અલકેશ પટેલ

સામયિકો

સામયિકો : નિયત સમયે પ્રકાશિત થતાં પત્રો. ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશે’ ‘સામયિક’ એટલે ‘નિયતકાલીન / નિયત સમયે પ્રકટ થતું છાપું’ એવી વ્યાખ્યા કરી છે. અંગ્રેજીમાં તેને મૅગેઝિન અથવા ‘પિરિયૉડિકલ’ કહે છે. ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’માં મૅગેઝિન અથવા પિરિયૉડિકલની વ્યાખ્યા નિબંધ, લેખ, વાર્તા, કવિતા વગેરેના પ્રકાશિત સંગ્રહ એ રીતે આપવામાં આવી છે તો ‘કોલંબિયા…

વધુ વાંચો >

સૌરાષ્ટ્ર દર્પણ

સૌરાષ્ટ્ર દર્પણ : માસિક. પંડિત મણિશંકર જટાશંકર કીકાણી દ્વારા 1865માં જૂનાગઢમાં પ્રારંભ. પંડિત મણિશંકર કીકાણી જૂનાગઢના એક જાણીતા સાક્ષર હતા અને તેમણે સમાજસુધારણાની ભાવનાથી પ્રેરાઈને આ સામયિક શરૂ કર્યું હતું. તેના તંત્રી વલ્લભજી હરદત્ત આચાર્ય હતા. આ માસિકમાં નૃસિંહપ્રસાદ હરિપ્રસાદ નામના અન્ય એક વિદ્વાનની પણ મહત્વની ભૂમિકા હતી. બ્રિટિશ સરકારની…

વધુ વાંચો >

સૌરાષ્ટ્ર સમાચાર

સૌરાષ્ટ્ર સમાચાર : ભાવનગરથી પ્રકાશિત થતું દૈનિક. ગુજરાતના હાલના સૌથી મોટા દૈનિક ‘ગુજરાત સમાચાર’ દ્વારા 1961માં ભાવનગરથી ‘સૌરાષ્ટ્ર સમાચાર’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો; પરંતુ એકાદ વર્ષમાં જ બંધ કરી દીધું હતું. ત્યાર બાદ 1964ના જૂન–જુલાઈ મહિનામાં ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના હાલના મૅનેજિંગ ડિરેક્ટર અને મૅનેજિંગ તંત્રી પ્રતાપભાઈ શાહે ‘ગુજરાત સમાચાર’ પાસેથી આ…

વધુ વાંચો >

સૌરાષ્ટ્ર સાપ્તાહિક

સૌરાષ્ટ્ર સાપ્તાહિક : રાણપુરમાં પ્રારંભ 1921ની બીજી ઑક્ટોબરના રોજ. તેના સ્થાપકતંત્રી હતા પત્રકારત્વના યોદ્ધા અમૃતલાલ શેઠ. આ સાપ્તાહિક આમ માંડ નવ કે દસ વર્ષ ચાલ્યું અને 1930–31માં બંધ પડ્યું, પરંતુ આટલા સમયગાળામાં સૌરાષ્ટ્રમાં લોકજાગૃતિ લાવવામાં તેની ભૂમિકા ઘણી મોટી અને ઐતિહાસિક છે. સૌ જાણે છે તેમ, લગભગ આખા સૌરાષ્ટ્રમાં એ…

વધુ વાંચો >

સ્ટેટ્સમૅન ધ

સ્ટેટ્સમૅન ધ : કોલકાતા અને નવી દિલ્હી, સિલિગુડી અને ભુવનેશ્વરથી એકસાથે પ્રકાશિત થતું અંગ્રેજી દૈનિક. કોલકાતામાં તેની સ્થાપના 1875માં થઈ હતી, અને 1818માં સ્થપાયેલા ‘ધ ફ્રેન્ડ ઑવ્ ઇન્ડિયા’માંથી સીધું રૂપાંતર થયું હતું. તે ઉપરાંત 1821માં સ્થપાયેલા ‘ધી ઇંગ્લિશમૅન’ અખબારનું 1834માં ‘ધ સ્ટેટ્સમૅન’માં વિલીનીકરણ થયું હતું. ‘ધ સ્ટેટ્સમૅન’ માટે અન્ય તારીખો…

વધુ વાંચો >

હિન્દુસ્તાન (હિન્દી દૈનિક)

હિન્દુસ્તાન (હિન્દી દૈનિક) : 1936માં પ્રારંભ. દિલ્હી, કાનપુર, પટણા અને લખનઉથી પ્રકાશિત. હાલ(2009)માં તમામ આવૃત્તિનાં એડિટર ઇન ચીફ (મુખ્ય તંત્રી) સુશ્રી મૃણાલ પાંડે છે. હિન્દી દૈનિક ‘હિન્દુસ્તાન’ એ વાસ્તવમાં ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ જૂથનું અખબાર છે. ઉપર્યુક્ત ચાર શહેરો ઉપરાંત ઉત્તર પ્રદેશના મેરઠ, આગ્રા અને કાનપુરથી 2006માં તેમજ ઉત્તરાખંડના દહેરાદૂનથી 2008માં ‘હિન્દુસ્તાન’ની…

વધુ વાંચો >

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર : બહુભાષી સમાચાર સંસ્થા. પ્રારંભ ડિસેમ્બર 1948. સ્થાપક પ્રખ્યાત ચિંતક અને સામાજિક કાર્યકર્તા શ્રી શિવરામ શંકર આપટે ઉર્ફે દાદાસાહેબ આપટે. હિન્દુસ્થાન સમાચાર એ ભારતની વિવિધ ભાષાઓમાં સમાચાર સેવા પૂરી પાડતી સંસ્થા છે, જેનો લાભ ગુજરાતનાં નાનાંમોટાં 40 અખબાર–સામયિકો સહિત દેશનાં અનેક અખબાર–સામયિકો લે છે. આ સમાચાર સંસ્થાના નામ…

વધુ વાંચો >

હિંદુ ધ

હિંદુ ધ : અંગ્રેજી દૈનિક. મદ્રાસ(હાલના ચેન્નાઈ)માં 20 સપ્ટેમ્બર, 1878ના રોજ સાપ્તાહિક તરીકે પ્રારંભ. તામિલનાડુના તાંજવુર નજીક તિરુવૈયુરની શાળાના શિક્ષક અને સામાજિક સુધારક જી. સુબ્રમનિયા ઐયરના નેજા હેઠળ છ યુવકોએ આ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો હતો, જે આગળ જતાં સપ્તાહમાં ત્રણ દિવસ અને ત્યારબાદ દૈનિક તરીકે પ્રકાશિત થતું આવ્યું છે. આ…

વધુ વાંચો >

હિંદુસ્તાન ટાઇમ્સ (એચટી)

હિંદુસ્તાન ટાઇમ્સ (એચટી) : 1924માં દિલ્હીમાં પ્રારંભ. વિમોચનવિધિ 15 સપ્ટેમ્બર 1924ના રોજ મહાત્મા ગાંધીના હસ્તે થયો હતો. સ્થાપક માસ્ટર સુંદરસિંહ લ્યાલપુરી (Lyallpuri) (જેઓ પંજાબમાં અકાલી ચળવળ તથા શિરોમણિ અકાલી દળના સ્થાપક તરીકે પણ જાણીતા છે). પ્રારંભનાં વર્ષોમાં આ અખબારનું તંત્રીપદ કે. એમ. પણિક્કરે સંભાળ્યું હતું અને મહાત્મા ગાંધીના પુત્ર દેવદાસ…

વધુ વાંચો >