આનંદ પ્ર. પટેલ

બાષ્પીભવન

બાષ્પીભવન (evaporation) : પદાર્થની પ્રવાહી સ્થિતિમાંથી બાષ્પસ્થિતિમાં રૂપાંતર થવાની ઘટના. પદાર્થ સંઘનિત સ્થિતિમાં હોય ત્યારે તેના અણુઓ વચ્ચે પ્રબળ આકર્ષણ અને અપાકર્ષણબળ લાગતાં હોય છે અને આ વિરુદ્ધ પ્રકારનાં બળો વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે. પદાર્થમાં રહેલા આ અણુઓ આકર્ષણબળને લીધે સ્થિતિઊર્જા (potential-energy) અને તાપમાનને કારણે ગતિઊર્જા (kinetic energy) પણ…

વધુ વાંચો >

બૅરિયૉન

બૅરિયૉન : ભારે પેટા પારમાણ્વિક કણો. ન્યૂક્લિયૉન, ફર્મિયૉન અને હાઇપેરૉનને સામૂહિક રીતે બૅરિયૉન તરીકે ઓળખવામાં આવે છે. તે મેસૉનનું ઉત્સર્જન કરીને ક્ષય (decay) પામે છે. ન્યૂક્લિયૉન એટલે પરમાણુની ન્યૂક્લિયસમાં રહેલા પ્રોટૉન અને ન્યૂટ્રૉન કણો. ફર્મિયૉન એટલે કણોનો એવો સમૂહ જે અર્ધપૂર્ણાંક પ્રચક્રણ (half integer spin) ધરાવે છે. આ સમૂહ ફર્મિ–ડિરાક…

વધુ વાંચો >

બૉઇલનો નિયમ

બૉઇલનો નિયમ (Boyle’s law) : અચળ તાપમાને વાયુના કદ અને દબાણનો સંબંધ. બૉઈલ (1627–1691) આયરિશ વિજ્ઞાની હતા અને આધુનિક રસાયણશાસ્ત્રના સ્થાપક ગણાય છે. રાસાયણિક અને ભૌતિકવિજ્ઞાનમાં કેટલીક પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવતાં હાથ લાગેલો આ નિયમ છે. બૉઈલે વાયુઓ ઉપરના વિવિધ પ્રયોગો કર્યા હતા. તે બધા પ્રયોગોમાં બૉઈલનો નિયમ આજે પણ અણીશુદ્ધ…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝૉન

બોઝૉન : પૂર્ણાંક પ્રચક્રણ ધરાવતો મૂળભૂત કણ. આવા કણો ના પૂર્ણાંકમાં પ્રચક્રણ ધરાવે છે. એટલે કે , 2, 3, ….. જેટલું પ્રચક્રણ ધરાવે છે. અહીં પ્લાંકનો અચળાંક છે, જેનું મૂલ્ય 6.6 x 10–34 જૂલ સેકન્ડ જેટલું હોય છે. બોઝૉન કણો બોઝ–આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્રને અનુસરે છે. ભારતીય ભૌતિકવિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝની યાદગીરીમાં પૂર્ણાંક…

વધુ વાંચો >

બ્રુસ્ટરનો નિયમ

બ્રુસ્ટરનો નિયમ (Brewster’s law) : પારદર્શક માધ્યમની સપાટી ઉપર નિશ્ચિત કોણે (ધ્રુવીભવન કોણે) સામાન્ય પ્રકાશનું કિરણ આપાત કરતાં પરાવર્તિત કિરણની સંપૂર્ણ ધ્રુવીભૂત થવાની ઘટનાને લગતો નિયમ. બ્રુસ્ટરે 1811માં, પ્રકાશના ધ્રુવીભવનની ઘટનાને લગતા સંખ્યાબંધ પ્રયોગો કરીને પરાવર્તિત કિરણનો અભ્યાસ કર્યો. ધ્રુવીભવન(polarisation)ના વિશદ અભ્યાસને અંતે તેણે પ્રતિપાદિત કર્યું કે ધ્રુવીભવન કોણનો સ્પર્શક…

વધુ વાંચો >

બ્રેગનો નિયમ

બ્રેગનો નિયમ (Braggs’s law) : સ્ફટિકની રચનાને લગતા અભ્યાસ માટે જરૂરી નિયમ. λ તરંગલંબાઈ ધરાવતાં એક્સ–કિરણોની સમાન્તર કિરણાવલી(beam)ને સ્ફટિકના સમતલો ઉપર આપાત કરવામાં આવે છે, ત્યારે ભિન્ન-ભિન્ન સમતલોમાં રહેલા પરમાણુઓ વડે તેનું પરાવર્તન થાય છે. પાસે પાસેના ક્રમિક સમતલો વડે પરાવર્તન પામેલાં એક્સ–કિરણો વચ્ચે વ્યતિકરણ (interference) થતું હોય છે. બ્રેગના…

વધુ વાંચો >

ભારવિહીનતા

ભારવિહીનતા (weightlessness) : મુક્ત પતન (free fall) કરતા પદાર્થના વજનમાં થતો દેખીતો ઘટાડો. ગુરુત્વાકર્ષણબળ પરત્વે અવરોધની ગેરહાજરીથી પ્રેરિત થતી પરિસ્થિતિને મુક્ત પતન કહે છે. સૌપ્રથમ વાર ન્યૂટને (1642–1727) ભારવિહીનતાની ગાણિતિક સમજૂતી 1687માં આપી હતી. તેની સમજૂતી મુજબ, વિશ્વનો પ્રત્યેક પદાર્થ, પછી ભલે પરમાણુ હોય કે ગ્રહ હોય, બીજા પદાર્થોને પોતાની…

વધુ વાંચો >

માઇકલ્સન, આલ્બર્ટ અબ્રાહમ

માઇકલ્સન, આલ્બર્ટ અબ્રાહમ (જ. 1852, સ્ટ્રજેલ્નો (strezelno), પોલૅન્ડ: અ. 1931, યુ.એસ.) : વિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ અમેરિકન નાગરિક. અત્યંત ચોકસાઈપૂર્વકનાં માપન કરવા માટે તૈયાર કરેલા પ્રકાશીય (optical) ઉપકરણ માટે તેમને 1907માં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જન્મ સમયે તેમનું કુટુંબ પ્રશિયાના આધિપત્ય નીચે આવેલા પોલૅન્ડમાં સ્થાયી…

વધુ વાંચો >

મુક્ત પતન (ભૌતિકવિજ્ઞાન)

મુક્ત પતન (ભૌતિકવિજ્ઞાન) : પૃથ્વીના માત્ર ગુરુત્વાકર્ષણબળની હાજરીમાં પદાર્થની પૃથ્વીના કેન્દ્ર તરફ પ્રવેગી ગતિ. અહીં પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળ સિવાય બીજા કોઈ પ્રકારનું બળ લાગતું નથી. પૃથ્વીની સપાટી નજીક પદાર્થ મુક્ત પતન કરતો હોય તો તે પ્રત્યેક સેકન્ડે લગભગ 9.8 મીટર/સેકન્ડ વેગ પ્રાપ્ત કરે છે. એટલે કે આ પદાર્થમાં ઉત્પન્ન થયેલો પ્રવેગ…

વધુ વાંચો >