકત્વ (inductance) : વિદ્યુત-પરિપથમાં વહન કરતા વિદ્યુતપ્રવાહના ફેરફારનો વિરોધ કરતો વિદ્યુત-પરિપથનો ગુણધર્મ. વાહકમાં વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. લેન્ઝના નિયમ મુજબ આવું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતપ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. ચુંબકીય ક્ષેત્રના વિરોધ પરત્વે પરિપથની પ્રતિક્રિયાને પ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર સીધા પ્રવાહ…

વધુ વાંચો >

પ્રેરણ–સ્થૈતવિદ્યુત (induction electrostatic)

પ્રેરણ–સ્થૈતવિદ્યુત (induction electrostatic) : સ્થૈતવિદ્યુત(static electricity)માં વિદ્યુતભારિત પદાર્થનો સીધો (direct) સંપર્ક કર્યા સિવાય અન્ય વિદ્યુતભારરહિત પદાર્થને ભારિત (charge) કરવાની પ્રક્રિયા. આ ઘટના વિદ્યુતચુંબકીય પ્રેરણ(electromagnetic induction)ની ઘટનાથી સાવ જુદી જ છે. આવા પ્રેરણ વડે અવાહક  બેઠક ઉપર રાખેલા સુવાહક પદાર્થ(ધાતુ)ને વિદ્યુતભારિત કરી શકાય છે. કાચના સળિયાને રેશમી કાપડના ટુકડા સાથે ઘસતાં,…

વધુ વાંચો >

પ્લાંકનો અચળાંક (Planck’s Constant)

પ્લાંકનો અચળાંક (Planck’s Constant) : 6.626 × 10–34 જૂલ-સેકન્ડ મૂલ્ય ધરાવતો વૈશ્વિક અચળાંક. કાળા પદાર્થનું વિકિરણ, ફોટોઇલેક્ટ્રિક અસર અને કૉમ્પ્ટન અસર જેવી ઘટનાઓ પ્રશિષ્ટવાદને આધારે સમજાવી શકાતી નથી. તેમની સમજૂતી માટે સૌપ્રથમ પ્લાંકે 1900માં ક્વૉન્ટમ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. પ્લાંકના સિદ્ધાંતમાં કાળા પદાર્થનો ખ્યાલ વિશિષ્ટ છે. પદાર્થ ઉપર આપાત થતી બધી ઊર્જાનું…

વધુ વાંચો >

પ્લાંકનો વિકિરણીય નિયમ (Planck’s radiation law)

પ્લાંકનો વિકિરણીય નિયમ (Planck’s radiation law) : ક્વૉન્ટમવાદનો પાયારૂપ સિદ્ધાંત. પ્રવેગી ગતિ કરતો કોઈ પણ વિદ્યુતભાર વિદ્યુતચુંબકીય ઊર્જાનું ઉત્સર્જન કરે છે. દોલન કરતો ઇલેક્ટ્રૉન પ્રવેગ-ગતિ ધરાવે છે. માટે તે વિદ્યુતચુંબકીય ઊર્જાનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જિત થતી ઊર્જા દોલનની આવૃત્તિ(υ)ના સમપ્રમાણમાં હોય છે. ઉત્સર્જિત થતી વિદ્યુતચુંબકીય ઊર્જા        …

વધુ વાંચો >

ફર્મી-ડિરાક સંખ્યાશાસ્ત્ર

ફર્મી-ડિરાક સંખ્યાશાસ્ત્ર (Fermi Dirac Statistics) : પાઉલીના અપવર્જન(બાકાતી, exclusion)ના સિદ્ધાંત અનુસાર કણો અથવા કણોની પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. સમાન ક્વૉન્ટમ સ્થિતિઓમાં બે ફર્મિયૉન કદાપિ રહી શકતા નથી તેવું આ સિદ્ધાંત દર્શાવે છે. અર્ધપૂર્ણાંક પ્રચક્રણ (spin) ધરાવતા કણોને ફર્મિયૉન કણ કહે છે, જેમનું દળ પ્રોટૉનના દળ જેટલું અથવા વધારે હોય છે તેવા…

વધુ વાંચો >

ફૂકો, ઝ્યાં બર્નાર્ડ-લિયૉન

ફૂકો, ઝ્યાં બર્નાર્ડ-લિયૉન (જ. 18 સપ્ટેમ્બર 1819, પૅરિસ, ફ્રાંસ; અ. 11 ફેબ્રુઆરી 1868) : ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની. તેમણે પ્રકાશનો વેગ માપવા માટે અત્યંત ચોકસાઈવાળી કાર્યપદ્ધતિ (technique) વિકસાવી. ઉપરાંત તેમણે પ્રાયોગિક રીતે પણ પુરવાર કર્યું કે પૃથ્વી પોતાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ(axis)ની આસપાસ ભ્રમણ (rotation) કરે છે. આમ તો તેમણે પોતે તબીબી…

વધુ વાંચો >

ફૅરનહાઇટ, ગ્રેબ્રિયલ

ફૅરનહાઇટ, ગ્રેબ્રિયલ [જ. 24 મે 1686, ગડાન્સ્ક (Gdansk), પોલૅન્ડ; અ. 16 સપ્ટેમ્બર 1736, હેગ] : આલ્કોહૉલ થરમૉમિટર (1709) અને પારાના થરમૉમિટર(1714)ના શોધક. તેમણે ફૅરનહાઇટ તાપમાન માપક્રમ દાખલ કર્યો. તે યુ.એસ. અને કૅનેડામાં આજે પણ વપરાય છે. આ બે રાષ્ટ્રો સિવાય તાપમાનનો આ માપક્રમ (scale) હવે બીજા કોઈ રાષ્ટ્રમાં વપરાશમાં નથી.…

વધુ વાંચો >

ફોટૉન

ફોટૉન : વિદ્યુતચુંબકીય વિકિરણ ઊર્જાનો જથ્થો (quantum). તે hυ જેટલી ઊર્જા ધરાવે છે, જ્યાં h પ્લાંકનો અચળાંક અને υ વિકિરણની આવૃત્તિ છે. તે ઊર્જાકણ (energy-particle) છે. તે એવો મૂળભૂત કણ છે, જે પ્રકાશ અને વિદ્યુતચુંબકીય વિકિરણનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે, ગામા કિરણો, ઍક્સ-કિરણો પારજાંબલી કિરણો, ર્દશ્ય-પ્રકાશ અધોરક્ત કિરણ અને રેડિયો-તરંગો…

વધુ વાંચો >

ફોનૉન (Phonon)

ફોનૉન (Phonon) : સ્ફટિકના લૅટિસ દોલનોમાં ઉષ્મીય (thermal) ઊર્જાનો જથ્થો (quantum). ફોનૉનની ઊર્જાનો જથ્થો hυ વડે અપાય છે, જ્યાં h, પ્લાંકનો અચળાંક અને υ દોલનની આવૃત્તિ છે. ફોનૉન એ ફોટૉન જેવો કણ છે. ફોટૉન વિદ્યુતચુંબકીય ઊર્જાનો ક્વૉન્ટમ છે તો ફોનૉન એ ધ્વનિ-ઊર્જા(સ્થિતિસ્થાપક તરંગોની ઊર્જા)નો ક્વૉન્ટમ છે. સામાન્ય રીતે ધ્વનિને તરંગ-વિક્ષોભ…

વધુ વાંચો >